ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ:ઈન્ડિયન ટીમ નવા રંગમાં જોવા મળશે, નેવી બ્લૂ કલરની આવી જ જર્સી 1992ના વર્લ્ડકપમાં પણ પહેરી હતી

10 મહિનો પહેલા

ટી-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરુ થવા જઈ રહ્યો છે તે પહેલા BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી છે. આ કીટને બિલિયન ચીયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે. આ જર્સી 1992 વર્લ્ડકપ પેટર્નની જર્સીને મળતી બનાવામાં આવી છે. જર્સીનો કલર નેવી બ્લૂ રાખવામાં આવ્યો છે.

BCCIએ ટ્વિટ કરીને આપી જાણકારી
BCCIએ નવી જર્સી લોન્ચ કરતા કે.એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને બુમરાહનો નવી જર્સી સાથે ફોટો મુકીને એક ટ્વિટ દ્વારા લોકોને આ નવી જર્સી વિશે જાણાકારી આપી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ સ્પોન્સર્સ એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા આ જર્સી લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું આ માત્ર એક ટીમ નથી, તેઓ ભારતનું ગૌરવ છે. આ માત્ર જર્સી નથી, તે એક અબજ ચાહકોનો આશીર્વાદ છે. ટીમ ઇન્ડિયાને ચિયર્સ કરવા તૈયાર રહો.

નવી જર્સી સાથે ડાબેથી કે.એલ.રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, જાડેજા, બુમરાહ
નવી જર્સી સાથે ડાબેથી કે.એલ.રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, જાડેજા, બુમરાહ

નવી કિટ ડાર્ક બ્લુ પેટર્નની છે જેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં પરંપરાગત નેવી બ્લુને બદલી હતી. ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ ભારતીય ક્રિકેટ ટીમે બ્લુ, ગ્રીન, રેડ અને વ્હાઇટના પટ્ટા વાળી ભારતની 1992ની વર્લ્ડકપ જર્સી જેવી કિટ પહેરી હતી.

ગયા મહિને ICCએ બોલિવૂડના મ્યુઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદીએ કમ્પોઝ કરેલું ટી-20 વર્લ્ડકપ એન્થમ લોન્ચ કર્યું હતું. આ ગીત એ એક એનિમેટેડ ફોર્મ છે જેમાં વિશ્વભરના યુવા ચાહકો ટી-20 ક્રિકેટને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીના એનિમેટેડ વર્ઝનનો પણ સમાવેશ થાય છે, જે ખેલાડીઓના ગ્રુપનું નેતૃત્વ કરે છે અને તેની સાથે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડ, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન પણ સામેલ છે.

24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ
ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબરે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ કરશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો દુબઈના મેદાનમાં રમવામાં આવશે. ત્યાર બાદ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમશે.

અન્ય સમાચારો પણ છે...