16 સપ્ટેમ્બરે T20 વર્લ્ડ કપ માટે ટીમની થશે જાહેરાત:બુમરાહ અને હર્ષલે આપવી પડશે ફિટનેસ ટેસ્ટ; નેટ્સમાં પટેલે બોલિંગ કરી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં થનારા T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીનું સિલેક્શન 16 સપ્ટેમ્બરે કરવામાં આવશે. તો ઈજાના કારણે એશિયા કપની બહાર થઈ ગયેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલને પણ ફિટનેસ ટેસ્ટ આપવી પડશે. જેના માટે તેમને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)સ્થિત બોલાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે T20 વર્લ્ડ કપ માટે ટીમ સિલેક્શન કરતા પહેલા આ બન્ને ખેલાડીની ફિટનેસ અપડેટ જાણવા માટે તેમને NCA ખાતે બોલાવવામાં આવ્યા છે. જેનાં કારણે સિલેક્ટર્સને ખ્યાલ આવે કે આ બન્ને ખેલાડીઓ વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ શક્શે કે નહિ.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હર્ષલ પટેલે નેટ્સમાં બોલિંગ કરવાની શરૂ કરી દીધી છે. અને તેના પરથી લાગી રહ્યુ છે કે તે કમબેક કરવા માટે પૂરી રીતે તૈયાર છે. જોકે જસપ્રિત બુમરાહે હજુ સુધી નેટ્સમાં બોલિંગ શરૂ કરી નથી. તો સિલેક્ટર્સ, કેપ્ટન રોહિત અને કોચ રાહુલ દ્રવિડ બુમરાહની ફિટનેસના રિપોર્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં થનાર છે. જેનો આરંભ ઓક્ટોબર મહિનામાં થવાનો છે. T20 વર્લ્ડ કપની પહેલી મેચ 16 ઓક્ટોબરે રમાશે. જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે રમાશે. ભારત તેની પહેલી મેચ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે રમશે.

બુમરાહ સાઈડ સ્ટ્રેનની ઈજાથી ઝઝૂમી રહ્યો હતો.
બુમરાહ સાઈડ સ્ટ્રેનની ઈજાથી ઝઝૂમી રહ્યો હતો.

ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા હતા
જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા હતા. આ બન્ને ખેલાડીઓની ગેરહાજરીથી ભારતને પણ ભારે નુક્સાની ભોગવવી પડી છે. જસપ્રિત બુમરાહ સાઈડ સ્ટ્રેઈનની ઈજાથી ઝઝૂમી રહ્યો છે. તો હર્ષલ પટેલને પાંસળીમાં ઈજા પહોંચી હોવાના લીધે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો.

હર્ષલ પટેલે IPL 2022માં 15 મેચમાં કુલ 19 વિકેટ લીધી હતી.
હર્ષલ પટેલે IPL 2022માં 15 મેચમાં કુલ 19 વિકેટ લીધી હતી.

હર્ષલ પટેલ ડેથ ઓવર્સમાં સ્પેશ્યલિસ્ટ બોલર
હર્ષલ પટેલએ ગયા વર્ષે ડેબ્યૂ કર્યા પછી T20માં ભારત માટે ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરી રહ્યો છે. 2022માં તેણે 15 T20માં 8.76ની ઇકોનોમી સાથે 19 વિકેટ ઝડપી છે. આ લિસ્ટમાં ભુવનેશ્વર કુમારે 10 મેચમાં 20 વિકેટ ઝડપી છે. ચો હર્ષલ પટેલે IPLની પાછલી બે સિઝનમાં કમાલની બોલિંગ કરી હતી. તેણે IPL 2021માં 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. અને પર્પલ કૈપ જીતી હતી. તો આ વર્ષે IPLમાં તેણે 15 મેચમાં 19 વિકેટ લીધી હતી.