ICCએ આપ્યું BCCIને અલ્ટિમેટમ:ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે બોર્ડને 28 જૂન સુધીનો સમય આપ્યો, ફેલ થયા તો UAE શિફ્ટ થશે ટૂર્નામેન્ટ

દુબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ ICCની મીટિંગમાં ભાગ લેવા દુબઈ ગયા હતા

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI )વચ્ચે મંગળવારે મળેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ICC મીટિંગમાં BCCIને ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની સમીક્ષા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં જો ભારતમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો ટૂર્નામેન્ટને UAE શિફ્ટ કરી દેવામાં આવશે. જોકે આ દરમિયાન હોસ્ટ કરવાનો અધિકાર BCCI પાસે જ રહેશે. ફક્ત મેદાન UAEના રહેશે.

ટી-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ પહેલાં IPL 2021 સીઝનની બાકીની 31 મેચનું પણ આયોજન થશે. આ મેચ 18-19 સપ્ટેમ્બરથી 10 ઓક્ટબર સુધી થઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. બુધવારે IPLને લઈને BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ અમીરાત ક્રિકેટ બોર્ડની સાથે આ મુદ્દે મીટિંગ કરી શકે છે.

ICC ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે સૌરવ ગાંગુલી અને જય શાહ.
ICC ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે સૌરવ ગાંગુલી અને જય શાહ.

બેઠકમાં આ મુદ્દાઓ પર લેવામાં આવ્યો નિર્ણય...
1. ટી-20 વર્લ્ડ કપઃ
આવશે.

UAE પહેલાંથી જ બોર્ડના પ્લાન-Bમાં સામેલ
ભારતીય બોર્ડે 29 મેનાં રોજ રાજ્ય ક્રિકેટ સંઘને જણાવ્યું હતું કે તેઓ ICCથી વર્લ્ડ કપને લઈને એક મહિનાનો વધુ સમય માગશે. જોકે હવે જે રીતે તમામ અધિકારી UAE પહોંચ્યા છે એનાથી લાગી રહ્યું છે કે વર્લ્ડ કપને UAEમાં આયોજિત કરવા માટે અંદરોદર સહમતી બની રહી છે.
ભારતીય બોર્ડે વર્લ્ડ કપ માટે પહેલાંથી જ UAEને પોતાના પ્લાન Bમાં સામેલ કરી રાખ્યું હતું. વર્લ્ડ કપ માટે ટૂર્નામેન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવેલા ધીરજ મલ્હોત્રાએ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો ભારતમાં આયોજન શક્ય નહીં થાય તો UAE પ્લાન-બી છે.

રેવન્યુ શેરિંગનો મોટો મુદ્દો
જો વર્લ્ડ કપ UAEમાં રમાશે તો BCCI અને UAE વચ્ચે રેવન્યુ શેરિંગનો મુદ્દો મોટો બની શકે છે. BCCIએ પહેલેથી જ કહી રાખ્યું છે કે ભલે જ આયોજન બહાર કરાવવું પડે, પરંતુ તેઓ આયોજક હોવાનો અધિકાર નહીં ગુમાવે. એવામાં ટૂર્નામેન્ટ UAEમાં રમાશે તો ભારતીય બોર્ડને અમીરાત ક્રિકેટ બોર્ડની સાથે રેવન્યુ શેરિંગ કરવી પડશે.

IPL બાદ વિશ્વ કપ પણ UAEમાં થાય તો..
UAEમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. વિશ્વ કપ પણ UAEમાં યોજવાની સ્થિતિમાં IPLની તમામ નોટઆઉટ મેચ અને ફાઈનલ એક જ મેદાન પર યોજાઈ શકે છે. આ સંજોગોમાં એક સ્ટેડિયમ સિવાય અન્ય 2 સ્ટેડિયમ આશરે 15 દિવસ અગાઉ એટલે કે 2-3 ઓક્ટોબર સુધી ICC યોજી શકે છે.

IPLની બાકીની મેચ અને વિશ્વ કપ સહિત કુલ 76 મેચ યોજાઈ શકે છે. આટલા ઓછા સમયમાં ત્રણ સ્ટેડિયમમાં 76 મેચ યોજવાથી પિચ ઘણી ધીમી થઈ શકે છે. માટે બોર્ડે IPLની કેટલીક મેચ બાદ બે સ્ટેડિયમ રિલીઝ કરવા પડી શકે છે. તેનાથી ICC T-20 વિશ્વ કપની તૈયારી પણ શરૂ કરી શકશે. જ્યારે 9 અથવા 10એ IPL ફાઈનલ હોવાથી ICCને ત્રીજુ ગ્રાઉન્ડ પણ આશરે એક સપ્તાહ અગાઉ સોંપવામાં આવી શકે છે.

આ ફોટો ગત વર્ષે UAEમાં રમાયેલી IPL સમયની છે. જય શાહ અને ગાંગુલીની સાથે BCCI કોષાધ્યક્ષ અરુણ ધૂમલ અને IPLના ચેરમેન બ્રજેશ પટેલ છે.
આ ફોટો ગત વર્ષે UAEમાં રમાયેલી IPL સમયની છે. જય શાહ અને ગાંગુલીની સાથે BCCI કોષાધ્યક્ષ અરુણ ધૂમલ અને IPLના ચેરમેન બ્રજેશ પટેલ છે.

2.ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP): ICCએ આગામી FTP 2023થી 2031 સુધી વનડે વિશ્વકપમાં 14 ટીમનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે, જ્યારે ટી-20 વિશ્વકપમાં 20 ટીમ રમશે. અત્યારસુધી વનડે વિશ્વ કપમાં ફક્ત 10 ટીમ જ રમશે. વર્તમાન FTPમાં કોરોનાને લીધે ઘણું નુકસાન થયું હતું. આ સંજોગોમાં ICCના નવા નિયમથી ક્રિકેટ રમનારા અનેક નાના દેશને ફાયદો થશે.

3. એક ICC ઈવેન્ટ પ્રત્યેક વર્ષઃ આગામી FTPમાં 8 ICC ઈવેન્ટ યોજવા અંગે પણ સહમતી બની છે. વર્ષ 2019માં ICCએ આ અંગે નિર્ણય લીધો હતો. પણ BCCI સહિત બિગ-3 નેશન્સએ તેમાં રસ દર્શાવ્યો ન હતો. એનો અર્થ એવો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ફરીથી 50 ઓવરમાં રમાઈ શકે છે. વર્ષ 2018માં આ ટૂર્નામેન્ટને હટાવી T-20 વિશ્વકપને જોડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...