તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Bumrah Impressed Me The Most Among Indian Bowlers, I Am A Fan Of Him, He Can Take 400 Wickets In Tests: Ambrose

વખાણ:લોકો ભલે એમ્બ્રોસને ઘાતક માને પણ એમ્બ્રોસના મતે બુમરાહ સૌથી 'ડેડલી' બોલર, કહ્યું- 'ફિટ રહેશે તો 400 વિકેટ લેશે'

3 મહિનો પહેલા

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર્સ કર્ટલી એમ્બ્રોસનું માનવું છે કે "ભારતીય ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ સૌથી અલગ છે અને તેણે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. જો તે પોતાનો ફિટનેસ સ્તર જાળવી શકે તો ટેસ્ટમાં 400 વિકેટ ઝડપી શકે છે."

બુમરાહનો ફેન છું
98 ટેસ્ટમાં 405 વિકેટ લેનાર એમ્બ્રોસે એક યુટ્યૂબ શોમાં કહ્યું હતું કે "ભારત પાસે ઘણા સારા ફાસ્ટ બોલર્સ છે, પણ હું બુમરાહનો ફેન છું. તે અસરકારક છે અને મને ખાતરી છે કે આગળ પણ પોતાનું સારું પ્રદર્શન જારી રાખશે. તે બોલને સિમ અને સ્વિંગ બંને કરાવે છે. તે યોર્કર નાખવામાં પણ એક્સપર્ટ છે. જો તે પોતાની ફિટનેસ જાળવી રાખશે તો ટેસ્ટમાં 400 વિકેટ જરૂર લેશે." ઉલ્લેખનીય છે કે અત્યારે બુમરાહે 19 ટેસ્ટમાં 83 વિકેટ લીધી છે.

શોર્ટ-રનઅપને લીધે ઇજાનું જોખમ
એમ્બ્રોસે કહ્યું હતું કે "શોર્ટ-રનઅપને લીધે બુમરાહને ઇજાનું જોખમ છે. આ વાતને વિસ્તારથી સમજાવતાં વિન્ડીઝના દિગ્ગજે કહ્યું હતું કે ફાસ્ટ બોલિંગમાં રિધમ મહત્ત્વની છે. બોલ નાખ્યા પહેલાં એક લય મેળવવો જરૂરી છે. બુમરાહની રનઅપ-શોર્ટ છે અને તે બોલ નાખ્યા પહેલાં 2-3 વાર જોગ કરે છે. એનાથી તેના શરીરમાં એક ખેંચ આવે છે. એ જર્ક ઈજાગ્રસ્ત કરી શકે છે. તેથી એ જોવાનું રહેશે કે બુમરાહ લાંબા અંતરે પોતાની ફિટનેસ કઈ રીતે જાળવી રાખે છે."