• Gujarati News
  • Sports
  • Cricket
  • BCCI Started The Application Process For New Coaches And Supporting Staff, Also Setting Conditions For Candidates

મોટાપાયે ફેરફાર થશે!:BCCIએ નવા કોચ અને સપોર્ટિંગ સ્ટાફ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી, ઉમેદવારો માટે શરતો પણ રાખી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

BCCIએ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે કોચ પદ માટે અરજી જાહેર કરી છે. પુરુષ ટીમ માટે મુખ્ય કોચ ઉપરાંત બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કોચ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. આ સિવાય નેશનલ ક્રિકેટ એકેડમીના સ્પોર્ટ્સ સાયન્સ / મેડિસિન હેડના પદ માટે પણ વેકેન્સી બહાર પાડી છે.

અરજી પ્રક્રિયા શરૂ
ટીમ ઇન્ડિયાના વર્તમાન કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ T-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં BCCIએ ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

હેડ કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર
હેડ કોચ માટે અરજી કરવાનો સમય 26 ઓક્ટોબર 2021ના ​​સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય પોસ્ટ માટે અરજી કરવાની તારીખ 3 નવેમ્બર સુધી રાખવામાં આવી છે. હેડ કોચ માટે જોઈનિંગ પ્રક્રિયાના વર્ણન મુજબ, ઉમેદવારનો કાર્યકાળ બે વર્ષનો રહેશે, વળી તેને ઓછામાં ઓછી 30 ટેસ્ટ અથવા 50 વનડેનો અનુભવ હોવો જોઈએ. આના સિવાય ઉમેદવાર પાસે BCCIના 3RD લેવલનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. તેમજ ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે શનિવારે સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે મુખ્ય કોચને મંજૂરી આપી દીધી છે અને T-20 વર્લ્ડ કપ બાદ તેઓ આ પદ સંભાળશે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ T-20 વર્લ્ડ કપ બાદ ટીમ સાથે જોડાશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, દ્રવિડ શુક્રવારે આઇપીએલની ફાઇનલ દરમિયાન કોચ બનવા માટે સંમત થયો હતો.

દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો કોચ રહેશે
દુબઈમાં બીસીસીઆઈના BCCI સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક યોજી અને ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમમાં જોડાવા માટે કહ્યું. દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો કોચ રહેશે. દ્રવિડ ઉપરાંત પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેનો કાર્યકાળ પણ 2023 વર્લ્ડ કપ સુધી પણ રહેશે.

રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ છે
દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ છે. શુક્રવારે રાત્રે આઈપીએલની ફાઇનલ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો મુખ્ય કોચ હશે. તેઓ ટૂંક સમયમાં NCA ચીફના પદ પરથી રાજીનામું આપશે.

અન્ય સમાચારો પણ છે...