વુમન્સ પ્રીમિયર લીગનો મસ્કટ સિંહણ છે. આને શક્તિ નામ આપવામાં આવ્યું છે. ગુરુવારે BCCIના સેક્રેટરી જય શાહે આને બહાર પાડ્યું હતું. આનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પહેલીવાર થઈ રહેલા WPL માટે જોરદાર ઓપનિંગની પણ તૈયારીઓ થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમનીમા બોલીવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી પરફોર્મન્સ આપશે. લાઇવ ઇવેન્ટમાં એક્ટ્રેસ બોલીવૂડના સોંગ્સ પર પરફોર્મન્સ આપશે. વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પહેલી મેચ 4 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.
23 દિવસ સુધી ચાલશે WPL
WPL 23 દિવસ સુધી ચાલશે. લીગની શરૂઆત 4 માર્ચે મુંબઈના ડિ.વાય.પાટીલ સ્ટેડિયમમાં હુજરાત-મુંબઈ મેચ સાથે થશે. ફાઈનલ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ જ બે સ્ટેડિયમમાં આખી લીગ રમાશે. 5 ટીમ 23 દિવસમાં 22 મેચ રમશે. જેમાં 20 લીગ, એક એલિમિનેટર અને એક ફાઈનલ રમાશે. પહેલી સિઝનમાં ચાર ડબલ હેડર મેચ રમાશે. લીગની પહેલી સિઝનમાં 5 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચુપી વોરિયર્સ સામેલ છે.
સ્મૃતિ સૌથી મોંઘી ખેલાડી બની
ભારતની વાઇસ-કેપ્ટન અને ટોપ ઓર્ડર બેટર સ્મૃતિ મંધાના WPL ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 3.40 કરોડ રૂપિયામાં સામેલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર અને ઇંગ્લેન્ડની નતાલી સાયવર બ્રન્ટ સૌથી મોંઘા વિદેશી ખેલાડીઓ હતા. બંનેને 3.20 કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ ઓક્શનમાં 448 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કુલ 87 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. જેમાં 30 વિદેશી અને 57 ભારતીયોનો સમાવેશ થાય છે. ઓક્શનમાં પાંચ ટીમે 59 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કુલ 20 ખેલાડીઓ કરોડપતિ બન્યા, જેમાંથી 10 વિદેશી અને 10 ભારતીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.