તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Big Brother Shared A Photo Of The Past And Present With Hardik How It All Started And How Everything Is Going

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃણાલની પ્રેરણાત્મક પોસ્ટ:મોટા ભાઈએ હાર્દિક સાથે ભૂતકાળ અને વર્તમાનનો ફોટો શેર કરીને લખ્યું- કઈ રીતે શરૂઆત થઈ અને કેવી રીતે બધું જઈ રહ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃણાલ પંડ્યાએ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે વનડે ડેબ્યુ કર્યું હતું

ભારતના ઓલરાઉન્ડર અને પંડ્યા બંધુઓમાં સીનિયર કૃણાલ પંડ્યાએ સોમવારે સોશિયલ મીડિયા પર એક પ્રેરણાત્મક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે 2 ફોટો મૂક્યા હતા. એક વર્તમાન સમયનો અને એક ભૂતકાળનો. તેણે કેપ્શનમાં લખ્યું: 'કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે સફર જઈ રહી છે.'

ઉલ્લેખનીય છે કે, તેની આ પ્રેરણાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે 52 દિવસની અંદર ઇંગ્લેન્ડને ત્રણેય ફોર્મેટમાં માત આપી છે. હાર્દિક પંડ્યા T20I-વનડે અને કૃણાલ પંડ્યા વનડે શ્રેણીમાં રમ્યો હતો.

કૃણાલે તાજેતરમાં વનડેમાં ડેબ્યુ કર્યું
કૃણાલે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે વનડે કરિયરની શરૂઆત કરી હતી. તેને ડેબ્યુ કેપ તેના નાનાભાઈ હાર્દિકે આપી હતી. તે સમયે કૃણાલ ભાવુક થઈને રડી પડ્યો હતો.

હાર્દિક પંડ્યા પાસેથી ડેબ્યુ કેપ મેળવ્યા પછી કૃણાલ રડી પડ્યો હતો.
હાર્દિક પંડ્યા પાસેથી ડેબ્યુ કેપ મેળવ્યા પછી કૃણાલ રડી પડ્યો હતો.

ડેબ્યુમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ કૃણાલે પોતાના નામે કર્યો
વનડે ડેબ્યુ મેચમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ કૃણાલે પોતાના નામે કર્યો કર્યો છે. કૃણાલે 26 બોલમાં ફિફ્ટી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોન મોરિસના નામે હતો. તેણે ડેબ્યુ મેચમાં 35 બોલમાં ફિફ્ટી કરી હતી.

પ્રેઝન્ટેટર સામે પણ કૃણાલ પંડ્યા રડી પહ્યો હતો.
પ્રેઝન્ટેટર સામે પણ કૃણાલ પંડ્યા રડી પહ્યો હતો.

ઇનિંગ્સ પછી હાર્દિને ભેટીને કૃણાલ પણ રડ્યો
​​​​​​​
ફિફટી માર્યા બાદ કૃણાલ પંડ્યા એટલો બધો ભાવુક થઈ ગયો કે ઇનિંગ્સ પછી તે વાત પણ કરી શક્યો નહોતો. ગળગળા અવાજે તે માત્રે એટલું જ બોલી શક્યો કે, આ ફિફટી મારા પપ્પા માટે છે. હું ઈમોશનલ થયો છું.

નાના ભાઈના હાથે ડેબ્યુ કેપ મેળવીને પણ તે ઈમોશનલ થયો હતો
પ્રથમ મેચમાં કૃણાલ પંડ્યા નાના ભાઈના હાથે ડેબ્યુ કેપ મેળવીને ઈમોશનલ થયો હતો. પંડ્યા બ્રધર્સે બાળપણથી જ સાથે ક્રિકેટ રમીને પોતાના કારકિર્દીની શરૂઆત કરી. છેલ્લા ઘણા વર્ષોથી પંડ્યા બ્રધર્સ IPLમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં એક સાથે પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં જ્યારે ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમવાની વાત આવે ત્યારે મોટાભાગે દરેક ક્રિકેટ પ્લેયરની આંખમાં આંસું આવી જતા હોય છે. કૃણાલ પંડ્યાએ જ્યારે ડેબ્યુ કેપ તેના નાના ભાઈના હાથે લીધી ત્યારે ભાવુક થઈને રડી પડ્યો હતો.

બન્ને ભાઈ ઈમોશનલ થઈ ગયા હતા.
બન્ને ભાઈ ઈમોશનલ થઈ ગયા હતા.

2 મહિના પહેલાં થયું હતું પિતાનું નિધન
પંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુભાઈનું 2 મહિના પહેલાં હ્રદય રોગના હુમલાથી નિધન થયું હતું. તે સમયે હાર્દિકે સોશિયલ મીડિયા પર પિતાના નિધન અંગે લાગણી વ્યકત કરી હતી કે ‘ગઇકાલે તેમનો છેલ્લી સફર હતી, મારા કિંગ તમે શુધ્ધ આત્માના માલિક હતા, ડેડ હવે દરરોજ તમારી કમીનો અહેસાસ થશે, હું તમને હંમેશા પ્રેમ કરતો રહીશ.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો