તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • After Jadeja Vihari Now Bumrah Can Also Play Outside, Pant As A Batsman; Shardul Natarajan Will Get A Chance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોથી ટેસ્ટ પહેલાં 9મો ઝટકો:જાડેજા-વિહારી પછી હવે બુમરાહ પણ બહાર, મયંક પણ ઈજાગ્રસ્ત; પંત બેટ્સમેન તરીકે રમી શકે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ રમવાની છે. એના પ્રથમ પ્લેઈંગ-11ને લઈને મુશ્કેલી સર્જાઈ છે. જસપ્રીત બુમરાહ 8મો એવો ખેલાડી છે, જે આ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાથી બહાર થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, બુમરાહને પેટના નીચેના હિસ્સાની માંસપેશી(એબ્ડોમિનલ સ્ટ્રેન)માં ખેંચાણ છે. જ્યારે મયંક અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે પણ બ્રિસબેન ટેસ્ટમાં રમશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.

ઓસ્ટ્રેલિયા ટૂર પર અત્યાર સુધીમાં 9 ખેલાડી ઈન્જર્ડ થઈ ગયા છે. હનુમા વિહારીને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અને રવીન્દ્ર જાડેજાના અંગૂઠામાં ફ્રેકચર છે. વિહારી અને જાડેજા પહેલા જ બ્રિસ્બેન ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. બુમરાહની જગ્યાએ ટી. નટરાજન અને જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ, ઋષભ પંતની ડાબી કોણીમાં ઈજા પહોંચી છે. આ કારણે તેને એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સામેલ કરી શકાય છે. ઋદ્ધિમાન સાહા સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર તરીકે ટીમમાં આવી શકે છે.

મયંક અગ્રવાલને પ્રેક્ટિસ સેશનમાં થઈ ઈજા
મયંક અગ્રવાલને પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. જે બાદ તેને સ્કેન માટે લઈ જવાયો હતો. તેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. ઈજા ગંભીર ન હોવાને કારણે તે બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ઈજા ગંભીર ન હોવાને કારણે તેને અથવા સાહા બેમાંથી એકને વિહારીના રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવી શકે છે.

ઇશાંત અને ભુવનેશ્વર ઇજાને લીધે ટૂર પર આવી શક્યા નહીં

  • ટીમના મુખ્ય ફાસ્ટ બોલર્સ ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ઇજાને લીધે ટૂર પર આવી શક્યા નહોતા.
  • ઇશાંતને ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પીઠમાં ઇજા થઇ હતી. તે IPL પણ પૂરી રમી શક્યો નહોતો અને વહેલો વતન પરત થયો હતો.
  • કહેવામાં આવી રહ્યું હતું કે તે કદાચ અંતિમ બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે, પરંતુ તે સમયસર ફિટ નહોતો થયો.
  • બીજી તરફ, ભુવનેશ્વર કુમાર પણ હેમસ્ટ્રિંગની ઇજાને કારણે આખી IPL રમી શક્યો નહોતો.
  • તે પણ ઇશાંત માફક સમયસર ફિટ થયો નહોતો અને પરિણામરૂપે ઓસ્ટ્રેલિયન ટૂર મિસ કરી હતી.
  • ભુવિ અત્યારે ફિટ છે અને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે.

બેટ્સમેનમાં રાહુલ પછી વિહારી પણ સિરીઝની બહાર થયો

  • લોકેશ રાહુલ પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શક્યો નહોતો.
  • ઓપનર્સ પૃથ્વી શો અને મયંક અગ્રવાલ તેમજ મિડલ ઓર્ડરમાં હનુમા વિહારી ફ્લોપ જતાં રાહુલ ત્રીજી મેચમાં રમવા તૈયાર હતો.
  • જોકે તેને નેટ્સમાં કાંડામાં ઈજા થઇ હતી અને ટૂરની બહાર થઇ ગયો હતો.
  • જ્યારે હનુમા વિહારીને આજે બેટિંગ દરમિયાન ઝડપથી એક રન લેવા જતા હેમસ્ટ્રિંગ ખેંચાઈ ગઈ હતી.
  • ત્યાર બાદ તેણે ભાગ્યે જ રન લીધા હતા અને એક તરફથી છેડો સાચવી મેચ ડ્રો કરાવી હતી.
  • વિહારી હેમસ્ટ્રિંગના લીધે સિરીઝની બહાર થઇ ગયો છે અને અંતિમ મેચમાં રમી શકશે નહીં.

જાડેજા બાપુ 6 અઠવાડિયાં માટે ક્રિકેટથી દૂર રહેશે

  • રવીન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કનો બોલ ડાબા હાથના અંગૂઠામાં વાગ્યો હતો.
  • તે આજે પેઇનકિલર્સ અને ઇન્જેક્શન લગાવીને બેટિંગ માટે ઉપલબ્ધ હતો, પરંતુ ટીમ ખુશ છે કે તેનો વારો ન આવ્યો અને ભારતે મેચ બચાવી લીધી.
  • જાડેજા હવે ભારત પરત ફરશે. તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઇ ગયો છે.

શમી અને ઉમેશે ઇજાના લીધે ભારત પરત ફરવું પડ્યું

  • ભારતનો જ નહીં, વર્લ્ડનો બેસ્ટ સિમ બોલર મોહમ્મદ શમી ઇજાને લીધે ટૂરની બહાર થઈ ગયો હતો.
  • તેને બેટિંગ દરમિયાન બોલિંગ હેન્ડ એટલે કે તેના જમણા હાથમાં બોલ વાગ્યો હતો.
  • ફ્રેક્ચરના લીધે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહેશે એ અંગે ચોક્કસાઈ સાથે કહી શકાય નહીં. તેને હાલ 35થી 40 દિવસ આરામ કરવાનું કહેવામાં આવ્યું છે.
  • જ્યારે ઉમેશ યાદવની કાફ મસલ ખેંચાઈ જતાં તે બીજી ટેસ્ટ પછી ભારત પરત ફર્યો હતો. તેણે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બોલિંગ પણ કરી નહોતી.

કમિન્સની બોલિંગમાં પુલ કરવા જતાં પંત ઈન્જર્ડ

  • ઋષભ પંતને ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પેટ કમિન્સનો બોલ પુલ કરવા જતાં કોણીમાં ઈજા થઇ હતી. એ પછી તે ફિલ્ડિંગમાં આવ્યો નહોતો.
  • જોકે તેણે બીજી ઇનિંગ્સમાં ધમાકેદાર 97 રન કરીને કાંગારૂનો જીવ ઊંચો કરી દીધો હતો.
  • તે ચોથી ટેસ્ટ પહેલાં ફિટ થઇ જશે કે નહીં એ અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી.

અંતિમ ટેસ્ટમાં ઈજાને લીધે શું ફેરફાર થઈ શકે છે?

  • ત્રીજી ટેસ્ટમાં રમેલા રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારી સત્તાવાર રીતે સિરીઝની બહાર થઈ ગયા છે.
  • જ્યારે ઋષભ પંત પણ લગભગ ચોથી ટેસ્ટ નહીં જ રમે એવું નક્કી છે. તેવામાં ભારતે બે મિડલ ઓર્ડર બેટ્સમેન અને એક બોલિંગ ઓલરાઉન્ડરની જગ્યા ભરવાની છે.
  • જે ખેલાડીઓ ત્રીજી મેચ નહોતા રમ્યા અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે, એમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો, રિદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ અને ટી. નટરાજન છે.
  • સાહા પંતની જગ્યા કીપર તરીકે રમી શકે છે, જ્યારે મયંકનો ટીમમાં સમાવેશ થશે.
  • તે રોહિત સાથે ઓપનિંગ કરશે અને શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં વિહારીની જગ્યાએ રમે તેવી સંભાવના પ્રબળ છે.
  • જાડેજાની જગ્યાએ સ્ક્વોડમાં કોઈ ઓલરાઉન્ડર નથી, તેમાં જોવાનું રહેશે કે ભારત કુલદીપ યાદવને તક આપે છે કે પછી શો કે નટરાજનમાંથી એકને સ્થાન મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser