• Gujarati News
  • Sports
  • Cricket
  • Before The Start Of The IPL Season, Hardik Pandya Enjoyed A Holiday With His Family; Its Poor Form Is A Matter Of Concern

ફેમિલી ટાઇમ:IPLની સીઝન શરૂ થાય એ પહેલાં હાર્દિક પંડ્યાએ પરિવાર સાથે રજાઓ માણી; તેનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ રાઉન્ડમાં 7માંથી 4 મેચ જીતી છે

IPL 2021ની બાકીની મેચો 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. તમામ ટીમો પરિવાર સાથે UAE પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યા પણ હાલ પરિવાર સાથે અહીં છે. મેચ શરૂ થાય એ પહેલાં તે પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. હાલમાં જ તે અબુ ધાબીના દરિયાકિનારે જોવા મળ્યો છે.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં રમી રહ્યો છે. હાર્દિકનું ખરાબ ફોર્મ મુંબઈ માટે ચિંતાનો વિષય છે. IPL 2021ના પ્રથમ રાઉન્ડમાં તેનું પ્રદર્શન ઠીક ઠીક રહ્યું હતું. 7 મેચમાં 8.66ની એવરેજથી તેણે માત્ર 52 રન બનાવ્યા છે. સૌથી વધુ વ્યક્તિગત રન 16 જ છે.

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ રાઉન્ડમાં 7માંથી 4 મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કર્યો છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ચોથા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...