• Gujarati News
  • Sports
  • Cricket
  • BCCI Shared A Video Of The Journey From Mumbai To Johannesburg; The Players In The Plane Had A Lot Of Fun

ઈન્ડિયન ટીમ દ.આફ્રિકા પહોંચી:જોહાનિસબર્ગ પહોંચતા જ વિરાટ અને ઈશાંત ઝઘડ્યા!, ફાસ્ટ બોલરે કહ્યું- તું સવાર-સવારમાં મારી સાથે મગજમારી ન કર

એક મહિનો પહેલા
  • ટીમ ઈન્ડિયા માત્ર એક દિવસ માટે હોટલમાં આઈસોલેટ રહેશે

ઈન્ડિયન ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈથી જોહાનિસબર્ગ સુધીના સમગ્ર પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સિનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સાથે મજાક-મસ્તી કરી રહ્યો છે. કોહલીએ જ્યારે ઈશાંતની બેગમાં ડોકિયું કર્યું અને કંઈક કહ્યું, ત્યારે ઈશાંત કહેતો જોવા મળે છે કે યાર, સવાર-સવારમાં આવું ના કરો.

આમની સાથે આ વીડિયોમાં હેડ કોચ રાહુલ દ્રવિડ અને મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર પણ મસ્તી કરતા નજરે પડી રહ્યાં છે. બીજી તરફ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ ખુબ ખુશ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં આફ્રિકા પહોંચવા પર ભારતીય ટીમનું જોરશોરથી સ્વાગત થયું હતું.

પંત અને અનુષ્કા શર્માએ પણ વીડિયો શેર કર્યો
ભારતના વિકેટ કીપર બેટર રિષભ પંતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તે જ સમયે, અનુષ્કા શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે જ લેકસાઇડનો એક સુંદર વીડિયો પણ શેર કર્યો છે. આ નજારો ટીમ ઈન્ડિયાની હોટલ પાસેનો છે.

એક દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે
ભારતીય ક્રિકેટ ટીમને વધારે સમય સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે નહીં. ત્યાં પહોંચ્યા બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયા માત્ર એક દિવસ માટે હોટલમાં આઈસોલેટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...