મુંબઈએ સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો:રણજીમાં ઉત્તરાખંડને 725 રનથી હરાવ્યું, 92 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયામાં બનેલો રેકોર્ડ ધ્વસ્ત

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બુધવારે નવો રેકોર્ડ બન્યો.... રનોની વાત કરીએ તો આ સૌથી મોટી જીત છે. મુંબઈએ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઉત્તરાખંડને 725 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં 1930માં ન્યૂ સાઉથ વેલ્સે ક્વીંસલેન્ડને 685 રનથી હરાવ્યું હતું. એટલે કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યારસુદી રન સ્કોરિંગ તરીકે જોઈએ તો આ સૌથી મોટી જીત હતી. 92 વર્ષ પછી મુંબઈએ આ રેકોર્ડ તોડી દીધો છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટને પણ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં સામેલ કરાય છે.

જો 88 વર્ષના રણજી ટૂર્નામેન્ટના ઈતિહાસની વાત કરીએ તો આની પહેલા સૌથી મોટી જીતનો રેકોર્ડ બંગાળના નામે હતો. બંગાળે ડિસેમ્બર 1953મા ઓડિશાને 540 રનથી હરાવ્યું હતું. ભારતમાં રમાયેલી ઓવરઓલ ફર્સ્ટ ક્લાસ મેચમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ સાઉથ ઝોનના નામે છે. સાઉથ ઝોને વર્ષ 2011માં દીલીપ ટ્રોફી મેચમાં સેન્ટ્રલ ઝોનને 552 રનથી હરાવ્યું હતું.

ઉત્તરાખંડને 795 રનનો ટાર્ગેટ આપ્યો, જે 69 પર ઓલઆઉટ
મુંબઈએ 647/8નો સ્કોર નોંધાવી પહેલી ઈનિંગ ડિક્લેર કરી દીધી છે. ત્યારપછી ઉત્તરાખંડ 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મુંબઈએ 261/3ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી ઉત્તરાખંડને 795 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઉત્તરાખંડની ટીમ 69 રન જ કરી શકી હતી.

મુંબઈએ એક ડબલ સેન્ચુરી, 2 સેન્ચુરી અને 4 ફિફ્ટી ફટકારી
આ મેચમાં મુંબઈ તરફથી સુવેદ પારકરે પહેલી ઈનિંગમાં ડબલ સેન્ચુરી મારી હતી, જ્યારે સરફરાઝ ખાને શાનદાર 153 રનની ઈનિંગ રમી હતી. આની સાથે અરમાન જાફર (60) અને શામ્સ મુલાની (59)એ પણ ફિફ્ટી ફટકારી હતી. ટીમની બીજી ઈનિંગમાં ઓપનર યશસ્વી જયસ્વાલે 103, પૃથ્વી શોએ 72 અને આદિત્ય તારેએ 57 રન કર્યા હતા. મુલાનીએ આ મેચમાં 7 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઈનિંગમાં 4 અને બીજીમાં 3 વિકેટ લીધી હતી.

MP અને UP પણ જીત્યા
ટોપ-8ની અન્ય મેચમાં MP અને UPએ પણ જીત દાખવી દીધી છે. બેંગ્લોરમાં મધ્યપ્રદેશે પંજાબને 10 વિકેટથી હરાવ્યું તો ઉત્તર પ્રદેશે કર્ણાટકને 5 વિકેટથી હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...