તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોની પછી પંડ્યા બેસ્ટ ફિનિશર?:ઓસ્ટ્રેલિયાના કોચ લેન્ગરે કહ્યુ, પહેલા અમે ધોનીને જોયો હતો, હવે પંડ્યા પણ એ જ રમત દાખવી રહ્યો છે

સિડની5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની બીજી T-20માં મેચ વિનિંગ ઇનિંગ્સ રમ્યો. જસ્ટિન લેન્ગરે તેની સરખામણી મહેન્દ્રસિંહ ધોની સાથે કરી. - Divya Bhaskar
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની બીજી T-20માં મેચ વિનિંગ ઇનિંગ્સ રમ્યો. જસ્ટિન લેન્ગરે તેની સરખામણી મહેન્દ્રસિંહ ધોની સાથે કરી.

ટીમ ઇન્ડિયાએ રવિવારે ઓસ્ટ્રેલિયાને બીજી T-20માં 6 વિકેટે હરાવ્યું. હાર્દિક પંડ્યાએ 22 બોલમાં અણનમ 42 રન કરીને ફિનિશરની ભૂમિકા ભજવતા મેચ જિતાડી. તેની ઇનિંગ્સ જોઈને ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી ગઈ.

લેન્ગરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, હાર્દિકની ઇનિંગ્સ અવિશ્વસનીય હતી. અમે જાણીએ છીએ કે તે ખતરનાક છે. આ પહેલા અમે ધોનીને જોઈ ચુક્યા છીએ, હવે પંડ્યાને એ જ રીતે જોઈ રહ્યા છીએ.

ભારતીય ટીમને અનુભવી ખેલાડીઓનો ફાયદો થયો
લેન્ગરે કહ્યુ કે, ભારતીય ટીમમાં T-20માં ઘણા અનુભવી ખેલાડીઓ સામેલ છે. તેનાથી તેમને ફાયદો થયો છે. લેન્ગરે કહ્યુ, પંડ્યાએ સીઝનમાં સારી બેટિંગ કરી છે. આ મેચમાં તેની ઇનિંગ્સ શાનદારી રહી. મારુ માનવું છે કે આ બહુ ક્લોઝ મેચ હતી. અમારી ફિલ્ડિંગ સરસ હતી. જોકે, અનુભવી ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમે મેચ પલ્ટી અને અમને માત આપી.

આ પણ વાંચો: જ્યારે કોહલી બન્યો મિસ્ટર 360:વિરાટે કહ્યુ- ડિવિલિયર્સને મેસેજ મોકલીને રિએક્શન લઈશ; એબીએ વિરાટના શોટ પર રિપ્લાઈ કરીને વખાણ કર્યા

લેન્ગરે કહ્યુ- કોહલી બેસ્ટ પ્લેયર છે
કોહલીના વખાણ કરતા લેન્ગરે કહ્યુ, "વિરાટના અમુક શોટ્સ જોરદાર હતા. હું પહેલેથી કહેતો આવ્યું છે કે તે બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે. ભારતને રનચેઝમાં સારી શરૂઆત મળી, તે પછી કોહલીએ કેટલાક અદભુત શોટ્સ ફટકારી ઇનિંગ્સને આગળ વધારી. તેના લીધે ભારત ટાર્ગેટ ચેઝ કરી શક્યું.

કોહલીએ 24 બોલમાં 40 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 195 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. કેપ્ટન વિરાટ કોહલીએ 24 બોલમાં 40 રન બનાવ્યા.

પંડ્યા બેસ્ટ ફિનિશર બની રહ્યો છે: કોહલી
મેચ પછી કોહલીએ કહ્યુ કે, 2016માં જ્યારે પંડ્યા ટીમમાં આવ્યો, ત્યારે તેની ક્વોલિટી એટલી સારી નહોતી. તે નેચરલ ગેમ રમતો હતો. તેણે હવે IPL અને ટીમ ઇન્ડિયા માટે આટલી બધી મેચીસ રમીને પોતાની રમત સુધારી છે. છેલ્લા 4-5 વર્ષમાં તેણે પોતાને મિડલ ઓર્ડરમાં મજબૂત કર્યો છે. તેણે સાબિત કર્યું છે કે, તે કોઈપણ ક્રમે રમીને ટીમને મેચ જિતાડી શકે છે. તે બેસ્ટ ફિનિશર બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો