તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • BCCI Nominates Rohit Sharma For Rajiv Gandhi Khel Ratna Award, While Ishant, Shikhar And Dipti For Arjuna Award

ક્રિકેટ:BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માને, જ્યારે અર્જુન એવોર્ડ માટે ઇશાંત, શિખર અને દીપ્તિને નોમિનેટ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહિત શર્મા વર્ષ 2019માં ICC વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયો હતો. -ફાઈલ ફોટો - Divya Bhaskar
રોહિત શર્મા વર્ષ 2019માં ICC વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયો હતો. -ફાઈલ ફોટો

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ રોહિત શર્માને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020 માટે નોમિનેટ કર્યો છે. જ્યારે ઇશાંત શર્મા, શિખર ધવન અને દીપ્તિ શર્મા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે. ભારત સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલયે 1 જાન્યુઆરી, 2016થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાનના પ્રદર્શનના આધારે સંબંધિત એવોર્ડ માટે આમંત્રણો માંગ્યા હતા.

રોહિત શર્મા, વ્હાઇટ બોલ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે. તે વર્ષ 2019માં ICC વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયો હતો. તે ગયા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક જ એડિશનમાં 5 સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો હતો. તે T-20માં ચાર સદી ફટકારનાર અને ટેસ્ટમાં ઓપનર તરીકેની ડેબ્યુ મેચમાં બંને દાવમાં સદી મારનાર પણ એકમાત્ર બેટ્સમેન છે.

શિખર ધવન ડેબ્યુ પર સૌથી ઝડપી ટેસ્ટ સદી બનાવવાનો રેકોર્ડ ધરાવે છે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બે ગોલ્ડન બેટ્સ (મોટા ભાગના રન માટે) જીતનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તે વનડેમાં સૌથી ઝડપી 2000 અને 3000 રન કરનાર ભારતીય બેટ્સમેન છે.

રમતના ત્રણેય ફોર્મેટ્સમાં રમનાર સૌથી યુવા ભારતીય ઇશાંત શર્મા, ભારતીય પેસ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. તે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે.

જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના નામે વુમન્સ વનડેની એક ઇનિંગ્સમાં સર્વાધિક રન કરવાનો રેકોર્ડ છે. તેમજ તે વુમન્સ વનડેમાં 6 વિકેટ લેનાર એક માત્ર ભારતીય ક્રિકેટર છે. 

અન્ય સમાચારો પણ છે...