તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં બર્ડ ફ્લૂ સંક્રમણની પુષ્ટિ થઈ છે. થાન્દલા પાસે રુંડીપાડામાં એક પોલ્ટ્રી ફાર્મમાંથી ચાર દિવસ પહેલાં જ ભોપાલ મોકલવામાં આવેલાં એક કડકનાથ ચિકનમાંથી એકનો સેમ્પલ રિપોર્ટ સામે આવ્યો છે. એ સિવાય પ્રદેશના અન્ય 18 જિલ્લામાં જંગલી પક્ષીઓમાં એચ5એન8ની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ ફાર્મમાંથી જ કડકનાથનાં 2 હજાર ચિકનનો ઓર્ડર કર્યો હતો. વાતાવરણ ક્લિયર થાય એ પછી એને રાંચી પહોંચાડવાનાં હતાં.
રિપોર્ટ આવ્યા પછી જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારીઓ જિલ્લામાંથી પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યા હતા. એક કિલોમીટરના વિસ્તારમાં પક્ષીઓનો નિકાલ શરૂ થયો. આ વિસ્તારની તમામ મરઘીઓને એનેસ્થેસિયા આપીને મારવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને ઊંડા ખાડામાં દફનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
ફાર્મ-સંચાલકના જણાવ્યા અનુસાર, તેમના ફાર્મમાં છેલ્લા 4-5 દિવસમાં 1.5 હજારથી વધુ મુરઘીનાં મોત થયાં હતાં. આ ફાર્મમાં 550 કડકનાથ અને લગભગ 2800 ચિકન હતાં. પશુ-ચિકિત્સા વિભાગના અધિકારીઓ અને તહેસિલની ટીમ બધાને નષ્ટ કરવા માટે લઈ ગઈ છે.
પશુપાલન વિભાગના નાયબ નિયામક વિલ્સન ડાવરે જણાવ્યું હતું કે એ વિભાગની ટીમ સાથે રુંદીપાડા ગામમાં પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ આ ફાર્મમાંથી જ કડકનાથનાં 2 હજાર ચિકનનો ઓર્ડર કર્યો હતો. વાતાવરણ ક્લિયર થાય એ પછી તેમને રાંચી પહોંચાડવાનાં હતાં.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.