IPLને કોરોનાનું ગ્રહણ:ભારતમાં આયોજન ન કરવા માટે BCCIએ પ્લાન-B વિચાર્યો, આફ્રિકા અથવા શ્રીલંકામાં રમવાની રણનીતિ

7 દિવસ પહેલા

કોવિડના વધતા જતા કેસ વચ્ચે BCCI હવે IPLના પ્લાન B અંગે વિચાર કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટના આધારે જો એપ્રિલ સુધી કોરોનાના કેસ આવી રીતે જ વધતા રહેશે તો IPL-15નું આયોજન દક્ષિણ આફ્રિકા અથવા શ્રીલંકામાં થઈ શકે છે. ભારતમાં કોરોનાના વધતા જતા કેસને કારણે જ IPLની છેલ્લી 2 સીઝનનું આયોજન UAEમાં કરાયું હતું. એવામાં IPL 2021માં મળેલા બોધપાઠને બોર્ડ ક્યારેય નહીં ભૂલે અને હવે ગેમને 2 ફેઝમાં યોજવી પડે એવું રિસ્ક BCCI લે એમ લાગતું નથી.

T20 વર્લ્ડ કપ 2021 પણ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને કારણે UAEને વર્લ્ડ કપનું યજમાન બનાવવામાં આવ્યું હતું. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI અધિકારીએ કહ્યું હતું કે 'અમે હંમેશાં UAE પર ભરોસો ન કરી શકીએ. આપણે બીજા વિકલ્પો શોધવા પડશે. દક્ષિણ આફ્રિકા અને ભારતના સમય વચ્ચેનો તફાવત પણ ખેલાડીઓ અને ક્રિકેટ ફેન્સને ઘણો અનુકૂળ આવશે.

શા માટે દક્ષિણ આફ્રિકા યોગ્ય પસંદગી છે?
ભારત દક્ષિણ આફ્રિકાના સમય કરતાં 3 કલાક 30 મિનિટ આગળ છે. આફ્રિકામાં સાંજે 5 વાગ્યે પહેલો બોલ ફેંકવામાં આવે તો ભારતમાં રાત્રના 8.30 વાગ્યાનો સમય થશે. આ પ્રસારણ સમયને પણ અસર કરશે નહીં. આ કારણે દક્ષિણ આફ્રિકા BCCIના પ્લાન-Bમાં સૌથી આગળ છે. BCCIના અધિકારીના જણાવ્યા અનુસાર, આફ્રિકા બોર્ડે ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની સિરીઝનું શાનદાર આયોજન કર્યું હતું. આખી સિરીઝ દરમિયાન એકપણ કોરોના કેસ નોંધાયો નથી. એ જ સમયે જ્યારથી વિરાટ કોહલીની ટીમ આફ્રિકા પહોંચી છે. આફ્રિકન બોર્ડે તેમના માટે બધી જ વ્યવસ્થા સારી કરી છે.

અધિકારીએ કહ્યું હતું કે ટીમ બીજી ટેસ્ટ માટે જ્યાં રોકાઈ હતી એ જગ્યા વધુ એકરમાં ફેલાયેલી હતી. ત્યાં એક તળાવ પણ હતું, જેથી ખેલાડીને બાયો બબલમાં બંધ બારણે હોય એવો અનુભવ પણ થયો નહોતો. IPL 2009માં લોકસભા ચૂંટણીને કારણે દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવી હતી.

શ્રીલંકા પણ એક સારો વિકલ્પ રહેશે
જ્યારે IPLની 13મી સીઝન કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. ત્યાર બાદ ક્રિકેટ શ્રીલંકા (SLC) એ આ ટૂર્નામેન્ટની યજમાની કરવાની ઓફર કરી હતી. શ્રીલંકાએ તાજેતરમાં લંકા પ્રીમિયર લીગનું ખૂબ જ શાનદાર આયોજન કર્યું હતું. આવી સ્થિતિમાં BCCI માટે શ્રીલંકા પણ શ્રેષ્ઠ વિકલ્પ રહી શકે છે.

TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી...વિગવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા. VIVO માત્ર 2022 સુધી IPLનું સ્પોન્સર રહેશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTIને આ અંગે માહિતી આપી છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદ હાર્દિકની કેપ્ટનશિપમાં રમશે...વિગવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સીઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે, હાર્દિક પંડ્યાને અમદાવાદના કેપ્ટનનું સુકાન સોંપાશે. આ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઊઠ્યા હતા, જેને પરિણામે બોર્ડે એક કમિટીની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. એવામાં કમિટીએ 2-3 સપ્તાહ પહેલાં નિર્ણય સોંપી દેતાં બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

અન્ય સમાચારો પણ છે...