IPL ઓક્શનના પહેલા દિવસે 74 પ્લેયરની હરાજી:ઈશાન 15.25 કરોડ સેલેરી સાથે સૌથી મોંઘો, 10 ખેલાડી 10 કરોડ ક્લબમાં સામેલ; જેમાંથી 7 ભારતીય

બેંગલુરુ5 મહિનો પહેલા
  • મુંબઈએ પહેલીવાર કોઈ ખેલાડી માટે 10 કરોડથી વધુની બોલી લગાવી
  • શ્રેયસ અને હર્ષલની પણ 10 કરોડ ક્લબમાં એન્ટ્રી

IPL 2022નું મેગા ઓક્શન બેંગ્લોરમાં આયોજિત કરાયું છે. જેમાં બોલી લગાવી રહેલી 10 ફ્રેન્ચાઈઝીએ અત્યારસુધી 74 ખેલાડીને ખરીદ્યા છે. જેમાંથી અત્યારસુધી સૌથી મોંઘા ખેલાડી તરીકે ઈશાન કિશન છે, જેને 15.25 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે. આજે પહેલા દિવસે સુરેશ રૈના સહિત કુલ 20 ખેલાડી અનસોલ્ડ રહ્યા છે.

IPL મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે. એવામાં રિપોર્ટ્સ પ્રમાણે, અય્યર કોલકાતાની કેપ્ટનશિપ પણ સંભાળી શકે છે. ત્યાર પછી હર્ષલ પટેલ બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને રોયલ ચેલેન્જર બેંગલોરે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં જોડ્યો છે. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લેશે. BCCIની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા, પરંતુ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.

ઓક્શનની ચોંકાવનારી વાતો...LIVE અપડેટ્સ

બેંગલુરુમાં આયોજિત IPL મેગા ઓક્શન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઓક્શનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વાણિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી ત્યારે બેભાન થઈને સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા, જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. ઉલ્લેનીય છે કે બોલી ચાલતી હતી ત્યારે અચાનક આ દુર્ઘટના ઘટતાં નીતા અંબાણી, આર્યન ખાન, સુહાના ખાન સહિત દિગ્ગજ સ્તબ્ધ થઈ ગયાં છે. અત્યારે ઓક્શનને તાત્કાલિક રોકી દેવાયું છે.

