તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Before The Semi final Against India, Akhtar Asked Bhajji For 4 Tickets For The Final And Said, "We Will Play The Final, So We Want It For The Family."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ કપ ડાયરીઝ:ભારત સામેની સેમિફાઇનલ પહેલાં અખ્તરે ભજ્જી પાસે ફાઇનલની 4 ટિકિટ માગી કહ્યું હતું, અમે ફાઇનલ રમીશું એટલે પરિવારજનો માટે જોઈએ છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતની 2011ની વર્લ્ડ કપ જીતને ગઈકાલે 10 વર્ષ પૂરા થયા. ટીમ ઇન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં 2 એપ્રિલ 2011ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકાના માત આપી 28 વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઇન્ડિયા ત્યારે ઘરઆંગણે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની હતી. ઓફ-સ્પિનર હરભજન સિંહે એ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની સેમિફાઇનલ સાથે સંકળાયેલો એક કિસ્સો શેર કર્યો છે.

અખ્તરે ફાઇનલની ચાર ટિકિટ માગી હતી
હરભજને સ્પોર્ટ્સ ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "અખ્તરે સેમિફાઇનલ પહેલાંની રાત્રે મને કહ્યું કે- તેને પોતાના પરિવારજનો માટે 4 ટિકિટ જોઈએ છે. મેં પંજાબ ક્રિકેટ એસોસિએશનમાં વાત કરીને તેને ચાર ટિકિટ અરેન્જ કરી આપી. હું જ્યારે તેને ટિકિટ આપવા ગયો તો તેણે કહ્યું ફાઇનલ માટેની પણ 4 ટિકિટ અરેન્જ કરી આપીશ તો સારું રહેશે.

હરભજનની સિક્સર
હરભજને કહ્યું કે, મેં અખ્તરને પૂછ્યું તે ફાઇનલની ટિકિટનું શું કરશે? તો તેણે જવાબમાં કહ્યું કે પાકિસ્તાન (ભારતને હરાવીને) મુંબઈમાં ફાઇનલ રમશે. તે પછી અખ્તરના યોર્કર પર હરભજને સિક્સ મારતાં કહ્યું કે, તમે મુંબઈ જશો તો અમે ક્યાં જશું? ભારત ફાઇનલ રમશે અને તમે આવીને મેચ જોઈ શકો છો. હું વધુ ચાર ટિકિટ આપીશ. આવીને મેચ એન્જોય કરજો. ઉલ્લેખનીય છે કે, ભારતે સેમિફાઇનલમાં પાકિસ્તાનને 29 રને હરાવ્યું હતું.

2 એપ્રિલ 2011, ...એન્ડ ધોની ફિનિશિસ ઓફ ઇન સ્ટાઇલ

  • ટૂર્નામેન્ટ ઘરઆંગણે રમાતી હોવાથી ભારત શરૂઆતથી ફેવરિટ તરીકે મેદાને ઉતર્યું હતું. ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા એકમાત્ર સાઉથ આફ્રિકા સામે હાર્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટાઈ પડી હતી.
  • મહામુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લંકાએ મહેલા જયવર્દનેની સદી થકી 50 ઓવરમાં 6 વિકેટે 274 રન કર્યા હતા.
  • રનચેઝમાં ભારતે 31 રનમાં સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગની વિકેટ ગુમાવી દીધી હતી. બંનેને લસિથ મલિંગાએ પેવેલિયન ભેગા કર્યા હતા.
  • ત્યારબાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરીને મેચમાં ભારતની વાપસી કરી હતી. કોહલી 35 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો.
  • તે પછી ગંભીર અને આખી ટૂર્નામેન્ટમાં આઉટ ઓફ ફોર્મ રહેલા ધોનીએ ચોથી વિકેટ માટે 109 રનની પાર્ટનરશીપ કરીને મેચ ભારતના નામે કરી હતી. ગંભીર 122 બોલમાં 9 ફોરની મદદથી 97 રનની શાનદાર ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો.
  • ગંભીરના આઉટ થયા પછી ધોનીએ યુવરાજ સાથે મળીને ફોર્માલિટી પૂરી કરી હતી.
  • ધોનીએ 79 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 91* રનની ધમાકેદાર ઇનિંગસ રમી હતી. યુવરાજ પણ 21 રને અણનમ રહ્યો હતો. નોંધ: આ મેચ અગાઉ વર્લ્ડ કપમાં ધોનીનો સર્વાધિક સ્કોર 34 હતો.
  • ભારતને મેચ જીતવા માટે 11 બોલમાં 4 રનની જરૂર હતી ત્યારે ધોનીએ નુવાન કુલસેકરાની બોલિંગમાં લોન્ગ-ઓન પર સિક્સ મારીને તે ક્ષણને, પોતાને અને ભારતીય ટીમને ક્રિકેટની હિસ્ટ્રી બુકમાં હંમેશા માટે અમર કરી દીધા હતા.
  • ઓન-એર શાસ્ત્રીની કોમેન્ટ્રી (જ્યારે ધોનીએ વિનિંગ સિક્સ મારી): "... એન્ડ ધોની ફિનિશિસ ઓફ ઇન સ્ટાઇલ. અ મેગ્નિફિસયન્ટ સ્ટ્રાઈક ઇન્ટુ ધ ક્રાઉડ. ઇન્ડિયા લિફ્ટ ધ વર્લ્ડ કપ આફ્ટર 28 યર્સ." લાસ્ટ બોલ સાથે જોડાયેલી યાદો આજે પણ ફેન્સના રૂંવાતા ઉભા કરી દે છે!

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો