બુમરાહની તોફાની બેટિંગનો VIDEO:રબાડાના શોર્ટ પિચ બોલ પર બુમરાહે સિક્સ મારી, વાઈફ સંજનાનું રિએક્શન વાઈરલ

14 દિવસ પહેલા
  • DAY-1 સ્ટમ્પ્સ સુધી દ.આફ્રિકાનો સ્કોર 35/1 હતો

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બુમરાહની સિક્સે ફેન્સને મનોરંજન પૂરૂ પાડ્યું હતું. જોકે પહેલી ઈનિંગમાં ઈન્ડિયન બેટર નિષ્ફળ રહેતા ટીમ માત્ર 202 રન કરી શકી હતી. પરંતુ આ ઈનિંગમાં બોલર્સે શાનદાર બેટિંગ કરી હતી. જેમાં અશ્વિનના 46 રનથી લઈ બુમરાહની તોફાની બેટિંગે ફેન્સના દિલ જીત્યા હતા. બુમરાહની આ ઈનિંગમાં તેણે એક શાનદાર સિક્સ મારી હતી જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

62મી ઓવરમાં બુમરાહને વિસ્ફોટક બેટિંગ
મેચની 62મી ઓવરમાં જસપ્રીત બુમરાહે કગિસો રબાડાની ઓવરમાં શાનદાર સિક્સ મારી હતી. ઉલ્લેખનીય છે કે આ ઓવરમાં બૂમ બૂમ બુમરાહે 2 ચોગ્ગા અને એક શાનદાર સિક્સ મારી હતી. તેણે આ ઓવરમાં કુલ 14 રન કર્યા હતા. તેવામાં ત્રીજા બોલ પર રબાડાએ શોર્ટ પિચ બોલ નાંખ્યો હતો, પરંતુ બુમરાહ આક્રમક મૂડમાં હોવાથી તેણે પરફેક્ટ ટાઈમિંગ સાથે સિક્સ મારી હતી.

બુમરાહની સિક્સ જોઈ તેની પત્નીનું રિએક્શન વાઈરલ
રબાડા જેવા બોલરને સિક્સ મારી હોવાથી બુમરાહની પત્ની પણ ખુશ થઈ ગઈ હતી. તે સ્ટેન્ડ્સમાં બેઠા બેઠા તાળિઓ પાડીને બુમરાહને ચિયર કરતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં બુમરાહે સિક્સ માર્યા પછી મિડ ઓન પર ચોગ્ગો પણ માર્યો હતો. ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગમાં બુમરાહે 11 બોલમાં 14 રન કર્યા હતા.

બીજા દિવસે બુમરાહ પાસે બોલિંગની આશા
ઈન્ડિયન ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પાસે મેચના બીજા દિવસે સારી બોલિંગની આશા રહેશે. તેવામાં ટીમ ઈન્ડિયા 200 રનની અંદર દ.આફ્રિકન ટીમને ઓલઆઉટ કરવા પ્રયત્ન કરશે. તેવામાં જસપ્રીત બુમરાહનો રોલ મહત્ત્વપૂર્ણ રહેશે. ઉલ્લેખનીય છે કે શમી અને સિરાજ સાથે બુમરાહે પહેલી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી.

ઈન્ડિયન ટીમના બેટરનો ફ્લોપ શો
જોહાનિસબર્ગમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેવામાં ઓપનિંગ પાર્ટનરશિપ કંઈ ખાસ કરી શકી નહોતી અને મયંક અગ્રવાલ 26 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ત્યારપછી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા પુજારા 3 રન અને રહાણે 0 રન કરી આઉટ થતા ઈન્ડિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે કે.એલ.રાહુલની ફિફ્ટી અને અશ્વિનના 46 રને ટીમ ઈન્ડિયાને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...