  • મુંબઈએ પહેલીવાર કોઈ ખેલાડી માટે 10 કરોડથી વધુની બોલી લગાવી. ટીમે 15 કરોડ 25 લાખમાં ઈશાન કિશનને મુંબઈ ટીમમાં સામેલ કર્યો. 130 સ્ટ્રાઈક રેટ અને 23 વર્ષના યુવાને લેવા માટે ગુજરાત, હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રસાકસી ભરી જંગ જોવા મળી હતી.
  • મિસ્ટર IPLથી ફેમસ સુરેશ રૈના આજે અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. જોકે IPL 2021 દરમિયાન મિડ સિઝનથી જ ચેન્નઈએ આને ડ્રોપ કરી દીધો હતો.
  • 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ઇંગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર જેસન રોય ગુજરાત ટાઈટન્સનો ભાગ બની ગયો છે. આ દરમિયાન ચોંકાવનારી ઘટના એ રહી કે કોઈપણ ટીમે તેની સામે બોલી ન લગાવી અને ગુજરાતને ભાવતું હતું અને વૈદે કીધું એમ થઈ ગયું છે.
  • IPLમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરી ચૂકેલો સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ પણ 2 કરોડ હતી. ગત વર્ષે સ્મિથ દિલ્હી કેપિટલ્સની ટીમનો ભાગ રહ્યો હતો.
  • રોબિન ઉથપ્પાને ચેન્નઈ સુપર કિંગ્સે 2 કરોડમાં ખરીદ્યો છે. ગત વર્ષે પણ તેને આ ટીમમાંથી 3 કરોડ રૂપિયા મળતા હતા.
IPL ઓક્શન 2022ના ખેલાડીઓની યાદી
નામ2022 સેલરી (રૂપિયા)2022 ટીમમાં પસંદગી
શિખર ધવન8 કરોડ 25 લાખપંજાબ કિંગ્સ
પેટ કમિન્સ7 કરોડ 25 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
રવિચંદ્રન અશ્વિન5 કરોડરાજસ્થાન રોયલ્સ
ટ્રેંટ બોલ્ટ8 કરોડરાજસ્થાન રોયલ્સ
કગિસો રબાડા9 કરોડ 25 લાખપંજાબ કિંગ્સ
મોહમ્મદ શમી6 કરોડ 25 લાખગુજરાત ટાઈટન્સ
ક્વિંટન ડિકોક6 કરોડ 75 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
શ્રેયસ અય્યર12 કરોડ 25 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
ફાફ ડુ પ્લેસિસ7 કરોડરોયલ ચેલેન્જર બેંગ્લોર
ડેવિડ વોર્નર6.25 કરોડદિલ્હી કેપિટલ્સ
મનીષ પાંડે4 કરોડ 60 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
શિમરોન હેટમાયર8 કરોડ 50 લાખરાજસ્થાન રોયલ્સ
જેસન રોય2 કરોડગુજરાત ટાઈટન્સ
દેવદત્ત પડ્ડિકલ7 કરોડ 75 લાખરાજસ્થાન રોયલ્સ
રોબિન ઉથપ્પા2 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
ડ્વેન બ્રાવો4 કરોડ 40 લાખચેન્નઈ સુપર કિંગ્સ
નીતીશ રાણા8 કરોડકોલકાતા નાઈટ રાઈડર્સ
જેસન હોલ્ડર8 કરોડ 75 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
હર્ષલ પટેલ10 કરોડ 75 લાખરોયલ ચેલેન્જર બેંગલોર
દીપક હુડા5 કરોડ 75 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
વાણિંદુ હસરંગા10 કરોડ 75 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
વોશિંગ્ટન સુંદર8 કરોડ 75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
કૃણાલ પંડ્યા8 કરોડ 25 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
મિચેલ માર્શ6 કરોડ 50 લાખદિલ્હી કેપિટલ્સ
અંબાતી રાયડુ6 કરોડ 75 લાખચેન્નઈ સુપર કિંગ્સ
ઈશાન કિશન15 કરોડ 25 લાખમુંબઈ ઈન્ડિયન્સ
જોની બેયરસ્ટો6 કરોડ 75 લાખપંજાબ કિંગ્સ
દિનેશ કાર્તિક5 કરોડ 5 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
નટરાજન4 કરોડ રૂપિયાસનરાઈઝર્સ હૈદરાબાદ
નિકોલસ પૂરન10 કરોડ 75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
દીપક ચાહર14 કરોડચેન્નઈ સુપર કિંગ્સ
પ્રસિદ્ધ કૃષ્ણા10 કરોડરાજસ્થાન રોયલ્સ
લોકી ફર્ગ્યુસન10 કરોડગુજરાત ટાઈટન્સ
જોશ હેઝલવુડ7 કરોડ 75 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
માર્ક વુડ7 કરોડ 50 લાખલખનઉ સુપર જાયન્ટ્સ
ભુવનેશ્વર કુમાર4 કરોડ 20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
શાર્દૂલ ઠાકુર10 કરોડ 75 લાખદિલ્હી કેપિટલ્સ
મુસ્તફિઝુર રહેમાન2 કરોડદિલ્હી કેપિટલ્સ
કુલદીપ યાદવ2 કરોડદિલ્હી કેપિટલ્સ
રાહુલ ચાહર5 કરોડ 25 લાખપંજાબ કિંગ્સ
યુઝવેન્દ્ર ચહલ6 કરોડ 50 લાખરાજસ્થાન રોયલ્સ
પ્રિયમ ગર્ગ20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
અભિનવ સદારંગની2 કરોડ 60 લાખગુજરાત ટાઈટન્સ
ડિવોલ્ડ બ્રેવસી3 કરોડમુંબઈ ઈન્ડિયન્સ
અશ્વિન હૈબ્બાર20 લાખદિલ્હી કેપિટલ્સ
રાહુલ ત્રિપાઠી8 કરોડ 50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
રિયાન પરાગ3 કરોડ 80 લાખરાજસ્થાન રોયલ્સ
અભિષેક શર્મા6 કરોડ 50 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
સરફરાઝ ખાન20 લાખદિલ્હી કેપિટલ્સ
શાહરુખ ખાન9 કરોડ રૂપિયાપંજાબ કિંગ્સ
શિવમ માવી7 કરોડ 25 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
રાહુલ તેવટિયા9 કરોડગુજરાત ટાઈટન્સ
કમલેશ નાગરકોટી1 કરોડ 10 લાખદિલ્હી કેપિટલ્સ
હરપ્રીત બરાર3 કરોડ 80 લાખપંજાબ કિંગ્સ
શાહબાઝ અહેમદ2 કરોડ 40 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
કેએસ ભરત2 કરોડદિલ્હી કેપિટલ્સ
અનુજ રાવત3 કરોડ 40 લાખરોયલ ચેલેન્જર બેંગ્લોર
પ્રભ સિમરન સિંહ60 લાખપંજાબ કિંગ્સ
શેલ્ડન જેક્સન60 લાખકોલકાતા નાઈટ રાઈડર્સ
જિતેશ શર્મા20 લાખપંજાબ કિંગ્સ
બેસિલ થમ્પી30 લાખમુંબઈ ઈન્ડિયન્સ
કાર્તિક ત્યાગી4 કરોડસનરાઈઝર્સ હૈદરાબાદ
આકાશ દીપ20 લાખરોયલ ચેલેંજર બેંગ્લોર
આવેશ ખાન10 કરોડલખનઉ સુપર જાયન્ટ્સ
ઈશાન પોરેલ25 લાખપંજાબ કિંગ્સ
તુષાર દેશપાંડે20 લાખચેન્નઈ સુપર કિંગ્સ
નૂર અહેમદ30 લાખગુજરાત ટાઈટન્સ
મુરુગન અશ્વિન1 કરોડ 60 લાખમુંબઈ ઈન્ડિયન્સ
કે.સી.કરિયપ્પા30 લાખરાજસ્થાન રોયલ્સ
શ્રેયસ ગોપાલ75 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
જગદીશ સુચિત20 લાખસનરાઈઝર્સ હૈદરાબાદ
સાઈ કિશોર3 કરોડગુજરાત ટાઈટન્સ

આજે નહીં વેચાયેલા ખેલાડી-

  1. ડેવિડ મિલર - બેઝ પ્રાઈઝ 1 કરોડ
  2. સુરેશ રૈના- બેઝ પ્રાઈઝ 2 કરોડ
  3. સ્ટીવ સ્મિથ- બેઝ પ્રાઈઝ 2 કરોડ
  4. શાકીબ અલ હસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ
  5. મોહમ્મદ નબી- બેઝ પ્રાઈઝ 1 કરોડ
  6. રિદ્ધિમાન સાહા- 1 કરોડ બેઝ પ્રાઈઝ
  7. સેમ બિલિંગ્સ - અનસોલ્ડ
  8. ઉમેશ યાદવ- અનસોલ્ડ
  9. આદિલ રશિદ- અનસોલ્ડ
  10. મુજીબ ઝાદરાન- અનસોલ્ડ
  11. ઈમરાન તાહિર- અનસોલ્ડ
  12. એડમ ઝેમ્પા - અનસોલ્ડ
  13. અમિત મિશ્રા - અનસોલ્ડ
  14. હરી નિશાંથ - અનસોલ્ડ
  15. અનમોલ પ્રિત સિંહ - અનસોલ્ડ
  16. મોહમ્મદ અઝહરુદ્દીન- અનસોલ્ડ
  17. વિષ્ણુ વિનોદ- અનસોલ્ડ
  18. વિષ્ણુ સોલંકી- અનસોલ્ડ
  19. એમ.સિદ્ધાર્થ- અનસોલ્ડ
  20. સંદીપ લમિછાને- અનસોલ્ડ

IPL ઓક્શનના હીરોઃ

આઈપીએલ હરાજીકર્તા હ્યુજ એડમિડ્સ બેભાન થઈ ઢળી પડ્યા.. વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

હ્યુજ જ્યારે બેભાન થઈને ઢળી પડ્યા ત્યારે સુહાના ખાન સહિત આર્યન ખાન સ્તબ્ધ થઈ ગયા
હ્યુજ જ્યારે બેભાન થઈને ઢળી પડ્યા ત્યારે સુહાના ખાન સહિત આર્યન ખાન સ્તબ્ધ થઈ ગયા

પ્રીતી ઝિંટા ઓક્શનમાં હાજરી નહીં આપે
મેગા ઓક્શન પહેલા બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાની તસવીર શેર કરી લખ્યું છે કે IPL ઓક્શન હું IPLની હરાજી જોવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. આ વખતે હરાજીના બદલે ક્યૂટ બેબી સાથે સમય વિતાવી રહી છું, જે ખૂબ જ આનંદની વાત છે. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે અને પંજાબ કિંગ્સની નવી ટીમની રાહ જોઈ શકતી નથી.

