WPLમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત:મેથ્યુઝનું ઓલરાઉન્ડ પ્રદર્શન, દિલ્હીને 8 વિકેટથી હરાવ્યું; પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું મુંબઈ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા દિલ્હીની ટીમ 18 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

મુંબઈ તરફથી હેલી મેથ્યુઝ, સાઇકા ઈશાક અને ઈસાબેલ વોંગે 3-3 વિકેટ લીધી હતી. મેથ્યુઝે બીજી ઈનિંગમાં પણ 32 રન બનાવ્યા હતા. તેમણે ઓપનર યાસ્તિકા ભાટિયા સાથે 65 રનની પાર્ટનરશીપ કરી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેમને સતત બીજી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

પાવરપ્લેમાં ઓપનર્સ આક્રામક બન્યા
106 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનર યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝે મુંબઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેની 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 47 રન ફટકાર્યા હતા.પહેલી 3 ઓવરમાં મેથ્યુઝ અને પછીની ઓવરોમાં યાસ્તિકાએ આક્રમક બેટિંગ કરી હતી.

જેમિમાએ 25 રન બનાવ્યા હતા
મુંબઈ તરફથી ઈશાક ઉપરાંત ઈસાબેલ વોંગ, હેલી મેથ્યુસ અને પૂજા વસ્ત્રાકરને 1-1 વિકેટ મળી હતી. જ્યારે દિલ્હી તરફથી લેનિંગ સિવાય જેસ જોનાસન (2), શેફાલી વર્મા (2), જેમિમા રોડ્રિગ્સ (25), એલિસ કેપ્સી (6) અને મેરિયન કેપ (2) આઉટ થઈ ચૂકી છે.

પાવરપ્લેમાં મુંબઈનો દબદબો હતો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે કડક બોલિંગ કરી હતી. શેફાલી વર્મા ચોથી ઓવરમાં 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે પછી એલિસ કેપ્સી પણ 6 રન બનાવીને છઠ્ઠી ઓવરમાં પૂજા વસ્ત્રાકરનો શિકાર બની હતી. આ રીતે દિલ્હી પાવરપ્લેની 6 ઓવરમાં 29 રન જ બનાવી શકી હતી. પરંતુ, કેપ્ટન મેગ લેનિંગ અણનમ રહી હતી.

અત્યાર સુધી બંને ટીમ એક પણ મેચ નથી હારી
બંને ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. જ્યાં મુંબઈએ બેંગ્લોર અને ગુજરાતને હરાવ્યું હતું. તે જ સમયે દિલ્હીએ યુપી અને બેંગ્લોર પર જીત મેળવી હતી. દિલ્હીની કમાન ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ સંભાળશે, જ્યારે મુંબઈની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.

મુંબઈ પાસે ઘણા ઓલરાઉન્ડર
મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર્સ સાથે પોતાની ટીમ તૈયાર કરી છે અને WPLના તમામ ખેલાડીઓ શાનદાર રમી રહ્યા છે. મુંબઈએ તેની પ્રથમ મેચમાં ગુજરાતને 143 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં મંધાનાએ એકતરફી મેચમાં RCBને 9 વિકેટે હરાવ્યું હતું. બ્રેબોન સ્ટેડિયમમાં આરસીબીએ મુંબઈને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને મુંબઈએ 14.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મુંબઈએ બંને મેચ એકતરફી જીતી લીધી હતી.

દિલ્હીની ઓપનિંગ જોડી વિસ્ફોટક
દિલ્હીની ટીમ પણ મુંબઈની રીતે ટૂર્નામેન્ટમાં ઘણી મજબૂત છે. દિલ્હીએ પણ પોતાની શરૂઆતની બન્ને મેચ જીતી લીધી છે. લેનિંગની કેપ્ટનશિપમાં દિલ્હીએ શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન દિલ્હી તરફ ઓપનિંગમાં આવે છે. તેણે બન્ને મેચમાં ફિફ્ટી ફટકારી છે. તો તેની સાથે શેફાલી વર્મા પણ પહેલી જ ઓવરથી વિસ્ફોટક બેટિંગ શરૂ કરી દે છે. આ ઓપનિંગ જોડીના દમ પર પહેલી બેટિંગ કરતા બન્ને મેચમાં ટીમે 200+ રન બનાવ્યા હતા.

તો મિડલ ઑર્ડરમાં ટીમની જેમિમા રોડ્રિગ્સ, મેરિયન કેપ, એલિસ કેપ્સી અને જેસ જોનાસન જેવી પાવરહીટર પ્લેયર્સ છે. ટીમમાં તારા નોરિસ, રાધા યાદવ, જોનાસન, કેપ્સી અને શિખા પાંડે જેવી શાનદાર બોલર્સ છે, જે ટીમને સતત સફળતા અપાવે છે.

બંને ટીમની પ્લેઈંગ-11...
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્ઝ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), મિન્નુ મણિ, શિખા પાંડે, રાધા યાદવ અને તારા નોરિસ.

મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (c), યાસ્તિકા ભાટિયા (wk), હેલી મેથ્યુઝ, નતાલી સાયવર બ્રન્ટ, એમેલિયા કેર, હુમૈરા કાઝી, પૂજા વસ્ત્રાકર, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતિમાની કલિતા અને સાયકા ઈશાક.

અન્ય સમાચારો પણ છે...