તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના થયો તો ટીમની બહાર:BCCIએ ખેલાડીઓને કહ્યું- જે કોવિડથી બચશે, તે જ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ શકશે

3 મહિનો પહેલા

ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસે જનાર ખેલાડીઓને કડક સૂચના આપી છે. બોર્ડે કહ્યું છે કે, ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા જો કોઈ ખેલાડી પોઝિટિવ થયો તો તેને ટીમની બહાર કરવામાં આવશે. ટીમના ફિઝિયો યોગેશ પરમારે પ્લેયર્સને કહ્યું કે, મુંબઈમાં ક્વોરન્ટીન થતા પહેલા બધા ખેલાડીઓ સાવધાની રાખે પોતપોતાને આઇસોલેટ કરે. ટીમ ઇન્ડિયા 19 મેથી મુંબઈમાં બાયો-બબલમાં એન્ટ્રી કરી શકે છે. તે પછી ઇંગ્લેન્ડ પહોંચીને પણ વિરાટ કોહલીની ટીમે 10 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

હોટલમાં એન્ટ્રી થતા જ કોરોના ટેસ્ટ થશે
BCCIના એક અધિકારીર ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, બોર્ડે ખેલાડીઓને વોર્નિંગ આપી દીધી છે. ખેલાડીઓને પણ કહેવામાં આવ્યું છે કે, મુંબઈમાં કોરોના પોઝિટિવ આવવા પર કોઈ ખેલાડી માટે અલગથી ચાર્ટેડ ફ્લાઇટ અરેન્જ કરવામાં નહીં આવે. IPL 2021માં કોરોનાનો કેસ સામે આવ્યા પછી બોર્ડ પહેલાથી વધુ સાવધાન થઈ ગયું છે.

ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા 2 નેગેટિવ ટેસ્ટ લાવવા જરૂરી
અધિકારી અનુસાર, ખેલાડીઓની સાથે એમના પરિવારજનોની પણ તપાસ થશે. મુંબઈથી ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા ખેલાડીઓના 2 નેગેટિવ રિપોર્ટ આવવા જરૂરી છે. તેનાથી એ ખાતરી કરાશે કે બબલમાં ઇન્ફેક્શન નથી. બોર્ડે ખેલાડીઓને પ્રાઇવેટ કાર અને પ્લેનમાં ટ્રાવેલ કરવાની સૂચના આપી છે.

બોર્ડે ખેલાડીઓને કોવીશિલ્ડ લેવા કહ્યું
બોર્ડે ઇંગ્લેન્ડ ટૂર પર જનાર ખેલાડીઓને માત્ર કોવીશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા કહ્યું છે. બોર્ડ બીજા ડોઝ માટે ઇંગ્લેન્ડના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં એસ્ટ્રેજેનેકા વેક્સિન ઉપલબ્ધ છે, જે કોવીશિલ્ડનું વર્જન છે. બોર્ડ ઈચ્છે છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખેલાડીઓ માટે બીજા ડોઝમાં એસ્ટ્રેજેનેકા ઉપલબ્ધ કરવામાં આવે.

વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા, ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવે પ્રથમ ડોઝ લઈ લીધો છે. બોર્ડે કહ્યું કે, જો કોઈ શહેરમાં વેક્સિન ઉપલબ્ધ ન હોય તો ખેલાડી બોર્ડને જાણ કરી શકશે. બોર્ડ તેમના માટે વેક્સિનની વ્યવસ્થા કરી આપશે.

અન્ય સમાચારો પણ છે...