IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સના હેડ કોચ બ્રેન્ડન મેક્કલમને નવી જવાબદારી મળી ગઈ છે. તેમને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) ટેસ્ટ ટીમના હેડ કોચ તરીકે પસંદ કર્યા છે. આના કારણે હવે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા મેક્કલમ હવે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમને નવી દિશા આપવા મદદ કરતા જોવા મળશે. વળી અત્યારે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં જંગી ફેરફાર થઈ રહ્યા છે. અગાઉ જો રૂટના રાજીનામા પછી બેન સ્ટોક્સને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો.
જો રૂટના રાજીનામા પછી ફેરફાર શરૂ
ઇંગ્લેન્ડની ટીમ છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. જેના પરિણામે જો રૂટે કેપ્ટનશિપ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી રોબ કીને મેન્સ ટીમના મેનેજમેન્ટ ડાયરેક્ટર બનાવવાની સાથે જ બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવી દેવાયો હતો.
બ્રોડ-એન્ડરસનનું કમબેક લગભગ નક્કી
મેક્કલમ તથા સ્ટોક્સના આગમનથી બ્રોડ અને એન્ડરસનની જોડી ફરીથી મેદાનમાં સાથે જોવા મળી શકે છે. અગાઉ એવા સવાલો ઉઠી રહ્યા હતા કે યુવા ફાસ્ટ બોલર્સને તક મળશે આ બંનેની કારકિર્દી જોખમાશે પરંતુ એવું થયું નહીં. અત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે ઇંગ્લેન્ડની જે આગામી ટેસ્ટ સિરીઝ રહેશે તેના 25 સંભવિત ખેલાડીની યાદીમાં બ્રોડ અને એન્ડરસનની એન્ટ્રી લગભગ નક્કી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.