તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli's Performance In English Condition Is Better But Who Will Beat Ken Williamson In The Best Form Of His Career Now, In The Final Of Test Championship?

બેટલ ઓફ બેસ્ટ:ઇંગ્લિશ કન્ડિશનમાં કોહલીનું પ્રદર્શન વધારે સારું પણ વિલિયમ્સન અત્યારે કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોણ મારશે બાજી?

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને તાજેતરમાં નવી કોન્ટ્રોવર્સી ક્રિએટ કરી જ્યારે તેણે કહ્યું કે, "કેન વિલિયમ્સન આ વખતે ઇંગ્લિશ સમરમાં વિરાટ કોહલી કરતાં સારો દેખાવ કરશે. વિલિયમ્સન કોહલી જેટલો જ સારો ટેસ્ટ બેટ્સમેન છે. પણ ભારત જેવા દેશમાં કોહલીને વધુ લાઈમલાઈટ મળે છે. નહિતર વિલિયમ્સનને લર્લ્ડના બેસ્ટ બેટ્સમેન તરીકે ગણવામાં આવત." તેથી આજે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાં સ્ટેટેસ્ટિકલી જોઈએ કે વર્લ્ડના શ્રેષ્ઠ બે બેટ્સમેન આમને સામને થાય તો કોણ બાજી મારે એમ છે.

અત્યાર સુધીનું ટેસ્ટ કરિયર

  • ભારતીય કેપ્ટને 91 ટેસ્ટમાં 52.37ની એવરેજથી 7490 રન બનાવ્યા છે. જ્યારે ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને 83 ટેસ્ટમાં 54.31ની એવરેજથી 7115 રન બનાવ્યા છે.
  • કોહલીના નામે 27 તો વિલિયમ્સનના નામે 24 સદી છે. ઓવરઓલ વિલિયમ્સનની ટેસ્ટ એવરેજ કોહલી કરતાં વધારે છે.
  • હવે ખરેખરમાં કોણ કેટલું પાણીમાં છે તે તપાસવા આપણે તેમના ઘરની બહાર, ટોપ ઓવરસીઝ દેશમાં રમતી વખતેના આંકડા જોઈએ.

વિદેશમાં કોહલીનું બેટ વધારે બોલ્યું

  • કોહલીના પ્રદર્શનનું માપદંડ તેના SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં પ્રદર્શનના આધારે કરવું યોગ્ય છે.
  • તેણે આ 4 દેશમાં રમતી વખતે 46.59ની એવરેજથી 2889 રન કર્યા છે અને 11 સદી મારી છે.
  • તેની ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં બેટિંગ એવરેજ 50થી વધુ છે. તેણે કાંગારુંની ભૂમિ પર 13 ટેસ્ટમાં 54.09ની એવરેજ અને 6 સદીની મદદથી 1352 રન, જ્યારે સાઉથ આફ્રિકામાં 5 ટેસ્ટમાં 55.8ની એવરેજ અને 2 સદી થકી 558 રન ફટકાર્યા છે.
  • તે 2014માં ઇંગ્લેન્ડના પ્રવાસ પર સુપરફ્લોપ રહ્યો હતો. જોકે, તે પછી 2018માં તેણે ઇંગ્લિશ ટૂર પર 5 મેચની શ્રેણીમાં 593 રન બનાવ્યા હતા.
  • કોહલીનો સૌથી ખરાબ રેકોર્ડ ન્યૂ ઝીલૅન્ડમાં છે. તેે કિવીની ભૂમિ પર રમતી વખતે 8માંથી 5 ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે.
  • તેનો ત્યાં શ્રેષ્ઠ દેખાવ 2014માં આવ્યો હતો, જ્યારે તેણે બેસિન રિઝર્વ ખાતે 105 રન માર્યા હતા. કુલ તેણે અહીં 36ની એવરેજથી 252 રન કર્યા છે.
  • તો બીજી તરફ, ઘરની બહાર ટોપ ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ સામે વિલિયમ્સનનો દેખાવ ખાસ રહ્યો નથી. તેણે 22 મેચમાં 34.8ની એવરેજથી 1392 રન બનાવ્યા છે અને આ દરમિયાન 4 સદી ફટકારી છે.
  • તેણે ભારતમાં 7 ટેસ્ટમાં 461 રન, જ્યારે ઇંગ્લેન્ડમાં તો 4 ટેસ્ટમાં માત્ર 30.87ની સરેરાશથી 247 રન કર્યા છે.
  • તેની સરખમણીએ કોહલીએ ઇંગ્લેન્ડમાં 10 મેચમાં 36.35ની એવરેજથી 727 રન કર્યા છે અને આ દરમિયાન 2 સદી મારી છે.
  • ઇંગ્લિશ કન્ડિશન અને તેમજ ઘરની બહાર અઘરી પરિસ્થિતિ બંનેમાં કોહલીનો હાથ વિલિયમ્સનની ઉપર છે.

