વિરાટની ફિટનેસની નવી ફોર્મ્યુલા:પાકિસ્તાન સામેની મેચ પહેલાં કોહલી હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડ્યો, જેથી લંગ્સ મજબૂત બની શકે

એક મહિનો પહેલા

ફિટનેસ મામલે વિરાટ કોહલીની ચર્ચા દરેક જગ્યાએ થતી રહેતી હોય છે. ચાહકો હોય કે પછી એક્સપર્ટ્સ, બધા જ તેની ફિટનેસને દાદ દેતા હોય છે. પરંતુ કોહલી જેટલી ફિટનેસ મેળવવી આસાન નથી. તે પોતાનું ફિટનેસ લેવલ જાળવવા માટે ઘણી મહેનત કરે છે. તેણે પોતાની માટે હાઈ પેરેમિટર સેટ કર્યા છે, અને તે અચિવ પણ કરે છે. વિરાટની આવી જ એક ટ્રેનિંગનો ભાગ છે એંડ્યોરન્સ ટ્રેનિંગ, જેના કારણે તે ક્યારેય મેદાન ઉપર થાકતો નથી.

આ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. આ પહેલા તે ગ્રાઉન્ડમાં હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડતો હતો.
આ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. આ પહેલા તે ગ્રાઉન્ડમાં હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડતો હતો.

એશિયા કપના સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેચ રમાશે. આ પહેલા શનિવારે કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે, જેમાં તે એંડ્યોરન્સ ટ્રેનિંગ કરતો નજરે ચડે છે. વીડિયોમાં કોહલી હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડી રહ્યો છે તે દેખાય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડવાનું કારણ જ એ છે કે તેનાથી લંગ્સ મનજબૂત બને છે. અને તે ઓછી હવામાં પણ સારું કામ કરે છે.

કોહલી હંમેશાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિટનેસના ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરતો રહેતો હોય છે.
કોહલી હંમેશાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિટનેસના ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરતો રહેતો હોય છે.

પ્લેયર્સ માટે ફિટનેસ આઈકોન છે કોહલી
વિરાટ કોહલી બીજા ખેલાડીઓ માટે ફિટનેસ આઈકોન છે. દિગ્ગજ ક્રિકેટર હોય, કે પછી એક્સપર્ટ્સ હોય કે પછી કોઈ ફેન હોય, દરેક લોકો તેની ફિટનેસના ચાહક છે. તે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ ફિટનેસનો વીડિયો શેર કરતો રહેતો હોય છે. ગયા વીડિયોમાં વિરાટ જીમમાં વેટ અને બેલેન્સ ટ્રેનિંગ કરતો દેખાતો હતો.

31 ઑગસ્ટે હોંગકોંગની સામે ફિફ્ટી ફટકાર્યા હતા
વિરાટ કોહલીએ હોંગકોંગની સામે રમાયેલી મેચમાં 44 બોલમાં 59* રન બનાવ્યા હતા. વિરાટે પોતાની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 134ની સ્ટ્રાઈક રેટથી 59* રન બનાવ્યા હતા.

હોંગકોંગ સામેની મેચ પૂરી થયા પછી કોહલીએ પોસ્ટ કરતા કૈપ્શનમાં લખ્યું હતું કે 'સારી જીત મળી, સૂર્યકુમારની ઇનિંગ ખાસ હતી. અમે આગળ વધતા રહીશું.'
હોંગકોંગ સામેની મેચ પૂરી થયા પછી કોહલીએ પોસ્ટ કરતા કૈપ્શનમાં લખ્યું હતું કે 'સારી જીત મળી, સૂર્યકુમારની ઇનિંગ ખાસ હતી. અમે આગળ વધતા રહીશું.'

6 મહિના પછી ફટકારી હાફ સેન્ચુરી
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ છેલ્લા થોડા મહિનાઓથી T20માં પણ સારું નહોતું. તે લાંબા સમયથી ખરાબ પ્રદર્શનના કારણે તેને ક્રિટિસિઝમનો સામનો કરવો પડ્યો હતો. તે છેલ્લાં 3 વર્ષથી ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. જોકે હોંગકોંગ સામેની મેચમાં 6 મહિના પછી T20 ઈન્ટરનેશનલમાં તેણે હાફ સેન્ચુરી ફટકારી હતી. કોહલીએ પોતાની બે ફિફ્ટી માટે 11 ઇનિંગ જેટલો સમય લીધો હતો. તેણે છેલ્લે વેસ્ટઈન્ડિઝ સામે માર્ચ મહિનામાં કોલકાતા ખાતે ફિફ્ટી ફટકારી હતી.

વિરાટે છેલ્લે 18 ફેબ્રુઆરી,2022ના રોજ T20 ઈન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી 6 મહિના પછી તેણે હોંગકોંગ સામેની મેચમાં ફિફ્ટી ફટકારી હતી.
વિરાટે છેલ્લે 18 ફેબ્રુઆરી,2022ના રોજ T20 ઈન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી 6 મહિના પછી તેણે હોંગકોંગ સામેની મેચમાં ફિફ્ટી ફટકારી હતી.