દ. આફ્રિકા અને ભારત વચ્ચે 5 ટી-20 મેચની સીરિઝનો પ્રારંભ 9 જૂનથી થશે. આ અગાઉ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રાહુલે પ્લેઈંગ-11 અંગે 3 મોટા નિર્ણય લેવા પડશે. જેમાં હાર્દિક પંડ્યાનો બેટિંગ ક્રમ, રાહુલનો ઓપનિંગ પાર્ટનર અને ઉમરાન મલિકને પ્રથમ મેચમાં તક આપવી કે નહીં તેનો નિર્ણય સામેલ છે.
1 રાહુલના યોગ્ય ઓપનિંગ પાર્ટનરની પસંદગી
રાહુલના યોગ્ય ઓપનિંગ પાર્ટનરની પસંદગી કરવી પડશે. ઈશાન અને ઋતુરાજ તરીકે 2 સારા ઓપનર્સ ટીમમાં છે. IPLમાં ઋતુરાજે 126.46ના સ્ટ્રાઈક રેટથી 368 અને ઈશાને 120.11ના સ્ટ્રાઈક રેટથી 418 રન કર્યા હતા.
2 હવે હાર્દિક પંડ્યા કયા ક્રમે રમશે?
હાર્દિક માટે ટીમમાં પરફેક્ટ બેટિંગ ક્રમ નક્કી કરવો પડશે. IPLમાં ચોથા ક્રમે બેટિંગ કરતા 487 રન કર્યા. ઈન્ડિયામાં ટોપ-4માં આવશે કે નહીં તે સવાલ છે. કારણ કે- ટોપ-4માં રાહુલ, ઈશાન, શ્રેયસ, પંતના સામેલ થવાની શક્યતા છે.
3 ઉમરાનનું પ્રથમ મેચની ટીમમાં રમવું મુશ્કેલ છે
ઉમરાનને પ્રથમ મેચની ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ લાગે છે. ઝડપી બોલિંગના 5 વિકલ્પ છે, ઉમરાન ઉપરાંત ભુવનેશ્વર, હર્ષલ, આવેશ, અર્શદીપ છે. હર્ષલે IPLમાં વિકેટ લેવાની સાથે સારી ઈકોનોમી સાથે બોલિંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.