IPL 2022નું મેગા ઓક્શન બેંગ્લોરમાં આયોજિત કરાયું છે. જેમાં બોલી લગાવી રહેલી 10 ફ્રેન્ચાઈઝીએ અત્યારસુધી 74 ખેલાડીને ખરીદ્યા છે. જેમાંથી અત્યારસુધી સૌથી મોંઘા ખેલાડી તરીકે ઈશાન કિશન છે, જેને 15.25 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે. આજે પહેલા દિવસે સુરેશ રૈના સહિત કુલ 20 ખેલાડી અનસોલ્ડ રહ્યા છે.
IPL મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. એવામાં રિપોર્ટ્સ પ્રમાણે, અય્યર કોલકાતાની કેપ્ટનશિપ પણ સંભાળી શકે છે. ત્યાર પછી હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને રોયલ ચેલેન્જર બેંગલોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં જોડ્યો છે. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લેશે. BCCIની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા, પરંતુ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.
ઓક્શનની ચોંકાવનારી વાતો...LIVE અપડેટ્સ
બેંગલુરુમાં આયોજિત IPL મેગા ઓક્શન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઓક્શનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વાણિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી ત્યારે બેભાન થઈને સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા, જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. ઉલ્લેનીય છે કે બોલી ચાલતી હતી ત્યારે અચાનક આ દુર્ઘટના ઘટતાં નીતા અંબાણી, આર્યન ખાન, સુહાના ખાન સહિત દિગ્ગજ સ્તબ્ધ થઈ ગયાં છે. અત્યારે ઓક્શનને તાત્કાલિક રોકી દેવાયું છે.
નામ | 2022 સેલરી (રૂપિયા) | 2022 ટીમમાં પસંદગી |
શિખર ધવન | 8 કરોડ 25 લાખ | પંજાબ કિંગ્સ |
પેટ કમિન્સ | 7 કરોડ 25 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ |
રવિચંદ્રન અશ્વિન | 5 કરોડ | રાજસ્થાન રોયલ્સ |
ટ્રેંટ બોલ્ટ | 8 કરોડ | રાજસ્થાન રોયલ્સ |
કગિસો રબાડા | 9 કરોડ 25 લાખ | પંજાબ કિંગ્સ |
મોહમ્મદ શમી | 6 કરોડ 25 લાખ | ગુજરાત ટાઈટન્સ |
ક્વિંટન ડિકોક | 6 કરોડ 75 લાખ | લખનઉ સુપર જાયન્ટ્સ |
શ્રેયસ અય્યર | 12 કરોડ 25 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ |
ફાફ ડુ પ્લેસિસ | 7 કરોડ | રોયલ ચેલેન્જર બેંગ્લોર |
ડેવિડ વોર્નર | 6.25 કરોડ | દિલ્હી કેપિટલ્સ |
મનીષ પાંડે | 4 કરોડ 60 લાખ | લખનઉ સુપર જાયન્ટ્સ |
શિમરોન હેટમાયર | 8 કરોડ 50 લાખ | રાજસ્થાન રોયલ્સ |
જેસન રોય | 2 કરોડ | ગુજરાત ટાઈટન્સ |
દેવદત્ત પડ્ડિકલ | 7 કરોડ 75 લાખ | રાજસ્થાન રોયલ્સ |
રોબિન ઉથપ્પા | 2 કરોડ | ચેન્નઈ સુપર કિંગ્સ |
ડ્વેન બ્રાવો | 4 કરોડ 40 લાખ | ચેન્નઈ સુપર કિંગ્સ |
નીતીશ રાણા | 8 કરોડ | કોલકાતા નાઈટ રાઈડર્સ |
જેસન હોલ્ડર | 8 કરોડ 75 લાખ | લખનઉ સુપર જાયન્ટ્સ |
હર્ષલ પટેલ | 10 કરોડ 75 લાખ | રોયલ ચેલેન્જર બેંગલોર |
દીપક હુડા | 5 કરોડ 75 લાખ | લખનઉ સુપર જાયન્ટ્સ |
વાણિંદુ હસરંગા | 10 કરોડ 75 લાખ | રોયલ ચેલેન્જર બેંગ્લોર |
વોશિંગ્ટન સુંદર | 8 કરોડ 75 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
કૃણાલ પંડ્યા | 8 કરોડ 25 લાખ | લખનઉ સુપર જાયન્ટ્સ |
મિચેલ માર્શ | 6 કરોડ 50 લાખ | દિલ્હી કેપિટલ્સ |
અંબાતી રાયડુ | 6 કરોડ 75 લાખ | ચેન્નઈ સુપર કિંગ્સ |
ઈશાન કિશન | 15 કરોડ 25 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ |
જોની બેયરસ્ટો | 6 કરોડ 75 લાખ | પંજાબ કિંગ્સ |
દિનેશ કાર્તિક | 5 કરોડ 5 લાખ | રોયલ ચેલેન્જર બેંગ્લોર |
નટરાજન | 4 કરોડ રૂપિયા | સનરાઈઝર્સ હૈદરાબાદ |
નિકોલસ પૂરન | 10 કરોડ 75 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
દીપક ચાહર | 14 કરોડ | ચેન્નઈ સુપર કિંગ્સ |
પ્રસિદ્ધ કૃષ્ણા | 10 કરોડ | રાજસ્થાન રોયલ્સ |
લોકી ફર્ગ્યુસન | 10 કરોડ | ગુજરાત ટાઈટન્સ |
જોશ હેઝલવુડ | 7 કરોડ 75 લાખ | રોયલ ચેલેન્જર બેંગ્લોર |
માર્ક વુડ | 7 કરોડ 50 લાખ | લખનઉ સુપર જાયન્ટ્સ |
ભુવનેશ્વર કુમાર | 4 કરોડ 20 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
શાર્દૂલ ઠાકુર | 10 કરોડ 75 લાખ | દિલ્હી કેપિટલ્સ |
મુસ્તફિઝુર રહેમાન | 2 કરોડ | દિલ્હી કેપિટલ્સ |
કુલદીપ યાદવ | 2 કરોડ | દિલ્હી કેપિટલ્સ |
રાહુલ ચાહર | 5 કરોડ 25 લાખ | પંજાબ કિંગ્સ |
યુઝવેન્દ્ર ચહલ | 6 કરોડ 50 લાખ | રાજસ્થાન રોયલ્સ |
પ્રિયમ ગર્ગ | 20 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
અભિનવ સદારંગની | 2 કરોડ 60 લાખ | ગુજરાત ટાઈટન્સ |
ડિવોલ્ડ બ્રેવસી | 3 કરોડ | મુંબઈ ઈન્ડિયન્સ |
અશ્વિન હૈબ્બાર | 20 લાખ | દિલ્હી કેપિટલ્સ |
રાહુલ ત્રિપાઠી | 8 કરોડ 50 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
રિયાન પરાગ | 3 કરોડ 80 લાખ | રાજસ્થાન રોયલ્સ |
અભિષેક શર્મા | 6 કરોડ 50 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
સરફરાઝ ખાન | 20 લાખ | દિલ્હી કેપિટલ્સ |
શાહરુખ ખાન | 9 કરોડ રૂપિયા | પંજાબ કિંગ્સ |
શિવમ માવી | 7 કરોડ 25 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ |
રાહુલ તેવટિયા | 9 કરોડ | ગુજરાત ટાઈટન્સ |
કમલેશ નાગરકોટી | 1 કરોડ 10 લાખ | દિલ્હી કેપિટલ્સ |
હરપ્રીત બરાર | 3 કરોડ 80 લાખ | પંજાબ કિંગ્સ |
શાહબાઝ અહેમદ | 2 કરોડ 40 લાખ | રોયલ ચેલેન્જર બેંગ્લોર |
કેએસ ભરત | 2 કરોડ | દિલ્હી કેપિટલ્સ |
અનુજ રાવત | 3 કરોડ 40 લાખ | રોયલ ચેલેન્જર બેંગ્લોર |
પ્રભ સિમરન સિંહ | 60 લાખ | પંજાબ કિંગ્સ |
શેલ્ડન જેક્સન | 60 લાખ | કોલકાતા નાઈટ રાઈડર્સ |
જિતેશ શર્મા | 20 લાખ | પંજાબ કિંગ્સ |
બેસિલ થમ્પી | 30 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ |
કાર્તિક ત્યાગી | 4 કરોડ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
આકાશ દીપ | 20 લાખ | રોયલ ચેલેંજર બેંગ્લોર |
આવેશ ખાન | 10 કરોડ | લખનઉ સુપર જાયન્ટ્સ |
ઈશાન પોરેલ | 25 લાખ | પંજાબ કિંગ્સ |
તુષાર દેશપાંડે | 20 લાખ | ચેન્નઈ સુપર કિંગ્સ |
નૂર અહેમદ | 30 લાખ | ગુજરાત ટાઈટન્સ |
મુરુગન અશ્વિન | 1 કરોડ 60 લાખ | મુંબઈ ઈન્ડિયન્સ |
કે.સી.કરિયપ્પા | 30 લાખ | રાજસ્થાન રોયલ્સ |
શ્રેયસ ગોપાલ | 75 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
જગદીશ સુચિત | 20 લાખ | સનરાઈઝર્સ હૈદરાબાદ |
સાઈ કિશોર | 3 કરોડ | ગુજરાત ટાઈટન્સ |
આજે નહીં વેચાયેલા ખેલાડી-
IPL ઓક્શનના હીરોઃ
આઈપીએલ હરાજીકર્તા હ્યુજ એડમિડ્સ બેભાન થઈ ઢળી પડ્યા.. વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
પ્રીતી ઝિંટા ઓક્શનમાં હાજરી નહીં આપે
મેગા ઓક્શન પહેલા બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાની તસવીર શેર કરી લખ્યું છે કે IPL ઓક્શન હું IPLની હરાજી જોવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. આ વખતે હરાજીના બદલે ક્યૂટ બેબી સાથે સમય વિતાવી રહી છું, જે ખૂબ જ આનંદની વાત છે. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે અને પંજાબ કિંગ્સની નવી ટીમની રાહ જોઈ શકતી નથી.
જે 10 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં એરોન હાર્ડી, લાન્સ મોરિસ, નિવેથાન રાધાકૃષ્ણન, અગ્નિવેશ અયાચી, હાર્દિક તૈમોર, નીતીશ કુમાર રેડ્ડી, મિહિર હિરવાણી, મોનુ કુમાર, રોહન રાણા, સાંઈરાજ પાટીલનો સમાવેશ થાય છે.
આજે બેંગલુરુમાં યોજાનારી ખેલાડીઓની આ હરાજીમાં ઘણા ખેલાડીઓનું ભાવિ ચમકવાનું છે. પહેલા 10 માર્કી ખેલાડીને હરાજીમાં મૂકવામાં આવશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની હરાજી કરવામાં આવશે.
રાજસ્થાન રોયલ્સ મેગા ઓક્શન માટે તૈયાર છે. તેણે હરાજી વિશે ટ્વીટ પણ કર્યું છે. તેણે લખ્યું- અમે જયપુરથી હલ્લા બોલ માટે તૈયાર છીએ...
હરાજી પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પણ ટ્વીટ કરીને લખ્યું- યલો ટીમ સુપર ઓક્શન માટે તૈયાર છે.
માર્કી પ્લેયર એટલે શું?
માર્કી ખેલાડીઓ એને કહેવામાં આવે છે, જેમના પર હરાજી દરમિયાન પ્રથમ બોલી લગાવવામાં આવે છે. આ ખેલાડીઓએ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ મોટું નામ બનાવેલું હોય છે. આ ખેલાડીઓમાં શિખર ધવન, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, ક્વિન્ટન ડિકોક, કાગિસો રબાડા અને ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે.
33 ખેલાડીને રિટેન કરાયા
IPL 2022 માટે 33 ખેલાડીને રિટેન કરાયા છે. 8 ટીમે 27 ખેલાડીને રિટેન કર્યા છે. એ જ સમયે 2 નવી IPL ટીમે તેમની ટીમમાં 6 ખેલાડીનો ઉમેરો કર્યો છે. કેએલ રાહુલને લખનઉએ તેની ટીમ સાથે 17 કરોડમાં જોડ્યો છે. આજની હરાજીમાં કેએલ રાહુલ કરતાં વધુ પૈસા કોઈ ખેલાડીને મળે છે કે કેમ એ જોવું રહ્યું. 10 ટીમ મળીને 33 ખેલાડી પર કુલ 338 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ઓક્શનમાં કયા દેશના કેટલા ખેલાડીઓ સામેલ
હરાજીમાં 370 ભારતીય ખેલાડી છે, જ્યારે 14 દેશના 220 વિદેશી ખેલાડી સામેલ છે. વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડી, વેસ્ટ ઈન્ડીઝના 34 ખેલાડી, દક્ષિણ આફ્રિકાના 33 ખેલાડી, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના 24-24 ખેલાડી, શ્રીલંકાના 23 ખેલાડી, અફઘાનિસ્તાનના 17 ખેલાડી, બાંગ્લાદેશ અને આયર્લેન્ડના 5 ખેલાડી, 3 ખેલાડીનો સમાવેશ થાય છે. નામીબિયા તરફથી, સ્કોટલેન્ડના 3 અને નેપાળ, યુએસએ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડી છે.
દરેક ટીમ પાસે હરાજી માટે કેટલા પૈસા હતા?
દરેક ટીમ પાસે હરાજી માટે 90 કરોડ હતા. એમાંથી હરાજી પહેલાં ખેલાડીઓને જાળવી રાખવા અથવા સાઇન કરવા પાછળ ખર્ચવામાં આવતી રકમ ઘટાડવામાં આવશે અને બાકીની રકમનો ઉપયોગ ટીમો દ્વારા હરાજીમાં ભાગ લેવા માટે કરવામાં આવશે.
ગેઈલ, સ્ટોક્સ, સ્ટાર્ક જેવા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં કેમ જોવા નહીં મળે
IPLની આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળશે નહીં. ઈન્ટરનેશનલ ક્રિકેટના ફેમસ પ્લેયર રહેલા આ ચહેરાઓએ IPLમાં પણ પોતાની છાપ છોડી છે, જેમાં ક્રિસ ગેલ, બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, ઝે રિચર્ડસન, કાયલ જેમિસન, સેમ કુરન, ટોમ કુરન, ડેન ક્રિશ્ચિયન, જો રૂટ, ક્રિસ વોક્સ, ટોમ બેન્ટન અને મેટ હેનરીનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.