બેંગ્લોરની 8 વિકેટે રોયલ જીત:સોફી ડિવાઇને 275ની સ્ટ્રાઈક રેટ સાથે 99 રન ફટકાર્યા; 28 બોલ રાખીને જ ટાર્ગેટ ચેઝ કરી લીધો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે બીજી ડબલ હેડર છે. મુંબઈ-યુપીની મેચ પૂરી થયા પછી ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં બેંગ્લોરને 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે બેંગ્લોરે 15.2 ઓવરમાં 2 વિકેટે ચેઝ કરી લીધો હતો. આ ચેઝ એકમાત્ર ખેલાડીના કારણે શક્ય બની છે. સોફી ડિવાઇને તોફાની બેટિંગ કરી હતી. તે 1 રન સદી ચૂકી ગઈ હતી. સોફી ડિવાઇને પોતાની 36 બોલમાં 99 રનની ધમાકેદાર ઇનિંગમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 275ની રહી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 37 રન બનાવ્યા હતા. હીથર નાઇટે 22* રન અને એલિસ પેરીએ 19* રન કર્યા હતા. સ્નેહ રાણા અને કીમ ગાર્થે 1-1 વિકેટ લીધી હતી. આ જીત સાથે જ બેંગ્લોરની પ્લેઑફની આશા જીવંત રહી છે.

ગુજરાત જાયન્ટ્સની ઇનિંગ...
ગુજરાતે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 188 રન બનાવ્યા હતા. લૌરા વોલ્વાર્ટે 42 બોલમાં 68 રન ફટકાર્યા હતા. તો એશ્લે ગાર્ડનરે 26 બોલમાં 41 રન બનાવ્યા હતા. અંતમાં દયાલન હેમલતાએ 16* રન અને હરલીન દેઓલે 12* રનની નાનકડી પણ એન્ટરટેઇનિંગ ઇનિંગ રમીને સ્કોરને 188 રન સુધી પહોંચાડ્યો હતો. બેંગ્લોર તરફથી શ્રેયાંકા પાટીલે 2 વિકેટ, જ્યારે સોફી ડિવાઇન અને પ્રીતિ બોસને 1-1 વિકેટ મળી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-1

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિસ પેરી, હીથર નાઇટ, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રેયાંકા પાટીલ, દિશા કસાત, મીગન શટ, શોભના આશા, રેણુકા સિંહ ઠાકુર અને કનિકા અહુજા

ગુજરાત જાયન્ટ્સ (GG): સ્નેહ રાણા (કેપ્ટન), સોફિયા ડંકલી, લૌરા વોલ્વાર્ટ, એશ્લે ગાર્ડનર, હરલીન દેઓલ, દયાલન હેમલતા, સુષ્મા વર્મા (વિકેટકીપર), કીમ ગાર્થ, તનુજા કંવર, માનસી જોશી અને અશ્વિની કુમારી.

બન્ને જ ટીમ માટે આજની મેચ જીતવી જરૂરી છે. જો જીતશે, તો પ્લેઑફની આશા જીવંત રહેશે

ગુજરાતે 6 મેચમાંથી 2 મેચ જીતી છે, જ્યારે બેંગ્લોરે એક જ મેચ જીતી છે. તેવામાં પ્લેઑફની રેસમાં જીવંત રહેવા માટે આજની મેચ ઇન્ટરેસ્ટિંગ થઈ શકે છે

ગુજરાતે નંબર-2 દિલ્હીને હરાવી
ગુજરાત જાયન્ટ્સે શરૂઆતમાં કંઈ ખાસ કરી શકી નહોતી. ટીમને મુંબઈ સામેની પહેલી જ મેચમાં 143 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પછીની 4 મેચમાંથી 3 મેચમાં પણ હાર મળી હતી. એકમાત્ર જીત બેંગ્લોરની સામે આવી હતી. પરંતુ ગત મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 11 રને રોમાંચક મેચમાં જીત મેળવી હતી

દિલ્હીની જીત પછી ટીમના 4 પોઇન્ટ્સ થઈ ગયા છે અને ચોથા નંબરે છે. આજની મેચ જો જીતી જશે, તો ટીમના 6 પોઇન્ટ્સ થઈ જશે, અને ત્રીજા નંબરે પણ પહોંચી શકે છે.

બેંગ્લોરને 2 મેચમાં 2 જીત જોઈએ
રોય ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ગુજરાત કરતા પણ ખરાબ રહી હતી. ટીમને સતત પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને એકમાત્ર જીત ગત મેચમાં યુપી સામે મળી હતી.

બેંગ્લોર અત્યારે 6 મેચમાં એક જીત અને 2 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આજની મેચ જીતવા પર ટીમના 4 પોઇન્ટ્સ થશે અને ગુજરાત અને યુપીની બરાબરી કરી શકે છે. સાથે જ પોતાના પ્લેઑફમાં પહોંચવાની આશા જીવંત રાખી શકે છે. જો ટીમ પોતાની બચેલી મેચ જીતી જશે, તો 6 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને ફિનિશ કરી શકે છે. આનાથી એલિમિનેટરની આશા રહેશે.

પિચ રિપોર્ટ
બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકુળ છે. અહીં સ્પિનર્સને પણ મદદ મળે છે. ગ્રાઉન્ડ પર WPLનો એવરેજ સ્કોર 155 રન છે.

અન્ય સમાચારો પણ છે...