તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • BCCI Said T 20 League Not Allowed, How Did The Auction Take Place ?; BCA's Reply: The Reply To The Letter Sent A Month Ago Has Not Been Received

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર ક્રિકેટ લીગ વિવાદમાં:BCCIએ કહ્યું- T-20 લીગની પરવાનગી નથી આપી, ઓક્શન કેવી રીતે થયું?; BCAનો જવાબ- એક મહિના પહેલાં મોકલેલા પત્રનો જવાબ મળ્યો નથી

પટના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બિહાર ક્રિકેટ લીગ (BCL) શરૂ થતાં પહેલાં જ વિવાદમાં આવી ગઈ છે. શનિવારે આ T-20 લીગ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. આ હરાજીમાં પૂર્વ ક્રિકેટર મદનલાલ અને વિકેટકીપર સબા કરીમ પણ હાજર રહ્યા હતા. હવે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ આ હરાજીનો વિરોધ કર્યો છે.

BCCI અનુસાર બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA)એ લીગ શરૂ કરવા માટે પરવાનગી લીધી નહોતી. જ્યારે BCAનું કહેવું છે કે, તેમણે BCCIને 22જાન્યુઆરીએ જ પરમિશન લેટર મોકલ્યો હતો, જેના પર હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.

BCCIએ કહ્યું- પરવાનગી નથી લીધી તો પછી ઓક્શન કેવી રીતે થયું?
BCCIના સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, 'મારી જાણકારી અનુસાર 28 ફેબ્રુઆરી સુધી BCAને કોઈપણ લીગના આયોજન માટે પરવાનગી આપવામાં આવી નથી. તેવામાં ઓક્શન કેવી રીતે થયું?' જ્યારે એન્ટી કરપ્શન(ACU)એ પણ BCCIને કોઈપણ રાજ્યમાં T-20 લીગ શરૂ કરવા માટે ગ્રીન સિગ્નલ આપવા પહેલા કેટલીક ગાઇડલાઇન્સનું પાલન કરવા કહ્યું હતું.

એક મહિનો રાહ જોયા પછી હરાજી કરી: BCA અધ્યક્ષ
BCAના અધ્યક્ષ રાકેશ તિવારીએ કહ્યું કે, મંજૂરી માટે BCCIને પત્ર લખવામાં આવ્યો હતો. અમે તેમની પાસેથી પરમિશન માગી હતી, પરંતુ એક મહિના જેટલો સમય થયા છતાં તેમની તરફથી કોઈ જવાબ આવ્યો નહતુ. તે પછી હરાજીનું આયોજન કરાયું હતું.

એલિટ સ્પોર્ટ્સના હેડ નિશાંત દયાલે કહ્યું કે, નિયમઅનુસાર આ પ્રકારની ટૂર્નામેન્ટના આયોજન માટે 45 દિવસ પહેલા અનુમતિ પત્ર મોકલવાનો હોય છે. BCA તરફથી 22 જાન્યુઆરીએ અનુમતિ પત્ર મોકલવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટના નિષ્પક્ષ આયોજન માટે BCCIના ACU યુનિટને પણ સૂચિત કરવામાં આવ્યું હતું.

આશુતોષ અમન સહિત ઘણા ખેલાડી 50 હજારમાં વેચાયા
શનિવારે થયેલા ઓક્શનમાં બિહારના લગભગ 100 ક્રિકેટર્સ પર બોલી લાગી હતી. સૈયદ મુશ્તાક અલીમાં બિહારની કપ્તાની કરનાર આશુતોષ અમન અને સ્ટાર બેટ્સમેન બાબુલ કુમાર સહિત 12 ખેલાડીઓ 50-50 હજાર રૂપિયામાં વેચાયા હતા.

પટનામાં 21થી 27 માર્ચ સુધી થશે બિહાર ક્રિકેટ લીગ
પટનાના ઉર્જા સ્ટેડિયમમાં 21થી 27 માર્ચ સુધી BCL રમાશે. તેમાં 5 ફ્રેન્ચાઈઝ ટીમો અંગિકા એવેન્જર્સ, ભાગલપુર બુલ્સ, દરભંગા ડાયમન્ડ્સ, ગયા ગ્લેડિએટર્સ અને પટના પાયલટ્સ ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટનું પ્રસારણ એક પ્રાઇવેટ સ્પોર્ટ્સ ચેનલ પર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો