ભાસ્કર એનાલિસિસ:સારા ઓલરાઉન્ડર હોવાના કારણે વેસ્ટ ઇન્ડિઝ પ્રબળ દાવેદાર, ટીમ ઇન્ડિયામાં અભાવ છે

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર ટી20 વર્લ્ડ કપની સુપર-12ની 8 ટીમો વિશે જાણો...
  • ગતસીઝનની રનર્સ-અપ ઇંગ્લેન્ડ પણ ટાઇટલ માટેની રેસમાં, ન્યૂઝીલેન્ડ પણ આ રેસમાં આગળ

ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં થનાર ટી20 વર્લ્ડ કપ માટે બધા દેશ પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. જોકે આઈસીસીએ 10 ઓક્ટોબર સુધી ટીમોમાં બદલાવનો વિકલ્પ દીધો છે. વર્લ્ડ કપમાં શરૂઆતના રાઉન્ડ 17 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં 4 ટીમો સુપર-12માં જગ્યા બનાવશે. તો 8 ટીમો સીધી સુપર-12માં પહોંચશે. આ 8 ટીમોની વર્લ્ડ કપની દાવેદારી વિશે જાણો...

વેસ્ટ ઇન્ડિઝ-મોટા સ્ટાર્સની વાપસીથી ચેમ્પિયનને આશા
બેટિંગ: ગેલની હાજરીથી ટોપ ઓર્ડર મજબૂત. પોલાર્ડ-પુરન-રસેલનું બેટ ચાલ્યું તો હરીફ ટીમને તકલીફ પડ શકે છે.
બોલિંગ: રામપાલની 6 વર્ષ બાદ વાપસી. થોમસ, એલેન, વોલ્શ પાસેથી મદદ મળશે.
ઓલરાઉન્ડર: પોલાર્ડ, બ્રાવો, રસેલ કોઇ પણ પ્રકારની બોલને બાઉન્ડ્રી બહાર મોકલી શકે છે.
નબળાઈ: લાંબી ઇનિંગ રમનાર ખેલાડી નહીં.
અમારુ મંતવ્ય: બીજી સૌથી મજબૂત દાવેદાર.
પ્લેયર ટુ વોચ: નિકોલસ પુરન.

ઇંગ્લેન્ડ-વન-ડે વર્લ્ડ કપ જીતથી આત્મવિશ્વાસ વધશે
બેટિંગ: બેયરસ્ટો, બટલર જેવા સ્ટ્રાઇકર. નંબર-1 મલાન અને લિવિંગસ્ટોન પણ મજબૂત ખેલાડી. મોર્ગન-મોઇનના હોવાથી મદદ મળશે.
બોલિંગ: મિલ્સની સુપર સ્પીડ બોલિંગ. જોર્ડન, વોક્સ, વુડની ગતી. સ્પિનર્સ મહત્વના.
ઓલરાઉન્ડર: અલી, સેમ કરન, વિલે, વોક્સ જેવા ઘણા વિકલ્પ છે.
નબળાઇ: સ્ટોક્સની ગેરહાજરી નડશે.
અમારુ મંતવ્ય: સૌથી મજબૂત દાવેદાર
પ્લેયર ટુ વોચ: લિયામ લિવિંગસ્ટોન.

ન્યૂઝીલેન્ડ-સાઉથી-બોલ્ટના હોવાથી ફાસ્ટ બોલિંગ મજબૂત
બેટિંગ: સુકાની વિલિયમ્સન પ્રભાવ દેખાડે છે. કોનવે, ગપ્ટિલ, ફિલિપ્સ પણ તોફાની ઇનિંગ રમે છે.
બોલિંગ: ફાસ્ટ-સ્પિન બોલિંગમાં વિકલ્પ. જેમિસન-ફર્ગ્યુસન મહત્વના સાબીત થઇ શકે.
ઓલરાઉન્ડર: સેન્ટરન, નીશામ ટીમમાં જ છે. ફિલિપ્સ પણ પ્રભાવી ખેલાડી રહેશે.
નબળાઇ: બેટિંગ ચિંતાનો વિષય છે.
અમારૂ મંતવ્ય: ત્રીજી મજબૂત દાવેદાર ટીમ.
પ્લેયર ટુ વોચ: જેમિસન.

