મંધાના-હરમનપ્રીતની શાનદાર ઇનિંગના કારણે ટીમ ઈન્ડિયા જીતી:ઇંગ્લેન્ડને તેના ઘરમાં જ 7 વિકેટે હરાવ્યું; સિરીઝમાં 1-0ની લીડ મેળવી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના ટૂર ઉપર છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને પહેલી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતુ. આ 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હોવમાં રમાયેલી પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 227/7નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 44.2 ઓવરમાં જ 3 વિકેટના નુક્સાને 232 રન કરી લીધા હતા. આ જીતમાં ઓપનર સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ ઈન્ડિયાના 7માંથી 5 બોલર્સને વિકેટ મળી હતી.

ભારતીય કેપ્ટને ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે 227 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડસન-રિચર્ડ્સે 50 રન કર્યા હતા, તો એક્લેસ્ટોને 31 રન કર્યા હતા. ટૉપ ઑર્ડરમાં સોફિયાએ 29 રન માર્યા હતા. ડેનિયલ વેટે પણ 43 રન કર્યા હતા.

બોલિંગમાં જુલન ગોસ્વામી ઇકોનોમિકલ રહી
ભારતની 39 વર્ષની દિગ્ગજ ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીએ 10 ઓવરમાં માત્ર 20 રન દીધા હતા. તો તેમને એક વિકેટ પણ મળી હતી. તેઓએ 42 ડૉટ બોલ ફેંક્યા હતા. દીપ્તિ શર્માએ 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, સ્નેહ રાણા અને હરલિનને 1-1 વિકેટ મળી હતી.

સ્મૃતિ, હરમનપ્રીત અને યાસ્તિકાએ ફિફ્ટી મારી
228 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી અને શેફાલી શર્મા 1 રન કરીને આઉટ થઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના (91) અને યાસ્તિકા ભાટિયા (50) વચ્ચે 96 રનની પાર્ટનરશિપ થઈ હતી. યાસ્તિકા 50 રન કરીને ડિનની બોલિંગમાં આઉટ થઈ હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે 74 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.