તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેશિયલ જનરલ મીટિંગ:BCCIની માંગ: ICC ટી20 વર્લ્ડ કપનો નિર્ણય જુલાઇમાં લે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાડેજા ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારતીય ટીમની જર્સી અને સ્વેટરનો ફોટો શેર કર્યો - Divya Bhaskar
જાડેજા ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારતીય ટીમની જર્સી અને સ્વેટરનો ફોટો શેર કર્યો
  • આઈસીસી ટી20 ટુર્નામેન્ટને યુએઈ શિફ્ટ કરવાની તૈયારીમાં

આઈસીસી ટી20 વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાની છે. કોરોના વાઈરસના કારણે યુએઈને રિઝર્વ વેન્યુ બનાવવામાં આવ્યું હતું. 1 જૂનના રોજ થનારી આઈસીસીની મીટિંગમાં યજમાની પર નિર્ણય થવાનો છે. પણ બીસીસીઆઈ આઈસીસી પાસે યજમાની પર અંતિમ નિર્ણય લેવા માટે એક મહિનાનો સમય માંગશે. શનિવારે બોર્ડની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ આઈસીસી પાસે અનુરોધ કરશે કે જૂનના અંતં કે જુલાઈની શરૂઆતમાં વર્લ્ડ કપની યજમાની પર નિર્ણય લેવામાં આવે. સૂત્રએ કહ્યું, ‘હજુ સાડા ચાર મહિના બાકી છે. વિશ્વાસ છે કે કોરોનાની સ્થિતિ આવનારા સમયમાં બદલાઈ જશે.’ એક અધિકારીએ જણાવ્યું કે બીસીસીઆઈ પાસે સૌથી સારો વિકલ્પ મહારાષ્ટ્રમાં ટુર્નામેન્ટ કરાવાનું છે. મુંબઈમાં ત્રણ અને પુનામાં એક ગ્રાઉન્ડ છે.

વેસ્ટ ઇન્ડિઝને તેની સ્થાનિક લીગ 8-10 દિવસ પહેલા શરૂ કરવા બોર્ડ સૂચન કરશે
IPLની બાકીની 31 મેચના આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં થશે. તારીખની જાહેરાત પછી થશે. BCCIએ જાહેર કર્યુંં છે કે જો પાકિસ્તાન સામે સીરિઝના કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ હાજર નહીં રહે તો બોર્ડ ખેલાડીઓને રીલિઝ કરવાની માંગ નહીં કરે. જોકે, BCCI વેસ્ટ ઇન્ડિઝ બોર્ડને અનુરોધ કરશે કે સ્થાનિક લીગ (CPL) 8-10 દિવસ પહેલા આયોજન કરે. કેરેબિયન લીગ 28 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી રમાશે. આઈપીએલ 18 સપ્ટેમ્બરથી શરૂ થઇ શકે છે.

ગાંગુલી અને શાહ આઈસીસી મીટિંગ માટે દુબઈ જશે
આઈસીસી બોર્ડ મીટિંગમાં ભાગ લેવા માટે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સોમવારે દુબઈ જશે. તેની સાથે ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ મીટિંગમાં ભાગ લેશે. બીસીસીઆઈ ભલે આઈસીસી પાસે એક મહિનાનો સમય માંગે. પણ કોરોનાના કારણે દેશમાં ટુર્નામેન્ટનું આયોજન મુશ્કેલ જ દેખાઇ રહ્યું છે.

સ્થાનિક ક્રિકેટરોને વળતર આપવા પર કોઈ ચર્ચા થઇ નહીં
રણજી ટ્રોફીની ગત સિઝન રદ્દ થવાના કારણે ખેલાડીઓને વળતર મળવાનું હતું. પણ અત્યાર સુધી તેને લઇને કોઇ અંતિમ નિર્ણય લીધો નથી. મીટિંગમાં એક રાજ્ય એસોસિએશને આ મુદ્રો ઉઠાવ્યો હતો. પણ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાજીવ શુક્લાએ એ કહીને ચર્ચા કરવાની ના પાડી દીધી કે આ મુદ્રો મીટિંગના એજન્ડામાં નથી.

અન્ય સમાચારો પણ છે...