IPL મેગા ઓક્શન સમાપ્ત:10 ટીમે 551 કરોડમાં 204 ખેલાડી ખરીદ્યા, ઈશાન કિશન સૌથી મોંઘો; ઈશાંત શર્મા અનસોલ્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૃષ્ણપ્પાની સેલરી ઘટી; 9 કરોડથી સીધી 90 લાખ થઈ

બે દિવસ સુધી આયોજિત IPL 2022નું મેગા ઓક્શન હવે પૂરું થઈ ગયું છે. આ બે દિવસમાં 204 ખેલાડીની હરાજી થઈ હતી. એવામાં આ સીઝનમાં ઓક્શન દરમિયાન સૌથી મોંઘી બોલી ઈશાન કિશન માટે લાગી હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે. એવામાં બીજા દિવસે હરાજીમાં લિયામ લિવિંગસ્ટોન સૌથી મોંઘો રહ્યો હતો. તેને પંજાબ કિંગ્સે 11.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વળી, ચોંકાવનારી વાત તો એ રહી કે લિવિંગસ્ટોન બીજા દિવસની હરાજીમાં એકમાત્ર એવો ખેલાડી હતો, જેના માટે 10 કરોડથી ઉપરની બોલી લગાવાઈ હતી.

  • બે દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં અનકેપ્ડ ખેલાડીઓ પર પણ ખૂબ ધનવર્ષા થઈ છે.
  • ઓલરાઉન્ડર શાહરુખ ખાન અને રાહુલ તેવટિયાને 9-9 કરોડમાં ખરીદ્યા છે.

હ્યુ એડમિડ્સ સાજા થયા
IPL 2022 મેગા ઓક્શન દરમિયાન મોટી ઘટના બની હતી. હરાજી કરનાર હ્યુ એડમિડ્સ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. બ્રિટનના હ્યુ એડમિડ્સને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા અને ઓક્શનને રોકી દેવાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી, ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. આ જોઈને હાજર દિગ્ગજો ચોંકી ગયા હતા અને પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા.

ત્યારપછી ચારુ શર્માએ શાનદાર રીતે ઓક્શનને આગળ વધાર્યું હતું. તેવામાં આના અંતિમ રાઉન્ડમાં હ્યુજ એડમિડ્સ પરત ફરતા દરેકે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું છે.

IPL ઓક્શન 2022ના ખેલાડીઓની યાદી - DAY 2
નામ2022 સેલરી (રૂપિયા)2022 ટીમમાં પસંદગી
એડન માર્કરમ2 કરોડ 60 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
અજિંક્ય રહાણે1 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ
મંદીપ સિંહ1 કરોડ 10 લાખદિલ્હી કેપિટલ્સ
લિયમ લિવિંગસ્ટોન11 કરોડ 50 લાખપંજાબ કિંગ્સ
ડોમિનિક ડ્રેક્સ1 કરોડ 10 લાખગુજરાત ટાઈટન્સ
જયંત યાદવ1 કરોડ 70 લાખગુજરાત ટાઈટન્સ
વિજય શંકર1 કરોડ 40 લાખગુજરાત ટાઈટન્સ
ઓડિન સ્મિથ6 કરોડપંજાબ કિંગ્સ
માર્કો યાન્સન4 કરોડ 20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
શિવમ દુબે4 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
કે. ગૌતમ90 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
ખલીલ અહેમદ5 કરોડ 25 લાખદિલ્હી કેપિટલ્સ
દુષ્મંતા ચમીરા2 કરોડલખનઉ સુપર જાયન્ટ્સ
ચેતન સાકરિયા4 કરોડ 20 લાખદિલ્હી કેપિટલ્સ
સંદીપ શર્મા50 લાખપંજાબ કિંગ્સ
નવદીપ સૈની2 કરોડ 60 લાખરાજસ્થાન રોયલ્સ
જયદેવ ઉનડકટ1 કરોડ 30 લાખમુંબઈ ઈન્ડિયન્સ
મયંક માર્કંડેય65 લાખમુંબઈ ઈન્ડિયન્સ
શાહબાઝ નદીમ50 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
મહીશ થીક્ષણા70 લાખચેન્નઈ સુપર કિંગ્સ
રિંકૂ સિંહ55 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
મનન વોરા20 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
લલિત યાદવ65 લાખદિલ્હી કેપિટલ્સ
રિપલ પટેલ20 લાખદિલ્હી કેપિટલ્સ
યશ ધૂલ50 લાખદિલ્હી કેપિટલ્સ
એન.તિલક વર્મા1 કરોડ 70 લાખમુંબઈ ઈન્ડિયન્સ
મહિપાલ લોમરોર95 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
અનુકુલ રોય20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
દર્શન નાલ્કાન્ડે20 લાખગુજરાત ટાઈટન્સ
સંજય યાદવ50 લાખમુંબઈ ઈન્ડિયન્સ
રાજ અંગદ બાવા2 કરોડપંજાબ કિંગ્સ
રાજવર્ધન હંગરગેકર1 કરોડ 50 લાખચેન્નઈ સુપર કિંગ્સ
યશ દયાલ3 કરોડ 20 લાખગુજરાત ટાઈટન્સ
સિમરન જીત સિંહ20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
ફીન એલનરોયલ ચેલેન્જર બેંગ્લોર80 લાખ
ડેવોન કોનવે1 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
રોવ્મેન પોવેલ2 કરોડ 80 લાખદિલ્હી કેપિટલ્સ
જોફ્રા આર્ચર8 કરોડમુંબઈ ઈન્ડિયન્સ
રિષી ધવન55 લાખપંજાબ કિંગ્સ
ડ્વેન પ્રિટોરિયસ50 લાખચેન્નઈ સુપર કિંગ્સ
શેરફેન રધરફોર્ડ1 કરોડરોયલ ચેલેન્જર બેંગ્લોર
ડેનિયલ સેમ્સ2 કરોડ 60 લાખમુંબઈ ઈન્ડિયન્સ
મિચેલ સેન્ટનર1 કરોડ 90 લાખચેન્નઈ સુપર કિંગ્સ
રોમારિયો શેફર્ડ7 કરોડ 75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
જેસન બેહરનડોર્ફ75 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
ઓબે મેકોય75 લાખરાજસ્થાન રોયલ્સ
ટાયમલ મિલ્ન્સ1 કરોડ 50 લાખમુંબઈ ઈન્ડિયન્સ
એડમ મિલ્ન1 કરોડ 90 લાખચેન્નઈ સુપર કિંગ્સ
શુભ્રાંશુ સેનાપતિ20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
ટિમ ડેવિડ8 કરોડ 25 લાખમુંબઈ ઈન્ડિયન્સ
પ્રવીણ દુબે50 લાખદિલ્હી કેપિટલ્સ
પ્રેરક માંકડ20 લાખપંજાબ કિંગ્સ
સૂર્યાંશ પ્રભુદેસાઈ30 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
વૈભવ અરોરા2 કરોડપંજાબ કિંગ્સ
મુકેશ ચૌધરી20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
રાશીખ દાર20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
મોહસિન ખાન20 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
ચામા મિલિંદ25 લાખરોયલ ચેલેંજર બેંગ્લોર
પ્રશાંત સોલંકી1 કરોડ 20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
શેન એબોટ2 કરોડ 40 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
અલ્ઝારી જોસેફ2 કરોડ 40 લાખગુજરાત ટાઈટન્સ
રિલેય મેરેડિથ1 કરોડમુંબઈ ઈન્ડિયન્સ
આયુશ બોદાની20 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
અનિશ્વર ગૌતમ20 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
બાબા ઈન્દ્રજીથ20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
ચામિકા કરુણારત્ને50 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
આર.સમર્થ20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
અભિજીત તોમાર40 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
પ્રદિપ સાંગવાન20 લાખગુજરાત ટાઈટન્સ
પ્રથમ સિંહ20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
વ્રિતિક ચેટર્જી20 લાખપંજાબ કિંગ્સ
શશાંક સિંહ20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
કાઈલ મેયર્સ50 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
કરન શર્મા20 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
બલતેજ ધંડા20 લાખપંજાબ કિંગ્સ
સૌરભ દુબે20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
મોહમ્મદ અર્શદ ખાન20 લાખમુંબઈ ઈન્ડિયન્સ
અંશ પટેલ20 લાખપંજાબ કિંગ્સ
અશોક શર્મા55 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
અરુણાય સિંહ20 લાખરાજસ્થાન રોયલ્સ
ડેવિડ મિલર3 કરોડગુજરાત ટાઈટન્સ
સેમ બિલિંગ્સ2 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ
રિદ્ધિમાન સાહા1 કરોડ 90 લાખગુજરાત ટાઈટન્સ
મેથ્યૂ વેડ2 કરોડ 40 લાખગુજરાત ટાઈટન્સ
હરી નિશાંથ20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
અનમોલ પ્રિત સિંહ20 લાખમુંબઈ ઈન્ડિયન્સ
એન. જગદીશન20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
વિષ્ણુ વિનોદ50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
ક્રિસ જોર્ડન3.6 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
લુંગી એન્ગિડી50 લાખદિલ્હી કેપિટલ્સ
કરણ શર્મા50 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
કુલદીપ સેન20 લાખરાજસ્થાન રોયલ્સ
એલેક્સ હેલ્સ1 કરોડ 50 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
એવિન લુઈસ2 કરોડલખનઉ સુપર જાયન્ટ્સ
કરુણ નાયર1 કરોડ 40 લાખરાજસ્થાન રોયલ્સ
ટિમ સેઈફર્ટ50 લાખદિલ્હી કેપિટલ્સ
નેથન એલિસ75 લાખપંજાબ કિંગ્સ
ફઝલહક ફારુકી50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
રમણદીપ સિંહ20 લાખમુંબઈ ઈન્ડિયન્સ
અથર્વ તાઈડે20 લાખપંજાબ કિંગ્સ
મયંક યાદવ20 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
તેજસ યાદવ20 લાખરાજસ્થાન રોયલ્સ
ભાનુકા રાજપક્ષે50 લાખપંજાબ કિંગ્સ
ગુરકિરત સિંહ50 લાખગુજરાત ટાઈટન્સ
ટિમ સાઉથી1 કરોડ 50 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
રાહુલ બુધ્ધી20 લાખમુંબઈ ઈન્ડિયન્સ
બેની હોવેલ40 લાખપંજાબ કિંગ્સ
કુલદીપ યાદવ20 લાખરાજસ્થાન રોયલ્સ
વરુણ એરોન50 લાખગુજરાત ટાઈટન્સ
રમેશ કુમાર20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
હ્રિતીક શોકીન20 લાખમુંબઈ ઈન્ડિયન્સ
કે ભગત વર્મા20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
એર્જુન તેંડુલકર30 લાખમુંબઈ ઈન્ડિયન્સ
મોહમ્મદ નબી1 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ
ઉમેશ યાદવ2 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ
નેથન કુલ્ટર નાઈલ2 કરોડરાજસ્થાન રોયલ્સ
જિમ્મી નિશમ1 કરોડ 50 લાખરાજસ્થાન રોયલ્સ
વિક્કી ઓસ્તવાલ20 લાખદિલ્હી કેપિટલ્સ
વાન ડેર ડૂસેન1 કરોડરાજસ્થાન રોયલ્સ
ડેરિલ મિચેલ75 લાખરાજસ્થાન રોયલ્સ
સિદ્ધાર્થ કોલ75 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
આર્યન જુયાલ20 લાખમુંબઈ ઈન્ડિયન્સ
લવનીથ સિસોદિયા20 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
ફેબિયન એલન75 લાખમુંબઈ ઈન્ડિયન્સ
ડેવિડ વિલી2 કરોડરોયલ ચેલેન્જર બેંગ્લોર
અમન ખાન20 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ

DAY-2 -

IPL ઓક્શન 2022ના ખેલાડીઓની યાદી - DAY 1

નામ2022 સેલરી (રૂપિયા)2022 ટીમમાં પસંદગી
શિખર ધવન8 કરોડ 25 લાખપંજાબ કિંગ્સ
પેટ કમિન્સ7 કરોડ 25 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
રવિચંદ્રન અશ્વિન5 કરોડરાજસ્થાન રોયલ્સ
ટ્રેંટ બોલ્ટ8 કરોડરાજસ્થાન રોયલ્સ
કગિસો રબાડા9 કરોડ 25 લાખપંજાબ કિંગ્સ
મોહમ્મદ શમી6 કરોડ 25 લાખગુજરાત ટાઈટન્સ
ક્વિંટન ડિકોક6 કરોડ 75 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
શ્રેયસ અય્યર12 કરોડ 25 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
ફાફ ડુ પ્લેસિસ7 કરોડરોયલ ચેલેન્જર બેંગ્લોર
ડેવિડ વોર્નર6.25 કરોડદિલ્હી કેપિટલ્સ
મનીષ પાંડે4 કરોડ 60 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
શિમરોન હેટમાયર8 કરોડ 50 લાખરાજસ્થાન રોયલ્સ
જેસન રોય2 કરોડગુજરાત ટાઈટન્સ
દેવદત્ત પડ્ડિકલ7 કરોડ 75 લાખરાજસ્થાન રોયલ્સ
રોબિન ઉથપ્પા2 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
ડ્વેન બ્રાવો4 કરોડ 40 લાખચેન્નઈ સુપર કિંગ્સ
નીતીશ રાણા8 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ
જેસન હોલ્ડર8 કરોડ 75 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
હર્ષલ પટેલ10 કરોડ 75 લાખરોયલ ચેલેન્જર બેંગલોર
દીપક હુડા5 કરોડ 75 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
વાણિંદુ હસરંગા10 કરોડ 75 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
વોશિંગ્ટન સુંદર8 કરોડ 75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
કૃણાલ પંડ્યા8 કરોડ 25 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
મિચેલ માર્શ6 કરોડ 50 લાખદિલ્હી કેપિટલ્સ
અંબાતી રાયડુ6 કરોડ 75 લાખચેન્નઈ સુપર કિંગ્સ
ઈશાન કિશન15 કરોડ 25 લાખમુંબઈ ઈન્ડિયન્સ
જોની બેયરસ્ટો6 કરોડ 75 લાખપંજાબ કિંગ્સ
દિનેશ કાર્તિક5 કરોડ 5 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
નટરાજન4 કરોડ રૂપિયાસનરાઈઝર્સ હૈદરાબાદ
નિકોલસ પૂરન10 કરોડ 75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
દીપક ચાહર14 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
પ્રસિદ્ધ કૃષ્ણા10 કરોડરાજસ્થાન રોયલ્સ
લોકી ફર્ગ્યુસન10 કરોડગુજરાત ટાઈટન્સ
જોશ હેઝલવુડ7 કરોડ 75 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
માર્ક વુડ7 કરોડ 50 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
ભુવનેશ્વર કુમાર4 કરોડ 20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
શાર્દૂલ ઠાકુર10 કરોડ 75 લાખદિલ્હી કેપિટલ્સ
મુસ્તફિઝુર રહેમાન2 કરોડદિલ્હી કેપિટલ્સ
કુલદીપ યાદવ2 કરોડદિલ્હી કેપિટલ્સ
રાહુલ ચાહર5 કરોડ 25 લાખપંજાબ કિંગ્સ
યુઝવેન્દ્ર ચહલ6 કરોડ 50 લાખરાજસ્થાન રોયલ્સ
પ્રિયમ ગર્ગ20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
અભિનવ સદારંગની2 કરોડ 60 લાખગુજરાત ટાઈટન્સ
ડિવોલ્ડ બ્રેવસી3 કરોડમુંબઈ ઈન્ડિયન્સ
અશ્વિન હૈબ્બાર20 લાખદિલ્હી કેપિટલ્સ
રાહુલ ત્રિપાઠી8 કરોડ 50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
રિયાન પરાગ3 કરોડ 80 લાખરાજસ્થાન રોયલ્સ
અભિષેક શર્મા6 કરોડ 50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
સરફરાઝ ખાન20 લાખદિલ્હી કેપિટલ્સ
શાહરુખ ખાન9 કરોડ રૂપિયાપંજાબ કિંગ્સ
શિવમ માવી7 કરોડ 25 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
રાહુલ તેવટિયા9 કરોડગુજરાત ટાઈટન્સ
કમલેશ નાગરકોટી1 કરોડ 10 લાખદિલ્હી કેપિટલ્સ
હરપ્રીત બરાર3 કરોડ 80 લાખપંજાબ કિંગ્સ
શાહબાઝ અહેમદ2 કરોડ 40 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
કેએસ ભરત2 કરોડદિલ્હી કેપિટલ્સ
અનુજ રાવત3 કરોડ 40 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
પ્રભ સિમરન સિંહ60 લાખપંજાબ કિંગ્સ
શેલ્ડન જેક્સન60 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
જિતેશ શર્મા20 લાખપંજાબ કિંગ્સ
બેસિલ થમ્પી30 લાખમુંબઈ ઈન્ડિયન્સ
કાર્તિક ત્યાગી4 કરોડસનરાઈઝર્સ હૈદરાબાદ
આકાશ દીપ20 લાખરોયલ ચેલેંજર બેંગ્લોર
આવેશ ખાન10 કરોડલખનઉ સુપર જાયન્ટ્સ
ઈશાન પોરેલ25 લાખપંજાબ કિંગ્સ
તુષાર દેશપાંડે20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
નૂર અહેમદ30 લાખગુજરાત ટાઈટન્સ
મુરુગન અશ્વિન1 કરોડ 60 લાખમુંબઈ ઈન્ડિયન્સ
કે.સી.કરિયપ્પા30 લાખરાજસ્થાન રોયલ્સ
શ્રેયસ ગોપાલ75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
જગદીશ સુચિત20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
સાઈ કિશોર3 કરોડગુજરાત ટાઈટન્સ

DAY-1ની વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો....

અનસોલ્ડ ખેલાડી - DAY 2

  1. ડેવિડ મલાન - ઇંગ્લેન્ડ
  2. માર્નસ લાબુશેન - ઓસ્ટ્રેલિયા
  3. ઓઈન મોર્ગન - ઇંગ્લેન્ડ
  4. સૌરભ તિવારી - ભારત
  5. ચેતેશ્વર પુજારા - ભારત
  6. એરોન ફિંચ - ઓસ્ટ્રેલિયા
  7. જેમ્સ નિશન - ન્યૂઝીલેન્ડ
  8. ક્રિસ જોર્ડન - ઇંગ્લેન્ડ
  9. ઈશાંત શર્મા- ભારત
  10. લુંગી એન્ગિડી - દ.આફ્રિકા
  11. શેલ્ડન કોટ્રેલ - વેસ્ટ ઈન્ડિઝ
  12. નેથન કુલ્ટર નાઈલ - ઓસ્ટ્રેલિયા
  13. તબરેઝ શમ્સી - દ.આફ્રિકા
  14. કૈસ અહેમદ - અફઘાનિસ્તાન
  15. કર્ણ શર્મા - ભારત
  16. પીયુષ ચાવલા - ભારત
  17. ઈશ સોઢી - ન્યૂઝીલેન્ડ
  18. હિંમત સિંહ
  19. વિરાટ સિંહ
  20. હરનૂર સિંહ
  21. સચિન બેબી
  22. હિમાંશુ રાણા
  23. રિકી ભૂઈ
  24. વિક્કી ઓસ્તવાલ
  25. યશ ઠાકુર
  26. અર્ઝન નાગસવાલા
  27. મુજતબા યુસુફ
  28. કુલદીપ સેન
  29. આકાશ સિંહ
  30. રાસી વાન ડેર ડૂસેન
  31. કરુણ નાયર
  32. એવિન લુઈસ
  33. એલેક્સ હેલ્સ

અત્યાર સુધીમાં 74 ખેલાડીઓની બોલી લાગી છે
પહેલા દિવસે યોજાયેલી હરાજીમાં, 10 ફ્રેન્ચાઇઝીઓ પાસે 563.50 કરોડની રકમ હતી અને 600 ખેલાડીઓની બોલી લગાવવાની હતી. જેમાંથી 97ની બોલી લાગી હતી અને 74 ખેલાડીઓ વેચાયા હતા. 10 ટીમો બાદ હવે 173.40 કરોડનું બજેટ બાકી છે.

ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી બન્યો
હરાજીના પહેલા દિવસે વિકેટકીપર બેટર ઈશાન કિશનને સૌથી વધુ બોલી લાગી હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડમાં ખરીદ્યો હતો. તે IPL સિઝન-15નો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ગત સિઝનમાં ઈશાનનો પગાર 6.2 કરોડ હતો અને તે મુંબઈની ટીમ સાથે જોડાયેલો હતો. આ વખતે તેમને ગત વખત કરતાં લગભગ અઢી ગણી વધુ રકમ મળી છે.

  • માર્કી પ્લેયરમાં શ્રેયસ અય્યરને સૌથી વધુ બોલી લાગી હતી
  • હરાજીમાં 2 કરોડ બેઝ પ્રાઈઝના માર્કી પ્લેયરમાં શ્રેયસ અય્યર સૌથી મોંઘો હતો. તેને કોલકાતાની ટીમે 12.25 કરોડમાં ખરીદ્યો હતો.
  • ગત સિઝનમાં અય્યર દિલ્હીની ટીમમાં હતો અને તેનો પગાર 7 કરોડ હતો. તેણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રૂ. 5.25 કરોડનો નફો કર્યો છે.

ઓક્શનના પહેલા દિવસે નહીં વેચાયેલા ખેલાડી-

  • ડેવિડ મિલર - બેઝ પ્રાઈઝ 1 કરોડ
  • સુરેશ રૈના- બેઝ પ્રાઈઝ 2 કરોડ
  • સ્ટીવ સ્મિથ- બેઝ પ્રાઈઝ 2 કરોડ
  • શાકીબ અલ હસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ
  • મોહમ્મદ નબી- બેઝ પ્રાઈઝ 1 કરોડ
  • રિદ્ધિમાન સાહા- 1 કરોડ બેઝ પ્રાઈઝ
  • સેમ બિલિંગ્સ - અનસોલ્ડ
  • ઉમેશ યાદવ- અનસોલ્ડ
  • આદિલ રશિદ- અનસોલ્ડ
  • મુજીબ ઝાદરાન- અનસોલ્ડ
  • ઈમરાન તાહિર- અનસોલ્ડ
  • એડમ ઝેમ્પા - અનસોલ્ડ
  • અમિત મિશ્રા - અનસોલ્ડ
  • હરી નિશાંથ - અનસોલ્ડ
  • અનમોલ પ્રિત સિંહ - અનસોલ્ડ
  • મોહમ્મદ અઝહરુદ્દીન- અનસોલ્ડ
  • વિષ્ણુ વિનોદ- અનસોલ્ડ
  • વિષ્ણુ સોલંકી- અનસોલ્ડ
  • એમ.સિદ્ધાર્થ- અનસોલ્ડ
  • સંદીપ લમિછાને- અનસોલ્ડ

અવેશ ગૌતમનો રેકોર્ડ તોડ્યો
પ્રથમ દિવસે અવેશ ખાનને લખનઉની ટીમે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આની સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તેણે ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમને પાછળ છોડી દીધો, જે IPL 2021ની હરાજીમાં 9.25 કરોડ સાથે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યો.

છેલ્લી IPL સીઝનમાં અવશે 24 વિકેટ લીધી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. લખનઉ પહેલા અવેશ RCB અને દિલ્હી તરફથી રમી ચૂક્યો છે. 2017માં બેંગલુરુએ આવેશને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે જ સમયે, 2018માં દિલ્હી કેપિટલ્સે આવેશને 75 લાખમાં ખરીદ્યો હતો. અત્યાર સુધીમાં IPL 25 વર્ષીય ફાસ્ટ બોલરે કુલ 25 મેચ રમી છે અને 25.83ની એવરેજથી 29 વિકેટ લીધી છે.