ભારતીય મહિલા ટીમે ગત વન-ડે અને ટી20 વર્લ્ડ કપમાં ફાઇનલ સુધીની સફર કરી હતી. તેમ છતાં ટીમ હજુ પણ પોતાની પહેલી આઈસીસી ટ્રોફીની રાહ જોઇ રહી છે. ટીમે 1978માં પહેલી વન-ડે મેચ રમી હતી. તો 1973થી વન-ડે રમી રહેલ ઓસ્ટ્રેલિયાએ 6 અને ઇંગ્લેન્ડે 4 વર્લ્ડ કપ જીત્યા છે.
2018 માં એશિયા કપ ફાઇનલમાં ટીમને બાંગ્લાદેશથી હાર મળી હતી. આ બધામાં મોટુ કારણ ટીમ થોડા ખેલાડીઓ પર જ નિર્ભર રહેવું છે. ટીમમાં બદલાવ પણ ઘણા થતા હતા. 351 વન-ડે રમનાર ઇંગ્લેન્ડે અત્યાર સુધી 134 ખેલાડીઓને તક આપી છે. તો ભારતે 277 મેચ માટે 130 ખેલાડીઓને તક આપી છે. ટીમમાં અનેક વિવાદો થાય છે. જેની અસર સીધી ટીમના પ્રદર્શનમાં જોવા મળે છે.
1. સ્થાનિક ક્રિકેટમાં રમતનું સ્તર ઘણું નીચું
ટીમના નબળા પ્રદર્શન પાછળના કારણોમાંનું એક સ્થાનિક કક્ષાએ ક્રિકેટની ક્વોલિટી ખરાબ છે. 2017 માં અંડર 19 ટુર્નામેન્ટમાં નાગાલેન્ડ ટીમ 2 રન પર ઓલઆઉટ થઇ ગઇ. આઈપીએલ બાદ પુરૂષ ક્રિકેટમાં ઘણો બદલાવ આવ્યો. પણ મહિલા આઈપીએલ સારી રીતે શરૂ જ થઇ શકી નહીં.
3 વર્ષથી મહિલા IPL થઇ રહી છે. જેમાં માત્ર 9 મેચ જ થઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 2015થી મહિલા બિગ બેશ રમાડી રહ્યું છે. 2016 થી ઇંગ્લેન્ડે પણ સુપર લીગ શરૂ કરી છે.
2. સિનિયર મહિલા વન-ડે લીગની મોડી શરૂઆત
ઇંગ્લેન્ડમાં 1997 થી મહિલા કાઉન્ટી વન-ડે થઇ રહી છે. જેમાં વિદેશી ખેલાડી પણ રમે છે. કાઉન્ટીમાં પણ ડિવિઝન-1, ડિવિઝન-2 અને ડિવિઝન-3 ટુર્નામેન્ટ હોય છે.
ઓસ્ટ્રેલિયામાં મહિલા નેશનલ લીગ 1996 થી રમાય છે. વિદેશી ખેલાડીઓને તક અપાય છે. ભારતમાં આ દેશની તુલનામાં 10 વર્ષ બાદ 2006 માં સીનિયર વન-ડે લીગ શરૂ થઇ. જેમાં માત્ર એક ટીમનો દબદબો રહ્યો. 12માંથી 11 સિઝન રેલવેએ જીતી.
3. મહિલાઓને વધુ મહત્ત્વ નહીં
મહિલા ક્રિકેટને આગળ નહીં વધારવામાં BCCI પણ જવાબદાર છે. માર્ચ 2020 માં ટી20 વર્લ્ડ કપ ફાઇનલ રમ્યાના એક વર્ષ બાદ ટીમે માર્ચમાં દ.આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય સીરિઝ રમી.
શેડ્યુલ બનાવતા સમયે બોર્ડને મેચ અલગ-અલગ દિવસે રાખવાનું ધ્યાન રહ્યું નહીં. ભારત-ઇંગ્લેન્ડ મહિલા ટેસ્ટ (16 જુનથી) અને ટેસ્ટ ચેમ્પિયનશિપ (18 જુનથી) ટકરાશે. ટી20 ચેલેન્જ પણ મહિલા બિગ બેશ સમયે થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.