ટીમની જીતમાં વિલિયમ્સનની એવરેજ વધારે

  • ઓવરઓલ કોહલીનો રેકોર્ડ ભલે સ્ટ્રોંગ હોય, પણ ટીમ ગેમ જીતી હોય તેવી મેચોમાં વિલિયમ્સનની એવરેજ વધારે છે.
  • ન્યૂ ઝીલેન્ડની જીતમાં વિલિયમ્સન 36 ટેસ્ટ રમ્યો છે અને આ દરમિયાન 78.29ની એવરેજથી તેણે 3993 રન ફટકાર્યા છે. આ વાત સાબિત કરે છે કે તેની બેટિંગ પર ટીમ કેટલું નિર્ભર કરે છે.
  • આ બાબતે કોહલી સ્ટેટસ્ટિકલી તેની પાછળ છે. તે ભારત જીતી હોય તેવી 47 ટેસ્ટ રમ્યો છે અને આ દરમિયાન તેણે 58.25ની એવરેજથી 3961 રન કર્યા છે.
  • જીતમાં 58.25ની એવરેજ હોવી આમ મોટી કહેવાય ખાસ કરીને જ્યારે ટીમમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રોહિત શર્મા જેવા પ્લેયર્સ હોય જે નિયમિત અંતરે જંગી યોગદાન આપે છે.

આઉટ ઓફ ફોર્મ વિરાટ, પર્પલ પેચમાં વિલિયમ્સન

  • ભૂતકાળ અને વિવિધ કન્ડિશનમાં બંનેના રેકોર્ડની વાત તો કરી લીધી, પણ 'આજ' એટલે કે વર્તમાન ફોર્મ કોની સાથે છે?
  • વેલ, 2020થી કોહલીનું બેટ ટેસ્ટમાં માભા પ્રમાણે બોલ્યું નથી. તેણે આ દરમિયાન 12 ઇનિંગ્સમાં 24ની એવરેજથી માત્ર 288 રન કર્યા છે. એકપણ વખત ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી.
  • જ્યારે આ જ સમયગાળામાં વિલિયમ્સન તેના જીવનના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે 7 ઇનિંગ્સમાં 105.14ની એવરેજથી બેટિંગ કરતાં 736 રન બનાવ્યા છે અને આ પીરિયડમાં ત્રણ સેન્ચુરી પણ મારી છે.
  • એકબાજુ વિરાટ છેલ્લા કેટલાક સમયથી રન કરી શક્યો નથી તો વિલિયમ્સન એક સારા પેચમાં છે.
  • પણ ક્રિકેટની રમતમાં નસીબની સાથે આંકડા પણ કાયમ બદલાતા રહે છે. અત્યારે કોઈ એકને ક્લિયર કટ વિનર તરીકે પસંદ કરવો ઉતાવળ ગણાશે. ખાસ કરીને ત્યારે જ્યારે બંને ટીમની બોલિંગ લાઇનઅપ આટલી ધારદાર હોય.
  • ક્રિકેટિંગ ક્લિશે પ્રમાણે જે મેચના દિવસે સારું પ્રદર્શન કરી શકશે એ જ બાજી મારશે, ઓન પેપર તો આ કાંટે કી ટક્કર દેખાય આવે છે.
અન્ય સમાચારો પણ છે...