જે 10 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં એરોન હાર્ડી, લાન્સ મોરિસ, નિવેથાન રાધાકૃષ્ણન, અગ્નિવેશ અયાચી, હાર્દિક તૈમોર, નીતીશ કુમાર રેડ્ડી, મિહિર હિરવાણી, મોનુ કુમાર, રોહન રાણા, સાંઈરાજ પાટીલનો સમાવેશ થાય છે.

આજે બેંગલુરુમાં યોજાનારી ખેલાડીઓની આ હરાજીમાં ઘણા ખેલાડીઓનું ભાવિ ચમકવાનું છે. પહેલા 10 માર્કી ખેલાડીને હરાજીમાં મૂકવામાં આવશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની હરાજી કરવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ મેગા ઓક્શન માટે તૈયાર છે. તેણે હરાજી વિશે ટ્વીટ પણ કર્યું છે. તેણે લખ્યું- અમે જયપુરથી હલ્લા બોલ માટે તૈયાર છીએ...

હરાજી પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પણ ટ્વીટ કરીને લખ્યું- યલો ટીમ સુપર ઓક્શન માટે તૈયાર છે.

માર્કી પ્લેયર એટલે શું?
માર્કી ખેલાડીઓ એને કહેવામાં આવે છે, જેમના પર હરાજી દરમિયાન પ્રથમ બોલી લગાવવામાં આવે છે. આ ખેલાડીઓએ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ મોટું નામ બનાવેલું હોય છે. આ ખેલાડીઓમાં શિખર ધવન, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, ક્વિન્ટન ડિકોક, કાગિસો રબાડા અને ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે.

33 ખેલાડીને રિટેન કરાયા
IPL 2022 માટે 33 ખેલાડીને રિટેન કરાયા છે. 8 ટીમે 27 ખેલાડીને રિટેન કર્યા છે. એ જ સમયે 2 નવી IPL ટીમે તેમની ટીમમાં 6 ખેલાડીનો ઉમેરો કર્યો છે. કેએલ રાહુલને લખનઉએ તેની ટીમ સાથે 17 કરોડમાં જોડ્યો છે. આજની હરાજીમાં કેએલ રાહુલ કરતાં વધુ પૈસા કોઈ ખેલાડીને મળે છે કે કેમ એ જોવું રહ્યું. 10 ટીમ મળીને 33 ખેલાડી પર કુલ 338 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ઓક્શનમાં કયા દેશના કેટલા ખેલાડીઓ સામેલ
હરાજીમાં 370 ભારતીય ખેલાડી છે, જ્યારે 14 દેશના 220 વિદેશી ખેલાડી સામેલ છે. વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડી, વેસ્ટ ઈન્ડીઝના 34 ખેલાડી, દક્ષિણ આફ્રિકાના 33 ખેલાડી, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના 24-24 ખેલાડી, શ્રીલંકાના 23 ખેલાડી, અફઘાનિસ્તાનના 17 ખેલાડી, બાંગ્લાદેશ અને આયર્લેન્ડના 5 ખેલાડી, 3 ખેલાડીનો સમાવેશ થાય છે. નામીબિયા તરફથી, સ્કોટલેન્ડના 3 અને નેપાળ, યુએસએ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડી છે.

દરેક ટીમ પાસે હરાજી માટે કેટલા પૈસા હતા?
દરેક ટીમ પાસે હરાજી માટે 90 કરોડ હતા. એમાંથી હરાજી પહેલાં ખેલાડીઓને જાળવી રાખવા અથવા સાઇન કરવા પાછળ ખર્ચવામાં આવતી રકમ ઘટાડવામાં આવશે અને બાકીની રકમનો ઉપયોગ ટીમો દ્વારા હરાજીમાં ભાગ લેવા માટે કરવામાં આવશે.

ગેઈલ, સ્ટોક્સ, સ્ટાર્ક જેવા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં કેમ જોવા નહીં મળે
IPLની આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળશે નહીં. ઈન્ટરનેશનલ ક્રિકેટના ફેમસ પ્લેયર રહેલા આ ચહેરાઓએ IPLમાં પણ પોતાની છાપ છોડી છે, જેમાં ક્રિસ ગેલ, બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, ઝે રિચર્ડસન, કાયલ જેમિસન, સેમ કુરન, ટોમ કુરન, ડેન ક્રિશ્ચિયન, જો રૂટ, ક્રિસ વોક્સ, ટોમ બેન્ટન અને મેટ હેનરીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...