ICC મેન્સ T20 પ્લેયર ઓફ ધ યર બન્યા સૂર્યકુમાર:આ ખિતાબ સર કરનારા પહેલા ભારતીય બેટર બન્યા, 2022માં T20ના ટોપ સ્કોરર પણ રહ્યા

12 દિવસ પહેલા

ભારતના વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ ICC મેન્સ T20 પ્લેયર ઓફ ધ યર બની ગયા છે. આ ખિતાબ સર કરનારા તે પહેલા ભારતીય બેટર બન્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે આ જાહેરાત કરી છે. ICCના આ ખિતાબના દાવેદારોમાં ઇંગ્લેન્ડ બેટર સેમ કરન, પાકિસ્તાની વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પણ હતા.

સૌથી પહેલાં ગ્રાફિક્સમાં જુઓ આ ટાઈટલના દાવેદાર

હવે જાણીએ ICCના ભારતના એવોર્ડ વિજેતા...

2022માં T20 ઈન્ટરનેશનલના ટોપ સ્કોરર
સૂર્યકુમાર વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે. તેમણે 31 મેચમાં 187.43ની સ્ટ્રાઈક રેટથી 1164 રન બનાવ્યા. તેમાં બે સદી અને 9 અર્ધસદી પણ સામેલ છે.

તેઓ એક વર્ષમાં આ ફોર્મેટમાં 1000થી વધુ રન બનાવનાર બીજા બેટર બન્યા છે. તેમની પહેલાં પાકિસ્તાનના વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાને 2021માં 26 ઈનિંગમાં 1326 રન બનાવ્યા હતા. સૂર્યાએ 2022માં 68 T20 છગ્ગા પણ ફટકાર્યા છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ
ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં સૂર્યાનો સૌથી વધુ 189.9નો સ્ટ્રાઇક રેટ હતો. તેમણે ટુર્નામેન્ટમાં 239 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે ત્રીજા નંબર પર હતા. વિરાટ કોહલી 296 રન બનાવીને ટોપ પર રહ્યા હતા. સૂર્યાએ ટુર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...