તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયરલેન્ડએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ:વન-ડેમાં દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ પહેલીવાર જીત મેળવી, કેપ્ટન બાલ્બિર્નીએ 102 રનની ઇનિગ્સ રમી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટર્લિગ અને બાલ્બિર્નીએ આયરલેન્ડને એક મજબૂત શરુઆત આપી
  • દક્ષિણ આફ્રિકાએ શરૂઆતમાં 51 રન પર જ 3 વિકેટ ગુમાવી

આયરલેન્ડએ ડબલિનમાં રમાયેલી બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને 43 રનથી હરાવ્યુ છે. આ આયરલેન્ડની આફ્રિકી ટીમ પર વન-ડેમાં પહેલી જીત છે. બંને ટીમો અત્યાર સુધી ટેસ્ટ અને T-20માં આમને-સામને ટકરાયા નથી. આ જીત સાથે આયરલેન્ડએ 3 મેચોની વન-ડે સિરીઝમાં 1-0ની લીડ લઇ લીધી છે. પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 16 જૂલાઇએ રમવામાં આવશે. આયરલેન્ડના કેપ્ટન એંડી બાલ્બિર્નીએ શતકીય ઇનિંગ્સ રમી હતી. તેઓએ 117 બોલમાં 102 રન બનાવ્યા હતાં. ત્યાજ હેરી ટેક્ટરએ 79 રન બનાવ્યા અને છેલ્લે ડોકરેલએ 23 બોલ પર 45 નોટઆઉટ રનની તાબડતોડ ઇનિંગ્સ રમી હતી.

સ્ટર્લિગ અને બાલ્બિર્નીએ આયરલેન્ડને એક મજબૂત શરુઆત આપી
ટોસ હારીને પહેલા બેટિંગ કરી રહેલી આયરલેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. પોલ સ્ટર્લિગ અને બાલ્બિર્નીએ 64 રનની પાર્ટનરશીપ કરી. સ્ટર્લિગ 27 રન બનાવીને કેશવ મહારાજના બોલ પર આઉટ થયો હતો. આના પછી બાલ્બિર્નીએ એંડી મેકબ્રાયન સાથે મળીને 60 રનની પાર્ટનરશીપ કરી હતી. મેકબ્રાયન(30 રન)એ સ્પિનર તબ્રેજ શમ્સીના બોલ પર LBW થયો હતો. હેરી અને બાલ્બિર્નીએ ત્યાર બાદ 70 રનની પાર્ટનરશીપ કરી. બાલ્બિર્નીએ આ દરમિયાન પોતાના કરિયરની 7મી સદી ફટકારી.

આયરલેન્ડની ટીમ 5 વિકેટ પર 290 રન બનાવી શકી
બાલ્બિર્ની રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યાર બાદ ટેક્ટર 79 રન બનાવી ફેલુકવાયોની બોલ પર રબાડાને કેચ આપી બેઠા. ડોકરેલએ છેલ્લે 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 23 બોલમાં 45 રનની ઇનિંગ્સ રમી અને નોટઆઉટ રહ્યા હતા. આયરલેન્ડની ટીમ 50 ઓવરમાં 5 વિકેટ પર 290 રન બનાવી શકી હતી. આફ્રિકા તરફથી ફેનસુકવાયોએ 2 એને રબાડા, મહારાજ અને શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ શરૂઆતમાં 51 રન પર જ 3 વિકેટ ગુમાવી
તેના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. ટીમે 51 રનના કુલ સ્કોર પર એડેન માર્કરામ (5 રન) અને કેપ્ટન બાવુમા (10 રન) બંનેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, જાનેમન મલાન અને રસી વાન ડર ડસેનએ મળીને ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી નોંધાવી. આ સમયગાળા દરમિયાન મલાને તેની બીજી વનડે અર્ધી સદી ફટકારી.

આફ્રિકી ટીમે 41 રનની અંદર 5 વિકેટ ગુમાવી
મલાન 84 રન બનાવી ડોકરેલની બોલ પર અડેયરને કેચ આપી બેઠા. ત્યાર બાદ 41 રનની અંદર આફ્રિકી ટીમએ 5 વિકેટ ગુમાવી દીધી. ત્યાર બાદ અડેયરએ મહારાજ અને નોર્ખિયાને આઉટ કરી દક્ષિણ આફ્રિકાની ટીમની ઇનિંગ્સને 247 રનમાંજ સમેટી નાખી. મલાન સિવાય ડસેનએ 49 રનની ઇનિગ્સ રમી. આ બંને સિવાય કોઇ બેટ્સમેન ટકી શક્યો નહી.

આયરલેન્ડની ટીમ ઉલટફેર કરવામાં માહિર
આયરલેન્ડ તરફથી અડેયર, જોશુઆ લિટલ અને મેકબ્રાયનએ 2-2 વિકેટ લીધી. આ સિવાય ક્રેગ યંગ, સિમી સિંહ અને ડોકરેલને 1-1 વિકેટ મળી. આયરલેન્ડની ટીમે સૌ પ્રથમ 2007માં વિશ્વ કપમાં ઉલેટફેર કર્યો હતો. ત્યાર બાદ 2011 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને 3 વિકેટથી હરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...