તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
16 વર્ષ પછી ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે. બંને દેશોના બોર્ડ વચ્ચે આ અંગે સહમતિ થઇ ગઈ છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે બુધવારે આ અંગે પુષ્ટિ કરી હતી.
ઇંગ્લેન્ડ આવતા વર્ષે ભારતમાં T-20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનમાં 2 T-20 મેચોની સીરિઝ રમશે. આ મેચ 15 અને 16 ઓક્ટોબરના રોજ કરાચીમાં રમાશે. પાકિસ્તાને ઇંગ્લેન્ડને આવતા વર્ષે જાન્યુઆરીમાં રમવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડે ટોપ પ્લેયર્સની ગેરહાજરીના લીધે ટૂર પોસ્ટપોન કરી હતી. ટીમ ઇન્ડિયા ઓગસ્ટમાં 5 ટેસ્ટની સીરિઝ રમવા ઇંગ્લેન્ડના પ્રવાસે જશે.
2005 પછી પાકિસ્તાનના પ્રવાસે જશે ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડ 12 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચશે અને 16 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ભાગ લેવા ભારત રવાના થશે. ઇંગ્લેન્ડની ટીમ છેલ્લે 2005માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. તે સમયે પાકિસ્તાન સામે 3 ટેસ્ટ અને 5 વનડેની સીરિઝ રમી હતી. તે પછી 2012 અને 2015માં પાકિસ્તાનની જગ્યાએ સીરિઝ UAEમાં રમાઈ હતી.
ઇંગ્લેન્ડ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હોરિસને કહ્યું કે, અમને આ જાહેરાત કરતા ઘણી ખુશી થાય છે કે, ઇંગ્લેન્ડની T-20 ટીમ આવતા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાન રમવા જશે.
ભારત-ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટનો શેડ્યૂલ:
મેચ | ડેટ | પ્લેસ |
1st Test | 4-8 AUG | નોટિંગહમ |
2nd | 12-16 AUG | લોર્ડ્સ |
3rd | 25-29 AUG | લીડ્સ |
4th | 2-6 SEP | ઓવલ |
5th | 10-14SEP | માન્ચેસ્ટર |
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.