ICCના અધ્યક્ષ બનશે સૌરવ ગાંગુલી:નવેમ્બરની પહેલા છોડી દેશે પોતાનુ પદ, BCCIના અધ્યક્ષ જય શાહ હશે

15 દિવસ પહેલા

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હવે નવી ભૂમિકામાં નજર આવશે. ગાંગુલી નવેમ્બરથી ICCના અધ્યક્ષની ભૂમિકામાં નજર આવશે. તો જય શાહ BCCIના અધ્યક્ષ હશે. BCCIના સૂત્રોએ એનડીટીવી સ્પોટ્સમે આ અંગે જાણકારી આપી હતી.

સૂત્રોએ જમાવ્યુ હતુ કે BCCI આ પદ માટે ગાંગુલીનું સમર્થન કરી રહી છે. જો ગાંગુલી ICCના વોટ મેળવવામાં સફળ થશે, તો તેઓ BCCIની અધ્યક્ષ પદ છોડી દેશે. આ પછી હાલના સેક્રેટરી જય શાહ અધ્યક્ષ અને અરુણ ધૂમલ સેક્રેટરી બનવાના પ્રબળ સંભાવના છે. મોટી સંખ્યામાં BCCIના અધિકારીઓ જય શાહના પક્ષમાં છે.

બર્કેલેનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે

ICCના હાલના અધ્યક્ષ ગ્રેગર બાર્કેલેનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. જો તેઓ વધુ બે વર્ષના કાર્યકાળની માગ કર્યા વિના પોતાનું પદ છોડી દે છે, તો ICCને નવા ચેરમેન મળી શકે છે. જોકે બર્મિંગહામમાં ICCની કોન્ફરન્સ દરમિયાન બાર્કેલેએ કહ્યુ હતુ કે, 'હા, મારો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. એટલે હું વધુ બે વર્ષ સુધી કાર્યકાળ માટે યોગ્ય છું, અને જો સદસ્ય ઈચ્છશે તો હું ફરી એકવાર ચૂંટણી લડીશ.'

ICCના હાલના અધ્યક્ષ ગ્રેગર બાર્કેલે છે
ICCના હાલના અધ્યક્ષ ગ્રેગર બાર્કેલે છે

કેવી રીતે થાય છે ICCના અધ્યક્ષની ચૂંટણી?

ICCના 16 બોર્ડના સદસ્ય મળીને અધ્યક્ષને સિલેક્ટ કરે છે. જેમાં 12 ટેસ્ટ રમનાર દેશો સામેલ હોય છે. પહેલા જાણી લઈએ કે તે ક્યા દેશો છે...

  • ભારત
  • પાકિસ્તાન
  • સાઉથ આફ્રિકા
  • બાંગ્લાદેશ
  • ઇંગ્લેન્ડ
  • ઓસ્ટ્રેલિયા
  • વેસ્ટઈન્ડિઝ
  • શ્રીલંકા
  • ન્યૂઝીલેન્ડ
  • અફઘાનિસ્તાન
  • આયરલેન્ડ
  • આ 12 દેશોના એક-એક વોટની સાથે ત્રણ સહયોગી દેશો મલેશિયા, સ્કોટલેન્ડ અને સિંગાપુરના 3 વોટ હોય છે.
  • 1 વોટ ICCના સ્વતંત્ર નિદેશકનો હોય છે, જે હાલ પેપ્સિકોના ઈન્દિરા નુઈ છે.
  • આમાંથી 9 અથવા તો 51% વોટ મળી જતા હોય છે , તે ઉમેદવાર ICCના નવા પ્રેસિડેન્ટ બની જતા હોય છે.
  • આ અગાઉ, અધ્યક્ષ સિલેક્ટ કરવા માટે બે તૃતીયાંશ બહુમતી મેળવવી જરૂરી હતી. પરંતુ હાલના પ્રસ્તાવ પછી આમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ICCમાં BCCI ખૂબ જ મજબૂત છે. કારણ કે BCCI દુનિયાનું સૈથી અમીર બોર્ડ છે. તેવામાં ગાંગુલીનું ICCના અધ્યક્ષ બનવાના ચાન્સ વધી જાય છે.

ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ પૂરો થાય છે

સુપ્રીમ કોર્ટે બુધવારે BCCIને કુલિંગ ઑફ પિરિયડમાં ફેરફાર કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને મળશે. વર્તમાન સમયમાં BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, જય શાહ સહિત પાંચ અન્ય પદાધિકારીઓએ પણ બોર્ડ અને સ્ટેટ બોડીમાં 6 વર્ષ પૂરા કર્યા છે.

સૌરવ ગાંગુલી 23 ઓક્ટોબર 2019ના રોજ BCCIના અધ્યક્ષ બન્યા હતા. આ અગાઉ તેઓ 2014માં બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી હતા. પછી 2015માં તેઓ અધ્યક્ષ બન્યા હતા. આ જ રીતે જય શાહ 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી બન્યા હતા. આ પછી તેઓ 24 ઓક્ટોબર 2019ના રોજ BCCIના સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.