• Gujarati News
  • Sports
  • Cricket
  • Before The IND V S PAK Match, Akhtar Gave A Shoulder Massage To Kapil Dev Gavaskar, PAK Fans You Are A Spoon; Who Can Do Anything For Money

શોએબ અખ્તરે મસકા માર્યા!:IND v/s PAK મેચ પહેલા અખ્તરે કપિલ દેવ-ગાવસ્કરને શોલ્ડર મસાજ કરી આપ્યો, PAK ફેન્સ- તું ચમચો છે; જે પૈસા માટે કંઈ પણ કરી શકે

2 મહિનો પહેલા

ક્રિકેટ ફેન્સ એકબાજુ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આયોજિત (24 ઓક્ટોબર) T-20 વર્લ્ડ કપ મેચની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વિવાદોમાં ઘેરાયો છે. ઉલ્લેખનીય છે કે આ મેચ પહેલા શોએબ અખ્તર કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરને શોલ્ડર મસાજ કરતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પાકિસ્તાની ફેન્સ નારાજ થઈ ગયા છે. જેથી અત્યારે આ સમગ્ર વિવાદ ચર્ચામાં આવ્યો છે.

શોએબ અખ્તર બન્યો 'મસાજ મેન'
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર છેલ્લા કેટલાક દિવસોથી મસાજ મેન બની ગયો છે. તેણે ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી પૈકી સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને શોલ્ડર મસાજ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોએબ આ 2 દિગ્ગજ ખેલાડી સાથે મુલાકાત કરવા પહોંચ્યો હતો. તેણે આનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે હું બેસ્ટ ઓફ ધ બેસ્ટ ખેલાડીઓ સાથે ચિલ કરી રહ્યો છું અને ક્રિકેટના મહાસંગ્રામ માટે તૈયાર છું.

તેણે શેર કરેલા ફોટોમાં શોએબ અખ્તર જાણે ઈન્ડિયન ટીમના દિગ્ગજોને મસકા મારી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. આ બંને ફોટોમાં અખ્તર એકપછી એક કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરને શોલ્ડર મસાજ આપતો જોવા મળ્યો હતો. આવી તસવીર વાઈરલ થતા પાકિસ્તાની ફેન્સ રોષે ભરાયા હતા.

તું પૈસા માટે કંઈપણ કરી શકે છે- ફેન
શોએબ અખ્તરને આવી રીતે ઈન્ડિયન ટીમના ખેલાડીને શોલ્ડર મસાજ આપતા જોઈને પાકિસ્તાની ફેન્સ ભડક્યા હતા. જેમાંથી એક ફેન તો એમ કહેવા લાગ્યો હતો કે વીરેન્દ્ર સહેવાગ સાચુ કહેતા હતા, તુ તો પૈસા માટે ભારતમાં કંઈપણ કરી શકે છે.

24 ઓક્ટોબરે ઈન્ડિયા V/S પાકિસ્તાન મહાસંગ્રામ
ભારત અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ બંને ટીમો ગ્રુપ-2માં છે. આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પણ છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને સુપર-12ના ગ્રૂપ-1માં સ્થાન આપવામાં આવ્યું છે. દરેક જૂથમાં 6-6 ટીમો હશે. ગ્રૂપની અન્ય ટીમોનો નિર્ણય વર્લ્ડ કપના ક્વોલિફાયર રાઉન્ડના પરિણામો દ્વારા નક્કી કરવામાં આવશે. તેવામાં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ 24 ઓક્ટોબરે દુબઈ ખાતે રમાશે.

અન્ય સમાચારો પણ છે...