• Gujarati News
  • Sports
  • Cricket
  • Became The Fastest Player To Score 7,000 Runs For New Zealand, Also Hitting His First Double Century Of The Year

નવા વર્ષમાં વિલિયમ્સનનો નવો રેકોર્ડ:ન્યૂઝીલેન્ડ માટે સૌથી ઝડપી 7 હજાર રન બનાવનાર પ્લેયર બન્યો, વર્ષની પહેલી બેવડી સદી પણ મારી

ક્રાઈસ્ટચર્ચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને નવા વર્ષ સાથે નવો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. તે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી 7 હજાર ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે પાકિસ્તાન સામે ચાલી રહેલી ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

વિલિયમ્સને મેચની પ્રથમ ઇનિંગ્સમાં 238 રન બનાવ્યા હતા. એકંદરે ટેસ્ટમાં આ તેની ચોથી બેવડી સદી છે. તે સાથે જ ક્રિકેટમાં 2021ની પ્રથમ ડબલ સેન્ચુરી છે.

સૌથી ઝડપી 7 રન બનાવવાની બાબતે રોસ ટેલર બીજા સ્થાને છે. તેણે 96 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિલિયમ્સને તેનાથી 12 મેચ ઓછી રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...