• Home
  • Sports
  • Cricket
  • BCCI reaches Supreme Court to extend Ganguly Shah's term, seeks cooling off period

ક્રિકેટ / ગાંગુલી-શાહનો કાર્યકાળ વધારવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું બીસીસીઆઈ, કૂલિંગ ઓફ પીરિયડમાં છૂટ માંગી

ગત વર્ષે ઓક્ટોબરમાં સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ અને જય શાહે સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું.
ગત વર્ષે ઓક્ટોબરમાં સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ અને જય શાહે સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું.
X
ગત વર્ષે ઓક્ટોબરમાં સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ અને જય શાહે સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું.ગત વર્ષે ઓક્ટોબરમાં સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ અને જય શાહે સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું.

  • કોઈપણ વ્યક્તિ માટે રાજ્ય ક્રિકેટ અથવા બીસીસીઆઈમાં 6 વર્ષ કાર્યકાળ સંભાળ્યા બાદ 3 વર્ષ કૂલિંગ ઓફ પીરિયડમાં કવું ફરજિયાત
  • નિયમ અનુસાર, ગાંગુલીનો જુલાઇમાં અને શાહનો જૂનમાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:35 PM IST

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પદ સંભાળનાર ગાંગુલીનો જુલાઇમાં અને શાહનો જૂનમાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બંનેએ ત્રણ વર્ષ ફરજિયાત વિરામ (કૂલિંગ ઓફ પીરિયડ) પર જવું પડશે.

એડમિનિસ્ટ્રેટર્સ કમિટી (સીઓએ) એ એક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સતત 6 વર્ષ સુધી રાજ્ય ક્રિકેટ એસોસિએશન અથવા બીસીસીઆઈમાં કોઈ પદ સંભાળે છે, તો તેણે 3 વર્ષ માટે કૂલિંગ ઓફ પીરિયડ પર જવું પડશે. તેને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી હતી.

ગાંગુલી 9 મહિના માટે અધ્યક્ષ પદ પર છે
ગાંગુલી 5 વર્ષ 3 મહિના માટે બંગાળ ક્રિકેટ બોર્ડ (સીએબી) ના અધ્યક્ષ રહ્યા છે. આ અર્થમાં, તેમની પાસે બીસીસીઆઈ પ્રમુખ તરીકે ફક્ત 9 મહિના જ બાકી હતા. જય શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. હવે ગાંગુલી અને શાહ કૂલિંગ ઓફ પીરિયડ નિયમમાં છૂટછાટ બાદ તેમની 3 વર્ષની મુદત પૂર્ણ કરી શકે છે.

બીસીસીઆઈના એજીએમે તેમાં સુધારો કર્યો હતો
સુપ્રીમ કોર્ટમાં આ અરજી બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધૂમલ દ્વારા કરવામાં આવી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, "બીસીસીઆઈએ ગયા વર્ષે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) માં 9 ઓગસ્ટ 2018થી લાગુ કૂલિંગ ઓફ પીરિયડ નિયમોમાં સુધારો કરીને તેના પદાધિકારીઓની મુદત વધારવાની મંજૂરી આપી હતી."

બોર્ડના સુધારા મુજબ, ગાંગુલી અને શાહને બીસીસીઆઈમાં સતત 6 વર્ષ કાર્ય પૂર્ણ કર્યા પછી જ કૂલિંગ ઓફ પીરિયડ પર જવા દેવામાં આવશે. સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં કરવામાં આવેલા કામને બીસીસીઆઈના અધિકારીઓના કામમાં ઉમેરવામાં આવશે નહીં.

સીઓએ પાસે ક્રિકેટ વહીવટનો અનુભવ નથી
બીસીસીઆઈ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે આ ત્રિ-સ્તરના બંધારણની કામગીરીમાં ભૂમિ સ્તરનો અનુભવ ન ધરાવતા વ્યક્તિઓ દ્વારા ડ્રાફ્ટ (બંધારણ) તૈયાર કરવામાં આવ્યો હતો, ન તો તેમને ક્રિકેટ વહીવટ વિશે કોઈ જાણકારી હતી, ન અનુભવ હતો.

સુપ્રીમ કોર્ટની મંજૂરી મેળવવાની જરૂર છે ન હોવી જોઈએ
એવી દલીલ પણ કરવામાં આવી હતી કે બીસીસીઆઈ એક ઓટોનોમસ બોડી છે. તેમાં વહીવટી અધિકાર છે. આ હેઠળ તે પોતાનું બંધારણ બદલી શકે છે. તેથી, સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી જરૂરી ન હોવી જોઈએ. જેથી તે બંધારણમાં તેના ત્રણ ચોથા ભાગના સભ્યોના મતથી સુધારો કરી શકે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી