રવિ શાસ્ત્રીએ કહ્યું...:ભારતના કોચ હોવું બ્રાઝિલ કે ઇંગ્લેન્ડના ફૂટબોલ કોચ હોવા બરાબર

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુક લોન્ચ પાર્ટીના આયોજન પર પસ્તાવો નહીં, ત્યાથી કોઇને કોવિડ નથી થયો

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે દેશમાં ક્રિકેટના ઉત્સાહને લઇને ભારતમાં કોઇ શોર્ટકટ નથી. કોવિડ હોય ક નહીં, તેનાથી કોઇ ફરક પડતો નથી. તે માત્ર એ ઇચ્છે છે કે તમે રન બનાવો અને જીતો. 59 વર્ષના શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ બાદ કોચ પદ છોદી દેશે.

તેણે કહ્યું, ‘તમે જાણો છો, ભારતનો કોચ હોવું, બ્રાઝિલ કે ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમના કોચ હોવા બરાબર છે. તમે હંમેશા ચાહકોના નિશાના પર હોવ છો. 6 મહિના સારા પ્રદર્શન બાદ જો ટીમ 36 રનમાં આઉટ થઇ જાય તો તે તમને શૂટ કરી દેશે. તમારે તરત જીતવું જ પડશે. જોકે તેનાથી મને કોઇ ફરક નથી પડતો. ટી20 વર્લ્ડ કપ બાદ મારા જવાનો બરોબર સમય છે. હું એવું એટલા માટે માનું છું કારણ કે મે એ બધું જ મેળવી લીધું છે, જે હું ઇચ્છતો હતો. ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1ના રૂપમાં પાંચ વર્ષ, ઓસ્ટ્રેલિયામાં બે જીત, ઇંગ્લેન્ડમાં જીત, એ બધુ જ. અમે દરેક દેશને તેના ઘરમાં હરાવ્યા છે. જો આપણે ટી20 વર્લ્ડ કપ જીતી જઇએ છીએ તો તે સૌથી મહત્વપૂર્ણ વાત રહેશે.’

હાલમાં જ શાસ્ત્રીને આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ઓવલમાં ચોથી ટેસ્ટમાં 2 દિવસ પહેલા લંડનમાં એક શાનદાર પાર્ટીમાં પોતાની બુક લોન્ચ કરી હતી. ત્યા કોઇએ માસ્ક પહેર્યું ન હતું. ત્યાર બાદ તેને કોરોના થઇ ગયો હતો. શાસ્ત્રી એ કહ્યું, ‘મને બુક લોન્ચીંગનો કોઇ પસ્તાવો નથી. ખેલાડીઓ માટે સતત રૂમમાં રહેવાની જગ્યાએ બહાર નીકળવું અને લોકોને મળવું જરૂરી હતું.

ટી20માં દ્વિપક્ષીય સિરીઝ ઓછી કરી દેવી જોઇએ
તેણે કહ્યું, ‘હું ટી20 ક્રિકેટમાં ઓછામાં ઓછી દ્વિપક્ષીય સિરીઝ ઇચ્છું છું. ટી20 ક્રિકેટને લીગમાં લઇ જવું જોઇએ. આ ફોર્મેટને અલગ અલગ દેશોમાં ફેલાવીને ઓલિમ્પિક સુદી લઇ જવું જોઇએ. મને સફેદ બોલની કોઇ મેચ યાદ નથી. જો તમે વર્લ્ડ કપની ફાઇનલ જીતો છો તો તે જ યાદ રહે છે. પણ ટેસ્ટ મેચની દરેક બોલ યાદ રહે છે. કોઇને ફરક નથી પડતો કે ટી20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 3-0થી હરાવવું કે પછી ન્યુઝીલેન્ડને તેની જ ધરતી પર 5-0થી માત આપવી.’

અન્ય સમાચારો પણ છે...