ભારતની વિમેન્સ ટીમે રચ્યો ઈતિહાસ:સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 રનથી હરાવ્યુ, સ્મૃતિ મંધાના અને સ્નેહ રાણા જીતની સ્ટાર

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 રનોથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર વિમેન્સ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યુ છે અને પહેલા જ પ્રયાસમાં ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી છે.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. તો જેમિમા રોડ્રિગ્યુસે 31 બોલમાં 44 રન માર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ ફ્રેયા કેંપે 2 વિકેટ લીધી હતી. તો કેથરીન બ્રુન્ટે અને નતાલી સ્કિવરે 1-1 વિકેટ લીધી હતી.

ભારતે આપેલા 165 રનના ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન જ કરી શક્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ સ્નેહ રાણાએ 2 વિકેટ ઝડપી હતી. તો દિપ્તી શર્માએ 1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના કુલ ત્રણ બેટરો રનઆઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નતાલી સ્કિવરે 43 બોલમાં 41 રન કર્યા હતા. તો એમી જોન્સે છેલ્લે લડત આપતા 24 બોલમાં 31 રન માર્યા હતા. પણ તેની આ ઇનિંગ ઇંગ્લેન્ડને જીત સુધી પહોંચાડી શકી નહોતી.

સ્નેહ રાણાએ 4 ઓવરમાં 28 રન દઈને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે છેલ્લી ઓવરમાં 14 રન ડિફેન્ડ કર્યા હતા.
સ્નેહ રાણાએ 4 ઓવરમાં 28 રન દઈને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે છેલ્લી ઓવરમાં 14 રન ડિફેન્ડ કર્યા હતા.

પહેલી વિકેટ માટે તોફાની ભાગીદારી
સ્મૃતિ મંધાનાએ અને શેફાલી વર્માએ ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. બન્નેએ પહેલી વિકેટ માટે 8 ઓવરમાં 76 રન જોડ્યા હતા. ફ્રેયા કેંપે શેફાલીને આઉટ કરી હતી. મંધાનાને ઇંગ્લેન્ડની કેપ્ટન સ્કિવરે આઉટ કરી હતી. ત્યારપછી ભારતની ઇનિંગ થોડી પડી ધીમી હતી. જોકે જેમિમાએ છેલ્લે શોટ્સ ફટકારતા ભારતના સ્કોરને 164 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન ફટકાર્યા હતા.
સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન ફટકાર્યા હતા.

બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્યુસ, હરમનપ્રિત કૌર (કેપ્ટન), તાનિયા ભાટીયા (વિકેટકિપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યૈદવ, સ્નેહ રાણા, માઘના સિંહ, રેણુકા સિંહ.

ઇંગ્લેન્ડ: ડેનિયલ વ્યેટ, સોફિયા ડંકલે, એલિસે કેપ્સે, નતાલી સ્કિવર (કેપ્ટન), એમિ જોન્સ (વિકેટકિપર), માઇચા બાઉચર, કેથરીન બ્રુન્ટ, સોફી એક્લેટન, ફ્રેયા કેંપ, ઇઝી વોન્ગ, સારા ગ્લેન.