• Gujarati News
  • Sports
  • Cricket
  • Calling Up To The Half Crease And Sending Back The Non striker, The Batsman Got Out And Hit The Bat To An Angry Teammate.

રન આઉટ થયાનો ગુસ્સો:અડધી ક્રિઝ સુધી બોલાવી નોન-સ્ટ્રાઈકરને પાછો મોકલતા રન આઉટ થતા બેટ્સમેનને ગુસ્સો આવતાં સાથી ખેલાડીને બેટ ફટકાર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલાડીએ ગુસ્સામાં બેટ હવામાં ઉછાળ્યું હતું - Divya Bhaskar
ખેલાડીએ ગુસ્સામાં બેટ હવામાં ઉછાળ્યું હતું
  • કેવિન પીટરસને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ રમૂજી વીડિયો શેર કર્યો

IPL 2021ના બીજા ફેઝમાં કોંમન્ટરી પેનલમાં સામેલ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસને એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તેઓ પોતાની જાતને હસતા રોકી ન શક્યા. એક તરફ ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ ચાલૂ હતી ત્યારે પીટરસને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર આ વીડિયો શેર કર્યો, જે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડની એક ડોમેસ્ટિક મેચનો આ વીડિયો છે. જેમાં સાથી બેટ્સમેન રનઆઉટ થવા પર નોનસ્ટ્રાઈકર એન્ડના બેટ્સમેને બેટ ફેંકી દીધું.

વાસ્વતમાં સ્ટ્રાઈક પર જે બેટ્સમેન હતો તેણે નોન-સ્ટ્રાઈકરના બેટ્સમેનને રન માટે બોલાવ્યો પરંતુ જેવું તેણે જોયું કે બોલ ફિલ્ડરે પકડી લીધો છે તે પાછો પોતાની ક્રિઝમાં જતો રહ્યો. નોન-સ્ટ્રાઈકર એન્ડવાળો બેટ્સમેન ત્યાં સુધી અડધી પીચ પર આવી ગયો હતો અને ક્રિઝમાં પાછા ફરતા-ફરતા રનઆઉટ થઈ ગયો હતો. રન આઉટ થયા બાદ બેટ્સમેનને એટલો ગુસ્સો આવ્યોકે તેણે પોતાનું બેટ જોયા વગર પાછળની તરફ હવામાં ઉછાળી દીધું.

સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને તે બેટ મોઢા પર વાગ્યું. આઉટ થયેલા બેટ્સમેનને પોતાની ભૂલ સમજાઈ અને તે તરત જ સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને સોરી કહેવા પહોંચી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...