વર્લ્ડ કપ પહેલા મોટો ફેરફાર:BCCI શમીને ટીમમાં સ્થાન આપવા વિચારણા કરી રહી છે, 10 ઓક્ટોબરે લઈ શકે છે અંતિમ નિર્ણય

17 દિવસ પહેલા

ટી-20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ ટીમમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. વર્લ્ડ કપ ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે શમીને સ્થાન મળી શકે છે. ભાસ્કર ગ્રૂપ સાથે BCCIના અધિકારીએ નામ ન જણાવાની શરતે જણાવ્યું કહ્યું કે, શમીને 15 ખેલાડીઓમાં સ્થાન આપવાનો વિચાર ચાલે છે. જેની માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ટીમ સામે ટી-20 સિરિઝ માટે તેનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જો બંન્ને સિરિઝમાં તેનું પ્રદર્શન સારું રહેશે તો તે વર્લ્ડ કપમાં પણ બોલિંગ કરી શકશે.

ચાલો તમને જણાવીએ કે શમી કેવી રીતે ટીમમાં સ્થાન મેળવી શકે છે, તેની પાછળનું કારણ શું છે અને તે કોનું સ્થાન લઈ શકે છે…

પહેલા જાણો T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટીમ-

શમી કેવી રીતે ટીમમાં સ્થાન મેળવી શકે છે?
ઓક્ટોબરમાં વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં થવા જઈ રહ્યો છે. ત્યાંની પીચ ફાસ્ટ બોલરને મદદરૂપ અને સીમ વાળી છે. શમી જે પ્રકારનો બોલર છે ત્યાં તે બેટરને પરેશાન કરી શકે છે. સાથે જ શમી પાસે સ્પીડ પણ છે. જેનાથી તેને ઓસ્ટ્રેલિયામાં મદદ મળી શકે છે.

હાલમાં થયેલું ટીમ સિલેક્શન જોઈએ તો ટીમમાં ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહ સિવાય કોઈ 140થી વધુ ઝડપે બોલિંગ કરી શકે તેમ નથી. એવામાં શમી જેવા બોલરને સ્થાન મળવું નક્કી લાગી રહ્યું છે.

કેવી રીતે મળશે શમીને ટીમમાં સ્થાન
BCCI અધિકારીએ જણાવ્યું કે વર્લ્ડ કપ શરૂ થયાના એક અઠવાડિયા પહેલા દરેક ટીમોએ પોતાનું 15 ખેલાડીઓનું અંતિમ લિસ્ટ મોકલવાનું છે. ટીમ પાસે પોતાની નક્કી કરેલી ટીમમાં ફેરફાર કરવાનો અધિકાર છે. એવામાં શમી ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે સારું પ્રદર્શન કરે છે તો ટીમમાં તેનું સ્થાન નક્કી છે. ટીમમાં ફેરફાર પહેલા BCCIએ ટૂર્નામેન્ટ ડાયરેક્ટરની મંજૂરી લેવાની રહે છે.

શમીને ટીમમાં સ્થાન મળે તો કોણ બહાર થશે?
એશિયા કપમાં આપણે જોયું કે ટીમની ફાસ્ટ બોલિંગ ખરાબ રહી હતી. ટીમ પાસે 140થી વધુની ઝડપે બોલિંગ કરવા વાળા ફાસ્ટ બોલર નહતા. આવેશ ખાન પાસે સ્પીડ હતી પરંતુ તે તેના ખરાબ પરફોર્મન્સ અને ઈજાના કારણે ટીમથી બહાર થઈ ગયો હતો. ભુવનેશ્વર કુમાર પણ અંતિમ ઓવરમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહીં. પાકિસ્તાન વિરુદ્ધ બીજી મેચમાં 4 ઓવરમાં 40 રન આપ્યા હતા. શ્રીલંકાની વિરુદ્ધ 19 ઓવરમાં 14 રન આપ્યા હતા.

આવી સ્થિતિમાં જો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં ભુવીનું પ્રદર્શન સારું નહીં રહે તો તેની જગ્યાએ શમીને તક મળી શકે છે. આવેશ પહેલાથી જ વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી.

અન્ય સમાચારો પણ છે...