ભારત- 8 વર્ષથી ટાઇટલ ન જીતવાનું ટીમ પર દબાણ
બેટિંગ: સુર્યકુમાર, ઇશાન, પંત, હાર્દિકના રૂપમાં મજબૂત લાઇન-અપ છે. રાહુલ, કોહલી, રોહિત જેવા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન.
બોલિંગ: અશ્વિનનો અનુભવ, ચાહરની લેગ સ્પિન, ચક્રવર્તીની મિસ્ટ્રી બોલિંગમાં મદદ મળશે.
ઓલરાઉન્ડર: હાર્દિકની ફિટનેસનો ખ્યાલ નથી. હજુ બોલિંગ નથી કરી શકતો.
નબળાઇ: ઓલરાઉન્ડરના વિકલ્પો ઓછા.
અમારૂ મંતવ્ય: ટીમમાં ચોકાવી શકવાની ક્ષમતા.
પ્લેયર ટુ વોચ: સુર્યકુમાર યાદવ.​​​

પાકિસ્તાન- હંમેશા ખોટા કારણથી ટીમ ચર્ચામાં રહે છે
બેટિંગ: સુકાની બાબર આઝમ સ્ટાર રહેશે. બિગ હિટર આઝમની હાજરીતી બેટિંગ મજબૂત રહેશે.
બોલિંગ: બોલિંગ મજબૂત છે. શાહીન, રઉફ, હસનેનનું શાનદાર કોમ્બિનેશ.
ઓલરાઉન્ડર: ઘણા સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરો છે. આઝમ સરપ્રાઇઝ આપી શકે છે.
નબળાઇ: કોઇ તોફાની બેટ્સમેન નહીં.
અમારૂ મંતવ્ય: ડાર્ક હોર્સ બની શકે છે.
પ્લેયર ટુ વોચ: હસન અલી.

ઓસ્ટ્રેલિયા- ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સંઘર્ષ કરી રહી છે
બેટિંગ: સુકાની ફિંચ અને ડેવિડ વોર્નરનું કોમ્બિનેશન સારૂ. મિડલઓર્ડરમાં મેક્સવેલ મજબૂત ખેલાડી.
બોલિંગ: સ્ટાર્ક, કમિંસ, હેઝલવુડ ફાસ્ટ બોલિંગમાં ઘણા સારા વિકલ્પો છે.
ઓલરાઉન્ડર: સ્ટોઇનિસ, માર્શ, ક્રિસ્ટિયન, મેક્સવેલ અને સેમ સહિત ઘણા વિકલ્પો છે.
નબળાઇ: હાલ ટીમનું ટી20 પ્રદર્શન ઘણું ખરાબ.
અમારૂ મંતવ્ય: ફરી એકવાર સંઘર્ષ કરશે.
પ્લેયર ટુ વોચ: મિચેલ માર્શ.

દ. આફ્રિકા- ફરી અપેક્ષાઓ સાથે ઉતરશે, બેટિંગ ઘણી મજબૂત
બેટિંગ: ડિકોક, માર્કરમ અને સુકાની બાવુમા ફરી મહત્વપુર્ણ સાબીત થશે. ડુસેન, હેન્ડ્રિક્સ, ક્લાસેન, મિલર મજબૂત બેટ્સમેન.
બોલિંગ: નોર્તજે, રબાડા, એનગિડીથી મદદ મળશે. નં.-1 શમ્સી, મહરાજ પણ સારા બોલરો.
ઓલરાઉન્ડર: પ્રિટોરિયસ-વિયાન મુલ્ડરથી અપેક્ષાઓ. મોરિસની ગેરહાજરી નડશે.
અમારૂ મંતવ્ય: શ્રીલંકા સામે ક્લિન સ્વીપ છતાં વધુ અપેક્ષા નથી.
પ્લેયર ટુ વોચ: તબરેજ શમ્સી.

અફઘાનિસ્તાન- તાલિબાનના કારણે રમવા પર શંકા
બેટિંગ: અસગર, અફગાન, હશમતુલ્લા શાહિદી, હજરતુલ્લાહ જાજઈ જેવા અન્ય ઉપયોગી બેટ્સમેન છે.
બોલર: અહમદ- મુજીબ જેવા મિસ્ટ્રી બોલરો સાથે રાશિદની સ્પિનમાં મદદ મળશે.
ઓલરાઉન્ડર: વધુ વિકલ્પ નથી. ગુલબદીન, નબી, અશરફ ટીમને મજબૂતી આપી શકે છે.
અમારૂ મંતવ્ય: સંઘર્ષ કરવો પડશે.
પ્લેયર ટુ વોચ: હજરતુલ્લાહ જાજઈ.

અન્ય સમાચારો પણ છે...