વાયકોમ 18એ ખરીદ્યા વુમન્સ IPL મીડિયા રાઈટ્સ:5 સિઝન માટે BCCIને મળશે 951 કરોડ રૂપિયા, 25 જાન્યુઆરીએ થઈ શકે છે ટીમના નામની જાહેરાત

15 દિવસ પહેલા

રિલાયન્સ સાથે જોડાયેલી બ્રોડકાસ્ટ કંપની વાયકોમ 18એ વુમન્સ IPLના પહેલા 5 વર્ષ(2023-27)ના મીડિયા રાઈટ્સ ખરીદી લીધા છે. તેમાં ટીવી અને ડિજિટલ બંને રાઈટ્સનો સમાવેશ થાય છે. કંપની તેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)ને 951 કરોડ રૂપિયા આપશે. એટલે કે વુમન્સ IPLના એક મેચના રાઈટ્સની કિંમત 7.09 કરોડ રૂપિયા હશે. BCCI સચિવ જય શાહે ટ્વીટ કરી વાયકોમ 18ને શુભેચ્છા પાઠવી છે.

આઠ કંપનીઓએ હરાજીમાં ભાગ લેવા ટેન્ડર ડોક્યુમેન્ટ્સ ખરીદ્યા હતી પરંતુ હરાજીમાં માત્ર બે કંપનીઓએ જ બોલી લગાવી. વાયકોમ 18 સિવાય ડિઝની સ્ટાર રેસમાં હતું. રાઈટ્સની હરાજી ક્લોઝ બિડ દ્વારા થઈ હતી. એટલે હરાજીમાં ભાગ લઈ રહેલી કંપનીઓને એક બીજાની પ્રાઈઝ અને બિડિંગ રકમની જાણ નહતી. સૌથી વધુ બોલી લગાવનારી કંપની વાયકોમ 18એ બાજી મારી.

વુમન્સ IPLમાં પાંચ ટીમ ભાગ લેશે. ટીમના નામ અને શહેરનો ખુલાસો 25 જાન્યુઆરીએ થશે. ફેબ્રુઆરીમાં ખેલાડીઓનું ઓક્શન થશે.

આ વર્ષે માર્ચમાં યોજાશે પહેલી સિઝન
વુમન્સ IPLની પહેલી સિઝન આ વર્ષે માર્ચમાં રમાશે. લીગની મેચ ભારતમાં 2 અલગ-અલગ જગ્યાએ રમાશે. BCCI અત્યાર સુધી વુમન્સ T20 ચેલેન્જ આયોજિત કરી રહ્યું હતું.

ટીમને મળશે 80 ટકા રેવેન્યુ
મહિલા IPLના મીડિયા રાઈટ્સ મહત્વપૂર્ણ છે, કારણકે તેનાથી લીગની 5 ટીમનું રેવેન્યુ આવવાનું છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે, ટીમને પહેલા પાંચ વર્ષમાં કોમર્શિયલ રેવેન્યુનો 80 ટકા મળશે. ત્યાર પછી 5 વર્ષ 60% અને તેના પછી 50% હિસ્સો ટીમના ખાતામાં જશે.

48,390 કરોડ રૂપિયામાં વેચાયા હતા પુરુષ IPLના રાઈટ્સ
BCCIએ પુરુષ IPL સિવાય પાંચ સિઝન(2023થી 2027)ના મીડિયા રાઈટ્સની હરાજી 48,390.52 કરોડ રૂપિયામાં કરી હતી. ડિઝની સ્ટારે ભારતીય મહાદ્વીપના TV રાઈટ્સને 23,575 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તે જ સમયે, Viacom18એ ભારતીય ખંડના ડિજિટલ રાઈટ્સ રૂ. 20,500 કરોડમાં અને પસંદગીના 98 મેચોના નોન-એક્સક્લૂસિવ ડિજિટલ રાઈટ્સ રૂ.3,258 કરોડમાં ખરીદ્યા. બ્રોડકાસ્ટ રાઈટ્સ અનુસાર, પુરુષોની IPLની 1 મેચની કિંમત 118 કરોડ રૂપિયા છે.

શોર્ટલિસ્ટ થયેલા વેન્યુમાં મુંબઈ-દિલ્હી સહિત 2 શહેરોના નામ
મહિલા IPL કારવાં ફોર્મેટમાં હશે. એટલે કે લીગનો પહેલો સ્ટેજ એક શહેરમાં હશે અને નોકઆઉટ સહિત બીજો સ્ટેજ અન્ય શહેરમાં હશે. મેચ માટે શોર્ટલિસ્ટ થયેલા શહેરોમાં દિલ્હી(અરુણ જેટલી સ્ટેડિયમ), લખનઉ(અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ), કોલકાતા(ઈડન ગાર્ડન સ્ટેડિયમ), બેંગલુરુ(ચિન્નાસ્વામી સ્ટેડિયમ), અમદાવાદ(નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), ચેન્નઈ(એમએ ચિદંબરમ સ્ટેડિયમ), ધર્મશાલા(હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ), ગુવાહાટી(બારસપારા સ્ટેડિયમ), ઈન્દોર(હોલકર સ્ટેડિયમ) અને મુંબઈ (વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટિલ સ્ટેડિયમ)નો સમાવેશ થાય છે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મહિલા IPL મેચ યોજવા માટે દેશના વધુ 9 કેન્દ્રો સાથે સ્પર્ધા કરી રહ્યું છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મહિલા IPL મેચ યોજવા માટે દેશના વધુ 9 કેન્દ્રો સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વુમન્સ લીગના રાઈટ્સ અલગથી વેચતા નથી
આ સમયે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં મહિલા ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં વુમન્સ બિગ બેશ અને ઈંગ્લેન્ડમાં વુમન્સ ધ હન્ડ્રેડ નામની ટુર્નામેન્ટ છે. જો કે, આ બોર્ડ વુમન્સ લીગના મીડિયા અધિકારોને અલગથી વેચતા નથી. બંને બોર્ડ એકંદર મીડિયા અધિકારોની હરાજી કરે છે, જેમાં ત્યાં યોજાતી પુરૂષ અને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો તેમજ બંને શ્રેણીઓમાં લીગ મેચોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...