તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Became The Indian To Play 75+ Innings With The Highest Strike Rate; Kuldeep Is The Highest scoring Indian Bowler

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંતે તોડ્યો વિરાટનો રેકોર્ડ:સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી 75+ રનની ઇનિંગ્સ રમનાર ભારતીય બન્યો; કુલદીપ સૌથી વધુ સિક્સ ખાનાર ભારતીય બોલર

2 મહિનો પહેલા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં ફિફટી મારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે નંબર ત્રણ પર બેટિંગ કરતાં 10 હજાર રન પૂરા કરનાર વનડે ઇતિહાસનો બીજો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં 79 બોલમાં 66 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડે પોતાની ઇનિંગ્સ દરમિયાન કુલ 20 સિક્સ મારી. તેમણે ભારત વિરુદ્ધ સૌથી વધુ સિક્સ મારવાના મામલે સાઉથ આફ્રિકાના રેકોર્ડની બરાબરી કરી છે. જ્યારે ઋષભ પંતે સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી 75+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પંતે આ મામલે કોહલીને પાછળ છોડ્યો છે.

ઋષભ પંતે ભારતીય કપ્તાનનો રેકોર્ડ તોડ્યો
ઋષભ પંતે 192.50ની સ્ટ્રાઇક રેટથી 77 રન બનાવ્યા. આ કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 75+ રનની ઇનિંગ્સ છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 2013માં ઓસ્ટ્રેલિયા સામે જયપુરમાં 192.30ની સ્ટ્રાઇક રેટથી અણનમ 100 રન બનાવ્યા હતા.

કોહલીએ ત્રીજા ક્રમ પર આવી 10,000 રન પૂરા કર્યાં
વિરાટ કોહલીએ ત્રીજા નંબર પર બેટીંગ કરી 10,000 રન પૂરા કરી લીધા છે. આ ક્રમ પર દસ હજાર રનનો આંકડો સ્પર્શનાર તે વિશ્વના બીજા બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટીંગના નામે હતો. પોન્ટીંગે ત્રીજા નંબર પર બેટિંગ કરી 12662 રન ફટકાર્યા હતા.

કુલદીપ સૌથી વધુ સિક્સ આપનાર ભારતીય બોલર
ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ કુલદીપ યાદવની બોલિંગમાં 8 સિક્સ મારી. તે 2011 પછી વનડેમાં સૌથી વધુ સિક્સ આપનાર ભારતીય બોલર બન્યો છે. આ પહેલાં 2013માં વિનય કુમારે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુ ખાતે 7 સિક્સ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો