• Gujarati News
  • Sports
  • Cricket
  • Bravo Releases Helicopter 7 Song For Dhoni, Wife Sakshi Says With A New Year You Become More Sweet And Smart

ધોનીનો 39મો જન્મદિવસ:બ્રાવોએ ધોની માટે હેલિકોપ્ટર-7 ગીત રિલીઝ કર્યું, પત્ની સાક્ષીએ કહ્યું- એક નવા વર્ષ સાથે તમે વધુ સ્વીટ અને સ્માર્ટ થઈ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોનીએ ગઈ વખતે પણ પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. - Divya Bhaskar
ધોનીએ ગઈ વખતે પણ પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે 38મો જન્મદિવસ ઉજવ્યો હતો.
  • ધોનીને રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી સહિત અનેક દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 39 વર્ષનો થયા છે. પત્ની સાક્ષીને અભિનંદન આપતા કહ્યું હતું કે નવા વર્ષ સાથે ધોની થોડા વધારે સ્વીટ અને સ્માર્ટ બન્યા છે. તેમના સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સહિતના ઘણા દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા છે. બ્રાવોએ ગિફ્ટ તરીકે હેલિકોપ્ટર-7 ગીત પણ રિલીઝ કર્યું છે.

સાક્ષીએ ધોનીના ઘણા ફોટા શેર કર્યા છે. મોટાભાગની તસવીરોમાં ધોની પોતાના પાલતુ કૂતરાઓ સાથે રમતા નજરે પડે છે. સાક્ષીએ લખ્યું- “જીવનનું એક વર્ષ વધ્યું છે. આની સાથે તમે થોડા વધુ સ્વીટ અને સ્માર્ટ બની ગયા છો. તમે તે પ્રકારના વ્યક્તિ છો જે સ્વીટ વિશિઝ અને ગિફ્ટથી વધુ પ્રભાવિત થતા નથી. ચાલો તમારા જીવનના વધુ એક વર્ષને ઉજવીએ."

ચેન્નાઇસુપરકિંગ્સેબ્રાવોનુંગીતશેરકર્યું
ડ્વેન બ્રાવોએ ધોની માટે હેલિકોપ્ટર-7 સોન્ગ રિલીઝ કર્યું છે. આ સોન્ગમાં બ્રાવોએ ધોનીની ક્રિકેટિંગ જર્ની બતાવી છે. ધોની રેલવેમાં ટિકિટ ચેકર રહ્યો છે. ગીતમાં તે પણ બતાવવામાં આવ્યું છે. ચેન્નાઇ સુપરકિંગ્સે આ સોન્ગ શેર કર્યું છે.

ICCઅનેBCCIએઅભિનંદનપાઠવ્યા
ભારતીય ક્રિકેટ બોર્ડે ધોનીએ ફટકારેલા શાનદાર છગગાઓનો એક વીડિયો શેર કર્યો. બોર્ડે લખ્યું- એક વ્યક્તિ, સુખની અસંખ્ય ક્ષણો. ચાલો, ધોનીનો જન્મદિવસ તેના કેટલાક શાનદાર છગ્ગાઓ સાથે ઉજવીએ." ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક વીડિયો શેર કર્યો જેમાં વિરાટ કોહલી અને અંગ્રેજી ક્રિકેટર બેન સ્ટોક્સે ધોનીને અભિનંદન આપ્યા. ICCએ કેપ્શનમાં લખ્યું છે - મને નથી લાગતું કે તેમના જેવું બીજું કોઈ હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...