સાકિબુલની સિદ્ધી:ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી, આ રેકોર્ડ નોંધવનારો દુનિયાનો પહેલો ખેલાડી બન્યો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બિહારના 22 વર્ષીય યુવા બેટર સાકિબુલ ગનીએ ઈતિહાસ રચ્યો છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડેબ્યૂ મેચમાં ટ્રિપલ સેન્ચુરી નોંધાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. સાકિબુલે આ સિદ્ધિ રણજી ટ્રોફીની મેચમાં મિઝોરમ વિરૂદ્ધ મેળવી હતી. ગનીની પહેલા કોઈપણ ખેલાડી ફર્સ્ટ ક્લાસની ડેબ્યૂ મેચમાં ટ્રિપલ સેન્ચુરી મારી શક્યો નથી.

387 બોલમાં ટ્રિપલ સેન્ચુરી
સાકિબુલે 5 નંબર પર બેટિંગ કરતા 387 બોલમાં પોતાની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી લીધી છે. આ દરમિયાન 84.20ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી તેણે 405 બોલમાં 341 રન કર્યા હતા. તેવામાં સાકિબુલે આ ઐતિહાસિક ઈનિંગ દરમિયાન 56 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.

તમને જણાવી દઈએ કે બિહાર જ નહીં દુનિયાનો આ પહેલા ખેલાડી છે જેને ફર્સ્ટ ક્લાસની ડેબ્યૂ મેચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હોય. આની પહેલા બિહારના આનંદ શુક્લાએ 1967માં 242 રનની અણનમ ઈનિંગ રમી હતી.

ગનીની શાનદાર ઈનિંગ
સાકિબુલ ગનીની પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ દરમિયાન હાઈસ્કોર નોંધાવવાનો રેકોર્ડ મધ્યપ્રદેશના અજય રોહેરાના નામે છે. અજયે 2018-19ની રણજી સીઝનમાં હૈદરાબાદ વિરૂદ્ધ 267 રન કર્યા હતા. જોકે હવે ગની રોહેરાએ તેને ઓવરટેક કરી લીધો છે.

બાબુલ કુમાર સાથે 538 રન જોડ્યા
એક સમયે બિહારનો સ્કોર 71/3 હતો પરંતુ ત્યારપછી ચોથી વિકેટ માટે બાબુલ કુમાર અને સાકિબુલ ગની વચ્ચે 756 બોલમાં 538 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ રણજીમાં ચોથી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ પણ છે. એટલું જ નહીં આ મેચમાં સાકિબુલની ટ્રિપલ સેન્ચુરી સાથે બાબુલે પણ ડબલ સેન્ચુરી ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...