તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંગુલીને હાર્ટ-એટેક આવ્યો:BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ, આગામી 48 કલાક હોસ્પિટલમાં રહેશે, હોસ્પિટલમાં પહેલા રાજ્યપાલ પછી CM મમતા પહોંચ્યા

કોલકાતા2 મહિનો પહેલા

બીસીસીઆઈના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે. તેમના હૃદયમાં 2 બ્લોકેજ હતા. તેઓ શનિવારે જિમમાં હતા ત્યારે હૃદયમાં દુખાવાની ફરિયાદ કર્યા પછી બેભાન થઈ ગયા હતા. તેઓ 48 કલાક હોસ્પિટલમાં જ રહેશે. હોસ્પિટલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, દાદાએ દીકરી સના સાથે વાત કરી. તેઓ અત્યારે ભાનમાં છે અને તેમની સારવાર એક અઠવાડિયું ચાલશે. ગાંગુલીના ખબર અંતર પૂછવા માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ હોસ્પિટલ પહોંચ્યા હતા. થોડીવાર પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હોસ્પિટલ જઈ ગાંગુલીના ખબર અંતર પૂછ્યા હતા.

જિમમાં ચક્કર આવતાં હોસ્પિટલ ગયા હતા દાદા

ક્રિકેટ જર્નલિસ્ટ અને ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. એ પછી તેઓ વૂડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા, જ્યાં ખબર પડી કે હાર્ટ-અટેક આવ્યો હતો. અત્યારે ડોકટર સરોજ મંદોલની આગેવાનીમાં ત્રણ ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે.

જય શાહે કહ્યું- દાદાની તબિયત સુધારા પર છે

  • BCCIના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે "મેં દાદાના પરિવાર સાથે વાત કરી છે. તેમની તબિયત સુધારા પર છે. તેઓ જલદી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યો છું."

બુધવારે ઇડન ગાર્ડન્સ ગયા હતા દાદા

  • ગાંગુલી બુધવારે તેમના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ગયા હતા.
  • અહીં તેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટેની તૈયારીઓની સમીક્ષા કરી.
  • આ સમય દરમિયાન બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અભિષેક દાલમિયા પણ દાદા સાથે હતા.
  • ગયા અઠવાડિયે તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને પણ મળવા ગયા હતા.
  • આ પછી અનુમાન કરવામાં આવ્યું હતું કે સૌરવ જલ્દીથી ભાજપમાં જોડાઇ શકે છે.
  • જો કે, ગાંગુલીએ પોતે આ બેઠક પર કહ્યું હતું કે - જો રાજ્યપાલ મને મળવા માંગતા હોય તો મારે મળવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો