ભાસ્કર એનાલિસિસ:પ્લેઈંગ-11માં ત્રીજા ઝડપી બોલર અંગે રોહિત સામે મોટી સમસ્યા

મુંબઈ5 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • આજે ઈંગ્લેન્ડ-ભારત વચ્ચે 3 વન-ડેની સીરિઝનો પ્રથમ મુકાબલો
  • શાર્દુલ, સિરાજ, અર્શદીપ, પ્રસિદ્ધનું નામ રેસમાં, ઓવલમાં મેચ સાંજે 5.30 વાગ્યાથી રમાશે

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝ ભારતે પોતાના નામે કરી. જોકે, અંતિમ ટી-20 મેચમાં હાર નિરાશાજનક રહી, પરંતુ રવિવારે હાઈ સ્કોરિંગ મેચમાં ભારતે જે રીતે ટાર્ગેટ ચેઝ કર્યો, તે જોવા લાયક હતું. હવે ફોક્સ વન-ડે પર શિફ્ટ થયું છે. જેની 3 મેચની સીરિઝનો મંગળવારથી પ્રારંભ થશે. વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રતમ મેચ ઓવલમાં સાંજે 5.30 વાગ્યાથી શરૂ થશે.

2018માં ટી-20 સીરિઝ જીત્યા બાદ ભારત વન-ડે સીરિઝ હાર્યું હતું. તેથી રોહિતના નેતૃત્ત્વમાં ભારત આ વખતે પરિવર્તનની આશા રાખશે. ધવન લગભગ 1 વર્ષ બાદ ટોપ ઓર્ડરમાં જોડાશે. બેટિંગ-બોલિંગમાં બંને સારું કરનાર શાર્દુલ ઉપરાંત પ્રસિદ્ધ, સિરાજ અને શમી ઝડપી બોલિંગ યુનિટ મજબૂત કરશે.

આ ભારતની 12 મહિનામાં માત્ર નવમી વન-ડે રહેશે, પરંતુ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં રોહિત માટે ટીમની પસંદગી મુશ્કેલ રહેશે. ભારત 3 ફ્રન્ટ લાઈન પેસર અને 2 સ્પિનર સાથે રમી શકે છે. ત્રીજા ઝડપી બોલરની રેસમાં શાર્દુલ, પ્રસિદ્ધ, અર્શદીપ અને સિરાજના નામ સામેલ છે. બુમરાહ અને શમી મુખ્ય ફ્રન્ટ લાઈન પેસર તરીકે મેદાનમાં ઉતરશે. 1 વર્ષ બાદ વન-ડેમાં કમબેક કરનાર હાર્દિક પણ અમુક ઓવર બોલિંગ કરી શકે છે.

પિચ રિપોર્ટ: કેનિંગ્ટન ઓવલની પિચ સામાન્ય રીતે સપાટ રહે છે, જ્યાં મોટો સ્કોર જોવા મળે છે. ઝડપી બોલર્સને પ્રારંભમાં મદદ મળી શકે છે. બેટર અહીં બાઉન્સ પર વિશ્વાસ રાખી શૉટ રમી શકે છે. મેચ આગળ વધે તેમ સ્પિનર્સને મદદ મળવા લાગે છે.

ઈજાને કારણે વિરાટ કોહલી પ્રથમ મેચ ગુમાવશે
ભારતે ગત વર્ષે ઈંગ્લેન્ડમાં વન-ડે સીરિઝ રમી હતી, ત્યારથી ઘણું બદલાયું છે. બંને ટીમના કેપ્ટન નવા છે. મોર્ગને નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી છે. ઈંગ્લેન્ડની કેપ્ટન્સી બટલરને મળી છે. ટીમે નેધરલેન્ડ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રવાસે બટલર સ્ટાર ખેલાડી હતો. ભારત સામેની વન-ડે સીરિઝમાં રુટ, બેરસ્ટો અને બેન સ્ટોક્સ પણ ઈંગ્લેન્ડ ટીમમાં જોડાયા છે. જેથી ભારતે ઈંગ્લિશ લાઈન અપ સામે એલર્ટ રહેવું પડશે. બીજી તરફ ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ત્રીજી ટી-20માં થયેલી ઈજાને કારણે પ્રથમ વન-ડે ગુમાવે તેવી શક્યતા છે. ભારતે બેટિંગ સ્ટ્રેટેજી બદલવી પડશે, જેમ તેમણે ટી-20માં કર્યું હતું. યોગ્ય ખેલાડીઓને લાઈન-અપમાં રાખવાની જરૂર છે. ભારતમાં આગામી વર્ષે વન-ડે વર્લ્ડ કપ છે. આ કારણે અત્યારથી જ યોજના તૈયાર કરવી પડશે. બંને ટીમો વચ્ચે 19 દ્વિપક્ષીય સીરિઝ રમાઈ છે. ભારતે 10, ઈંગ્લેન્ડે 7 જીતી છે, 2 સીરિઝ ડ્રો રહી.

અન્ય સમાચારો પણ છે...