તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગ્લિશ કાઉન્ટી ટીમ પર જાતિવાદનો આરોપ:યોર્કશાયર ટીમમાં પુજારાને 'સ્ટીવ' કહીને બોલાવતા, એશિયન ખેલાડીઓની તુલના ટેક્સી ડ્રાઈવર્સથી થતી હતી

યોર્કશાયર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
યોર્કશાયરના પૂર્વ કર્મચારી તાજ બટ્ટે કહ્યુ, ટીમના દરેક એશિયન મૂળના ખેલાડીઓને સ્ટીવ કહીને બોલાવતા હતા. (ફાઇલ ફોટો) - Divya Bhaskar
યોર્કશાયરના પૂર્વ કર્મચારી તાજ બટ્ટે કહ્યુ, ટીમના દરેક એશિયન મૂળના ખેલાડીઓને સ્ટીવ કહીને બોલાવતા હતા. (ફાઇલ ફોટો)

ઇંગ્લિશ કાઉન્ટી ટીમ યોર્કશાયર પર જાતિવાદના ગંભીર આરોપ લાગ્યા છે. 3 મહિના પહેલા પૂર્વ ક્રિકેટર અઝીમ રફીકે યોર્કશાયર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘણા પૂર્વ ખેલાડીઓ અને કર્મચારીઓ દ્વારા તેનું સમર્થન કરવામાં આવ્યું છે. પૂર્વ કર્મચારીઓ કહે છે કે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાને તેના રંગને કારણે સ્ટીવ કહેવામાં આવતો હતો. ઉપરાંત, એશિયન ખેલાડીઓની તુલના ટેક્સી ડ્રાઇવરો સાથે કરવામાં આવી હતી.

ટીનો બેસ્ટ અને રાણા નાવેદે પણ જાતિવાદની કબૂલાત કરી
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર ટીનો બેસ્ટ અને પાકિસ્તાનના રાણા નાવેદ ઉલ હસને પણ રફીકના આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કર્યા હતા. જેની તપાસ ચાલી રહી છે. ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇંફો મુજબ યોર્કશાયરના બે પૂર્વ કર્મચારી તાજ બટ્ટ અને ટોની બાઉરીએ પણ કાઉન્ટી ટીમ વિરુદ્ધ જાતિવાદના પુરાવા આપ્યા છે.

ચેતેશ્વર પુજારાને સ્ટીવ કહેવામાં આવતો
ક્રિકઇન્ફોએ જણાવ્યું છે કે, જ્યારે ટીમમાં એશિયાના લોકોનો ઉલ્લેખ કરતા હતા ત્યારે અવારનવાર ટેક્સી ડ્રાઇવરો અને રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકોના ઉદાહરણ આપવામાં આવતા હતા. યોર્કશાયરના એશિયન મૂળના દરેક ખેલાડીને સ્ટીવ કહીને બોલાવતા હતા. ભારતના પુજારાને પણ સ્ટીવ કહીને બોલાવતા હતા કારણકે તેનું નામ બોલી શકતા નહોતા.

બટ્ટે 1 અઠવાડિયામાં રાજીનામું આપ્યું હતું
બટ્ટ યોર્કશાયર ટીમમાં કમ્યુનિટિ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે જોડાયા હતા. જો કે, જોડાવાના એક અઠવાડિયામાં જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

બાઉરીએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા
તે જ સમયે, ટોની બાઉરીને 1996 સુધી કોચ તરીકે કામ કર્યા પછી ટીમમાં સાંસ્કૃતિક વિવિધતા અધિકારી બનાવવામાં આવ્યા હતા. 2011 સુધી તેઓ આ પદ પર રહ્યા. તે પછી અશ્વેત સમુદાયમાં રમતગમતના વિકાસ માટે ક્રિકેટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

એશિયન ખેલાડીઓ પર જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હતી
બાઉરીએ કહ્યુ કે ઘણા યુવા ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં એડજસ્ટ કરવામાં મુશ્કેલી આવી હતી. તેમના પર જાતિવાદી ટિપ્પણી કરવામાં આવતી હતી. આની અસર તેમની રમત પર પણ પડી. એશિયન મૂળના યુવા ખેલાડીઓ પર પણ ટીમમાં મુશ્કેલી ઉભી કરવાનો આરોપ મૂકાયો હતો.

રફીકે 2018માં યોર્કશાયર ટીમ છોડી દીધી હતી
તે જ સમયે, યોર્કશાયરમાં જાતિવાદ અંગે વેસ્ટ ઇન્ડિઝના ટીનો બેસ્ટ અને પાકિસ્તાનના રાણા નાવેદે પણ ખુલાસો કર્યો હતો. તેમણે પૂર્વ ઓફ સ્પિનર ​​અઝીમ રફીકના આક્ષેપોને ટેકો આપ્યો હતો. રફીકે 2018માં યોર્કશાયર ક્લબ છોડી દીધી હતી. તે યોર્કશાયરનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો